પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતવા બદલ કુસ્તીબાજ અમન સેહરાવતને અભિનંદન પાઠવ્યા

Posted On: 09 AUG 2024 11:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ફ્રાન્સના પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કુસ્તીબાજ અમન સેહરાવતને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આપણાં પહેલવાનોને કારણે આપણે વધુ ગૌરવ અનુભવીએ છીએ!

પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અમન સેહરાવતને અભિનંદન. તેમનું સમર્પણ અને દ્રઢતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. સમગ્ર રાષ્ટ્ર આ અદ્ભુત પરાક્રમની ઉજવણી કરે છે."

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2043970) Visitor Counter : 27