ગૃહ મંત્રાલય
ભારત સરકારે ભારે દુઃખ સાથે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના અવસાન અંગેની જાહેરાત કરી
દિવંગત ગણમાન્ય વ્યક્તિના સન્માનમાં સમગ્ર ભારતમાં 26.12.2024 થી 01.01.2025 સુધી સાત દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે
સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહના રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
Posted On:
27 DEC 2024 3:05AM by PIB Ahmedabad
ભારત સરકારે અત્યંત દુઃખ સાથે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના 26.12.2024ના રોજ એઈમ્સ હોસ્પિટલ, નવી દિલ્હી ખાતે નિધન થયું હોવાની જાહેરાત કરી.
દિવંગત ગણમાન્ય વ્યક્તિના સન્માનમાં એવો નિર્ણય લેવાયો છે કે સમગ્ર ભારતમાં 26.12.2024 થી 01.01.2025 સુધી સાત દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ જ્યાં તે નિયમિતપણે લહેરાવાયા છે ત્યાં તેમજ સમગ્ર ભારતમાં અડધી કાઠીએ લહેરાવવામાં આવશે. રાષ્ટ્રીય શોકના સમયગાળા દરમિયાન કોઈ સત્તાવાર મનોરંજન થશે નહીં. એવો પણ નિર્ણય લેવાયો છે કે સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
વિદેશ સ્થિત તમામ ભારતીય મિશન/ભારતના ઉચ્ચાયોગોમાં પણ અંતિમ સંસ્કારના દિવસે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ લહેરાવામાં આવશે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2088280)
Visitor Counter : 71
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Telugu
,
Kannada
,
Malayalam