પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

16મી બ્રિક્સ સમિટ દરમિયાન પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા પ્રારંભિક ટિપ્પણીનો મૂળપાઠ

प्रविष्टि तिथि: 23 OCT 2024 7:35PM by PIB Ahmedabad

મહામહિમ,

હું તમને મળીને ખુશ છું. અને તમે કહ્યું તેમ, અમે 5 વર્ષ પછી ઔપચારિક રીતે મળી રહ્યા છીએ.

અમે માનીએ છીએ કે ભારત-ચીન સંબંધોનું મહત્વ માત્ર આપણા લોકો માટે નથી.

વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ આપણા સંબંધો મહત્વપૂર્ણ છે.

મહામહિમ,

પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા આપણા સંબંધોનો આધાર બની રહેવી જોઈએ.

આજે આપણને આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળી છે.

મને વિશ્વાસ છે કે અમે ખુલ્લા મનથી વાત કરીશું અને અમારી ચર્ચા રચનાત્મક રહેશે.

આભાર .

AP/GP/JD


(रिलीज़ आईडी: 2067473) आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam , Bengali , Manipuri , Assamese , English , Urdu , हिन्दी , Odia