નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીના પેકેજ હેઠળ 5મી યોજના તરીકે શરૂ કરવામાં આવેલી ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવાની યોજના


500 ટોચની કંપનીઓમાં 1 કરોડ યુવાનોને 5 વર્ષમાં ઇન્ટર્નશિપની તકો આપવામાં આવશે

દર મહિને રૂ. 5,000નું ઇન્ટર્નશિપ ભથ્થું અને રૂ. 6,000ની એક વખતની સહાય પૂરી પાડવામાં આવશે

Posted On: 23 JUL 2024 1:04PM by PIB Ahmedabad

સરકાર ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવા માટે એક વ્યાપક યોજના શરૂ કરશે. પ્રધાનમંત્રીના પેકેજ હેઠળ આ 5મી યોજના હશે.

કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ 2024-25નું કેન્દ્રીય બજેટ રજૂ કરતાં જાહેરાત કરી હતી કે, આ યોજના 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપની તકો પ્રદાન કરશે. તેઓ વાસ્તવિક જીવનના વ્યવસાયિક વાતાવરણ, વિવિધ વ્યવસાયો અને રોજગારની તકો માટે 12 મહિના માટે એક્સપોઝર મેળવશે, એમ તેમણે જણાવ્યું હતું.

6 હજારની એક વખતની સહાય સાથે દર મહિને 5000 રૂપિયા ઈન્ટર્નશિપ એલાઉન્સ આપવામાં આવશે. કંપનીઓએ તાલીમનો ખર્ચ અને ઇન્ટર્નશિપ ખર્ચનો 10 ટકા હિસ્સો તેમના સીએસઆર ભંડોળમાંથી ઉઠાવવાની અપેક્ષા રાખવામાં આવશે, એમ નાણાં મંત્રીએ ઉમેર્યું હતું.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2035691) Visitor Counter : 91