પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારત AIમાં અગ્રેસર થવા માટે પ્રતિબદ્ધ છેઃ પ્રધાનમંત્રી


ભારતીય ઉદ્યોગસાહસિક શ્રી વિશાલ સિક્કા પ્રધાનમંત્રીને મળ્યા

प्रविष्टि तिथि: 04 JAN 2025 2:42PM by PIB Ahmedabad

ભારતીય ઉદ્યોગસાહસિક શ્રી વિશાલ સિક્કાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. શ્રી મોદીએ આ મીટીંગને એક અર્થપૂર્ણ વાર્તાલાપ તરીકે ગણાવી હતી અને કહ્યું હતું કે ભારત નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને અને યુવાનો માટે તકોનું સર્જન કરવા સાથે AIમાં અગ્રેસર થવા પ્રતિબદ્ધ છે. બંનેએ AI અને ભારત પર તેની અસર અને આગળના સમય માટે કેટલીક આવશ્યકતાઓ પર વિગતવાર અને વ્યાપક ચર્ચા કરી છે.

વિશાલ સિક્કાની X પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;

"તે ખરેખર એક અર્થપૂર્ણ વાતચીત હતી. નવીનતા અને યુવાનો માટે તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત AIમાં આગેવાની લેવા પ્રતિબદ્ધ છે.”

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2090123) आगंतुक पटल : 116
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam