પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત ટેક્નોલોજી એકીકરણને ઉચ્ચ પ્રાથમિકતા આપીને આરોગ્ય ક્ષેત્રે સક્રિયપણે કામ કરી રહ્યું છેઃ પ્રધાનમંત્રી
Posted On:
20 NOV 2024 5:02AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એક સ્વસ્થ ગ્રહ એ એ શ્રેષ્ઠ ગ્રહ છે. તેમણે કહ્યું કે ભારત સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્રૌદ્યોગિક સંકલન પર સક્રિયપણે કામ કરી રહ્યું છે અને તેને પ્રાથમિકતા આપી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આ અંગે વૈશ્વિક પ્રયાસોને મજબૂત બનાવશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ એડનૉમ ઘેબ્રેયેસસની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું:
“પ્રિય તુલસીભાઈ,
સ્વસ્થ ગ્રહ એ શ્રેષ્ઠ ગ્રહ છે. ભારત આ ક્ષેત્રમાં સક્રિય રીતે કામ કરી રહ્યું છે. અમે ટેક્નોલોજીને પણ એકીકૃત કરવા માટે ખૂબ જ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. સાથે જ અમે આ સંદર્ભમાં વૈશ્વિક પ્રયાસોને મજબૂત કરીશું. @DrTedros"
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2074871)
Visitor Counter : 32