પ્રધાનમંત્રીનું કાર્યાલય

VDNKh ખાતે રોસાટોમ પેવેલિયનની પ્રધાનમંત્રીની મુલાકાત

Posted On: 09 JUL 2024 4:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે આજે મોસ્કોમાં ઓલ રશિયન એક્ઝિબિશન સેન્ટર, VDNKhની મુલાકાત લીધી.

બંને નેતાઓએ VDNKh ખાતે રોસાટોમ પેવેલિયનની મુલાકાત લીધી હતી. નવેમ્બર 2023માં ઉદ્ઘાટન કરાયેલ રોસાટોમ પેવેલિયન, વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસના ઇતિહાસ પરના સૌથી મોટા પ્રદર્શનોમાંનું એક છે. પ્રધાનમંત્રી નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રે ભારત-રશિયા સહયોગને સમર્પિત ફોટો પ્રદર્શનના સાક્ષી બન્યા. પ્રધાનમંત્રીને "એટમિક સિમ્ફની" - VVER-1000 રિએક્ટરનું કાયમી કાર્યરત મોડેલ જે ભારતમાં કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (KKNPP)નું હૃદય છે તે પણ બતાવવામાં આવ્યું હતું.

પેવેલિયનમાં, પ્રધાનમંત્રીએ ભારતીય અને રશિયન વિદ્યાર્થીઓના જૂથ સાથે પણ વાતચીત કરી. તેમણે તેમને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભવિષ્યની શક્યતાઓ જોવા માટે પ્રોત્સાહિત કર્યા જેનો ઉપયોગ ભાવિ પેઢીઓ અને પૃથ્વી માટે થઈ શકે.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2031760) Visitor Counter : 47