પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

હર ઘર તિરંગા ઝુંબેશ ત્રિરંગા પ્રત્યે 140 કરોડ ભારતીયોના ઊંડા આદરને દર્શાવે છે: પીએમ શ્રી નરેન્દ્ર મોદી

Posted On: 14 AUG 2024 9:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન પ્રત્યે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે હર ઘર તિરંગા ઝુંબેશ સમગ્ર ભારતમાં લોકપ્રિય બની છે જે ત્રિરંગા પ્રત્યે 140 કરોડ ભારતીયોના ઊંડા આદરને દર્શાવે છે.

એક X પોસ્ટમાં, અમૃત મહોત્સવ હેન્ડલે તમિલનાડુમાં રામેશ્વરમ નજીક મંડપમ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન પર હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીની ઝલક શેર કરી છે.

અમૃત મહોત્સવની X પોસ્ટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ પોસ્ટ કરી હતી

"#હરઘર તિરંગા સમગ્ર ભારતમાં લોકપ્રિય બન્યું છે, જે દર્શાવે છે કે 140 કરોડ ભારતીયો ત્રિરંગા પ્રત્યે ઊંડો આદર ધરાવે છે."

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2045468) Visitor Counter : 73