પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નાગરિકોને સોશિયલ મીડિયા પર તિરંગા વાળો પ્રોફાઇલ પિક્ચર રાખવાનો આગ્રહ કર્યો
સાથે જ harghartiranga.com પર તિરંગાની સાથે સેલ્ફી શેર કરવાનો પણ આગ્રહ કર્યો
Posted On:
09 AUG 2024 9:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની પ્રોફાઈલ પિક્ચરને તિરંગા વાળા રંગમાં બદલવાનો આગ્રહ કર્યો છે. શ્રી મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે તેમનું પ્રોફાઇલ પિક્ચર તિરંગામાં બદલી નાખ્યું છે. હર ઘર તિરંગા આંદોલનને એક યાદગાર જન ચળવળ બનાવવા માટે તેમણે દરેકને આવું કરવાનો આગ્રહ કર્યો છે.
શ્રી મોદીએ દરેકને harghartiranga.com પર તિરંગા સાથે સેલ્ફી શેર કરવાનો આગ્રહ કર્યો છે.
એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“જેમ જેમ આ વર્ષનો સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, ચાલો ફરીથી # HarGharTiranga ને એક યાદગાર જન ચળવળ બનાવીએ. હું મારી પ્રોફાઇલ પિક્ચર બદલી રહ્યો છું અને હું તમને બધાને આગ્રહ કરું છું કે તમે પણ આવું કરીને આપણાં તિરંગાની ઉજવણીમાં મારી સાથે જોડાઓ. અને હા, તમારી સેલ્ફી harghartiranga.com પર જરૂરથી શેર કરો”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2043453)
Visitor Counter : 96
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam