પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના કેબિનેટના નિર્ણયને વધાવ્યો


Posted On: 03 OCT 2024 10:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના કેબિનેટના નિર્ણયની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ X પોસ્ટ કર્યું હતું:

મને ખૂબ જ આનંદ છે કે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ હવે આસામીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળશે. આસામી સંસ્કૃતિ સદીઓથી ખીલી છે, અને તેણે આપણને એક સમૃદ્ધ સાહિત્યિક પરંપરા આપી છે. આવનારા સમયમાં આ ભાષા વધુ લોકપ્રિય થતી રહે તેવી પ્રાર્થના. મારા અભિનંદન.”

મને ખૂબ આનંદ છે કે મહાન બંગાળી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ખાસ કરીને દુર્ગા પૂજાના શુભ સમયે. બંગાળી સાહિત્યે વર્ષોથી અસંખ્ય લોકોને પ્રેરણા આપી છે. હું આ માટે વિશ્વભરના તમામ બંગાળી બોલનારાઓને અભિનંદન આપું છું.”

મરાઠી ભારતનું ગૌરવ છે.

આ અસાધારણ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળવા બદલ અભિનંદન. આ સન્માન આપણા દેશના ઈતિહાસમાં મરાઠીના સમૃદ્ધ સાંસ્કૃતિક યોગદાનને સ્વીકારે છે. મરાઠી હંમેશા ભારતીય વારસાનો પાયાનો પથ્થર રહ્યો છે.

મને ખાતરી છે કે શાસ્ત્રીય ભાષાના દરજ્જા સાથે, ઘણા વધુ લોકો તેને શીખવા માટે પ્રેરિત થશે."

પાલી અને પ્રાકૃત ભારતની સંસ્કૃતિના મૂળમાં છે. આ આધ્યાત્મિકતા, શાણપણ અને ફિલસૂફીની ભાષાઓ છે. તેઓ તેમની સાહિત્યિક પરંપરાઓ માટે પણ જાણીતા છે. શાસ્ત્રીય ભાષાઓ તરીકેની તેમની માન્યતા ભારતીય વિચાર, સંસ્કૃતિ અને ઇતિહાસ પરના તેમના કાલાતીત પ્રભાવને સન્માન આપે છે.

મને વિશ્વાસ છે કે તેમને શાસ્ત્રીય ભાષાઓ તરીકે માન્યતા આપવાના કેબિનેટના નિર્ણય પછી, વધુ લોકો તેમના વિશે જાણવા માટે પ્રેરિત થશે. આ ખરેખર આનંદની ક્ષણ છે!”

কেন্দ্ৰীয় মন্ত্ৰীসভাৰ অনুমোদন পোৱাৰ পিছত অসমীয়াই এতিয়া ধ্ৰুপদী ভাষাৰ মৰ্যাদা লাভ কৰাত মই অতিশয় আনন্দিত হৈছোঁ। অসমীয়া সংস্কৃতিয়ে যুগ যুগ ধৰি উজ্বলি উঠিছে আৰু আমাক এক চহকী সাহিত্যিক পৰম্পৰা প্ৰদান কৰিছে। আগন্তুক সময়ত এই ভাষা আৰু অধিক জনপ্ৰিয় হৈ পৰক। সকলোকে মই অভিনন্দন জনালোঁ।”

আমি অত্যন্ত খুশি যে মহান বাংলা ভাষাকে ধ্রুপদী ভাষার মর্যাদা দেওয়া হয়েছে আর তাও পবিত্র দুর্গা পূজার সময়েই।বাংলা সাহিত্য অসংখ্য মানুষকে বছরের পর বছর ধরে অনুপ্রাণিত করে আসছে । এই উপলক্ষে বিশ্ব জুড়ে সকল বাংলা ভাষাভাষী-কে অভিনন্দন জানাই ।”

मराठी भाषा ही भारताचा अभिमान आहे. या अद्वितीय भाषेला अभिजात भाषेचा दर्जा मिळाल्याबद्दल अभिनंदन. हा सन्मान म्हणजे मराठी भाषेने आपल्या देशाच्या इतिहासात दिलेल्या समृद्ध सांस्कृतिक योगदानाचा गौरवच आहे. मराठी भाषा ही कायमच भारतीय वारशाचा आधारस्तंभ राहिली आहे. मला खात्री आहे की अभिजात भाषेचा दर्जा मिळाल्याने ही भाषा शिकण्यासाठी असंख्य लोकांना प्रेरणा मिळेल.”

AP/GP/JD


(Release ID: 2061796) Visitor Counter : 91