માહિતી અને પ્રસારણ મંત્રાલય
WAVES 2025 "રીલ મેકિંગ" ચેલેન્જ માટે 3,300થી વધુ એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ, જેમાં 20 દેશો અને સમગ્ર ભારતમાંથી સહભાગીતા જોવા મળી
ડિજિટલ રીલ્સથી વૈશ્વિક ડીલ્સ સુધી: વિજેતાઓને અભૂતપૂર્વ ઍક્સેસ અને માન્યતા મળશે; મંત્રાલયના સમર્થન સાથે ફાઇનલિસ્ટ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરશે
ભારતની હાલની ટેકનોલોજીકલ અને માળખાગત પ્રગતિને પ્રકાશિત કરતી "વિકસિત ભારત"ની થીમ્સ, અને રીલ્સમાં પ્રતિબિંબિત થયું "ભારત @ 2047"
દેશની પ્રગતિ માટે સર્જનાત્મકતા અને દ્રષ્ટિકોણ દર્શાવીને ભારતની નવીનતા યાત્રા રજૂ કરો; નોંધણીની છેલ્લી તારીખ 15 માર્ચ, 2025
Posted On:
05 FEB 2025 3:25PM by PIB Ahmedabad
વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (વેવ્સ) 2025માં "રીલ મેકિંગ" ચેલેન્જને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેમાં ભારત અને 20 દેશોમાંથી 3,379 રજિસ્ટ્રેશન થયા છે.
ભારતમાં સર્જન કરો
વેવ્સ 2025 હેઠળ એક મુખ્ય પહેલ તરીકે શરૂ કરવામાં આવેલી આ સ્પર્ધા મીડિયા અને મનોરંજન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે. જ્યારે દેશના ઝડપથી વિસ્તરતા ડિજિટલ સર્જક અર્થતંત્રને પણ પ્રતિબિંબિત કરે છે. તે ભારત સરકારના "ક્રિએટ ઇન ઇન્ડિયા" વિઝન સાથે સુસંગત છે, જે સમગ્ર રાષ્ટ્ર અને તેનાથી આગળથી પ્રતિભાઓને સશક્ત બનાવે છે.
આ સ્પર્ધામાં અફઘાનિસ્તાન, અલ્બેનિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, એન્ડોરા, એન્ટિગુઆ અને બાર્બુડા, બાંગ્લાદેશ, યુએઇ, ઓસ્ટ્રેલિયા અને જર્મની વગેરે દેશોમાંથી નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય ભાગીદારી જોવા મળી છે. આ વૈશ્વિક પહોંચ ભારતના સર્જનાત્મક ક્ષેત્રના વધતા પ્રભાવ અને વિશ્વભરના સામગ્રી નિર્માતાઓ માટેના પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે વેવ્સની અપીલને પ્રકાશિત કરે છે.
તવાંગથી પોર્ટ બ્લેર: દેશવ્યાપી સ્ટોરી ટેલિંગમાં ઉછાળો
સ્થાનિક સ્તરે, આ પડકારે ભારતભરના વિવિધ અને અંતરિયાળ સ્થળોએથી એન્ટ્રી મેળવી છે. જેમાં તવાંગ (અરુણાચલ પ્રદેશ), દીમાપુર (નાગાલેન્ડ), કારગિલ (લદ્દાખ), લેહ, શોપિયાં (કાશ્મીર), પોર્ટ બ્લેર (આંદામાન અને નિકોબાર ટાપુઓ), તેલિયામોરા (ત્રિપુરા), કાસરગોડ (કેરળ) અને ગંગટોક (સિક્કિમ) સામેલ છે. નાના શહેરો અને ઉભરતા સર્જનાત્મક કેન્દ્રો તરફથી વેવ્સના "રીલ મેકિંગ" પડકારનો મજબૂત પ્રતિસાદ ભારતની સમૃદ્ધ વાર્તા કહેવાની પરંપરાઓ અને વિકસતી ડિજિટલ નિર્માતા ઇકોસિસ્ટમને પ્રતિબિંબિત કરે છે.
આ પડકારના ભાગરૂપે, 20 વર્ષથી વધુ વયના સહભાગીઓએ "વિકસિત ભારત" જેવા વિષયો પર રીલ્સ બનાવવાની જરૂર છે. જે ભારતની હાલની તકનીકી અને માળખાગત પ્રગતિઓ પર પ્રકાશ પાડે છે અને "ઇન્ડિયા @ 2047" આ ક્ષેત્રોમાં રાષ્ટ્રના ભાવિ વિકાસની કલ્પના કરે છે. આ થીમ્સ વાર્તાકારો માટે 30-60 સેકન્ડની ટૂંકી ફિલ્મોના માધ્યમથી ભારતની નવીનતાની સફરને પ્રસ્તુત કરવા માટે એક મંચ પ્રદાન કરે છે. જે તેમની સર્જનાત્મકતા અને દેશની પ્રગતિ માટેના વિઝનને પ્રદર્શિત કરે છે.
રીલ મેકિંગ ચેલેન્જના વિજેતાઓને વિશિષ્ટ તકો મળશે, જેમાં સામેલ છેઃ
- 2025માં મેટા-હોસ્ટેડ ઇવેન્ટ અને રીલ્સ માસ્ટરક્લાસ માટે આમંત્રણ.
- વેવ્સ 2025માં તમામ ખર્ચ-ચૂકવણીની એક્સેસ, જ્યાં તેમનું સન્માન કરવામાં આવશે.
- આંતરરાષ્ટ્રીય સ્તરની કન્ટેન્ટ ક્રિએટર સ્પર્ધાઓમાં ભાગ લેવા ફાઇનલિસ્ટને મંત્રાલયનું સમર્થન.
- વિનર રીલ્સને પ્રતિષ્ઠિત વેવ્સ હોલ ઓફ ફેમમાં, વેવ્સની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવશે.
'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'
વેવ્સ 2025 ભારતની રચનાત્મક ક્ષમતાને નવી વૈશ્વિક ઓળખ પ્રદાન કરવા અને મીડિયા, મનોરંજન અને કન્ટેન્ટ સર્જન માટે ભારતને અગ્રણી સ્થળ તરીકે સ્થાપિત કરવાનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં વિઝન અને મિશનમાંથી પ્રેરણા લે છે. આ સમિટ ઉદ્યોગના અગ્રણીઓ, હિતધારકો અને નવપ્રવર્તકોને એકમંચ પર લાવશે, જેમાં ઉભરતા પ્રવાહો પર ચર્ચા કરવામાં આવશે, સહયોગને પ્રોત્સાહન મળશે, ભારતની સમૃદ્ધ રચનાત્મક પ્રણાલીને પ્રદર્શિત કરવામાં આવશે અને પ્રધાનમંત્રીના 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'ના વિઝનનો અમલ કરવામાં આવશે.
ભારત અને અન્ય 20 દેશોની અત્યાર સુધીની લગભગ સંપૂર્ણ લંબાઈ અને પહોળાઈને આવરી લેતી ભાગીદારી સાથે, રીલ મેકિંગ ચેલેન્જ ભારતની વૈવિધ્યસભર અને ગતિશીલ વાર્તા કહેવાના લેન્ડસ્કેપનો પુરાવો છે, જે વૈશ્વિક મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં પાવરહાઉસ તરીકેની તેની પ્રતિષ્ઠાને મજબૂત કરે છે.
વધુ વિગતો માટે, મુલાકાત લો: https://wavesindia.org/challenges-2025
AP/IJ/GP/JD
(Release ID: 2100014)
Visitor Counter : 51
Read this release in:
Malayalam
,
Odia
,
Urdu
,
English
,
Khasi
,
Nepali
,
Hindi
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada