પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્ય શાસ્ત્રના સમાવેશની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
18 APR 2025 10:43AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રના સમાવેશની પ્રશંસા કરી અને કહ્યું કે આ આપણાં શાશ્વત જ્ઞાન અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે.
કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા X પર લખાયેલી એક પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું:
“વિશ્વભરના દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ!
યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્ય શાસ્ત્રનો સમાવેશ આપણા શાશ્વત જ્ઞાન અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે.
ગીતા અને નાટ્યશાસ્ત્રે સદીઓથી સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે. તેમની આંતરદૃષ્ટિ વિશ્વને પ્રેરણા આપતી રહે છે.
@UNESCO”
AP/IJ/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2122614)
મુલાકાતી સંખ્યા : 118
આ રીલીઝ વાંચો:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada