પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી વીકે મલ્હોત્રાને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી
Posted On:
30 SEP 2025 2:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વર્ગસ્થ શ્રી વી.કે. મલ્હોત્રાના નિવાસસ્થાને જઈને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.
શ્રી વી.કે. મલ્હોત્રાના યોગદાનને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દિલ્હીના વિકાસ માટે તેમના પ્રયાસો હંમેશા યાદ રાખવામાં આવશે.
પ્રધાનમંત્રીએ એક પોસ્ટમાં કહ્યું;
"સ્વર્ગસ્થ શ્રી વી.કે. મલ્હોત્રાજીના નિવાસસ્થાનની મુલાકાત લીધી અને તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી. દિલ્હીના વિકાસમાં અને અમારા પક્ષના સુશાસનના એજન્ડાને આગળ વધારવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે."
SM/GP/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2173091)
Visitor Counter : 20