પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેડમિન્ટન ખેલાડી મનીષા રામદાસને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 02 SEP 2024 9:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલા બેડમિન્ટન SU5 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મનીષા રામદાસને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

"મનિષા રામદાસ દ્વારા પેરાલિમ્પિક્સમાં મહિલા બેડમિન્ટન SU5 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા માટેનો ઉત્કૃષ્ટ પ્રયાસ! તેણીના સમર્પણ અને ખંતને કારણે આ અવિશ્વસનીય સિદ્ધિ મળી છે. તેણીને અભિનંદન.

#Cheer4Bharat"

AP/GP/JD


(Release ID: 2051098) Visitor Counter : 84