પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 8 નવેમ્બરના રોજ "કાનૂની સહાય વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા" પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે
Posted On:
06 NOV 2025 2:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બર, 2025ના રોજ સાંજે 5:00 વાગ્યે ભારતના સુપ્રીમ કોર્ટ ખાતે "કાનૂની સહાય વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા" પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) દ્વારા તૈયાર કરાયેલ સમુદાય મધ્યસ્થી તાલીમ મોડ્યુલનો પ્રારંભ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.
NALSA દ્વારા આયોજિત બે દિવસીય પરિષદમાં કાનૂની સેવાઓના માળખાના મુખ્ય પાસાઓ, જેમ કે કાનૂની સહાય બચાવ સલાહકાર પ્રણાલી, પેનલ વકીલો, પેરા-લીગલ સ્વયંસેવકો, કાયમી લોક અદાલતો અને કાનૂની સેવા સંસ્થાઓના નાણાકીય વ્યવસ્થાપન પર ચર્ચા કરવામાં આવશે.
IJ/GP/DK
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2186939)
Visitor Counter : 16
Read this release in:
Tamil
,
Malayalam
,
Assamese
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Telugu