પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ થાઈલેન્ડના પ્રધાનમંત્રી પૈતોંગટાર્ન શિનવાત્રાના પગલાં પર ખુશી વ્યક્ત કરી

Posted On: 30 OCT 2024 9:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઈલેન્ડના પ્રધાનમંત્રી પૈતોંગટાર્ન શિનવાત્રાના પગલાં પર ખુશી વ્યક્ત કરી છે. માનનીય પ્રધાનમંત્રી પૈતોંગટાર્ન શિનવાત્રાએ આજે ​​બેંગકોકના લિટલ ઈન્ડિયાના પાહુરત ખાતે અમેઝિંગ થાઈલેન્ડ દિવાળી ફેસ્ટિવલ 2024નું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ અમેઝિંગ થાઈલેન્ડ દિવાળી ફેસ્ટિવલ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"પ્રધાનમંત્રી પૈતોંગટાર્ન શિનવાત્રાના આ પગલાંથી મને ઘણો જ આનંદ થયો. થાઈલેન્ડના અમેઝિંગ દિવાળી ફેસ્ટિવલ માટે મારી શુભેચ્છાઓ. હું પ્રાર્થના કરું છું કે આ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક બંધનને વધુ ગાઢ બનાવે."

@ingshin

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2069767) Visitor Counter : 52