પોસ્ટેડ ઓન:
28 JUN 2024 8:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ એન્ટોનિયો કોસ્ટાને યુરોપિયન કાઉન્સિલના આગામી પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“મારા મિત્ર @antoniolscostaને યુરોપિયન કાઉન્સિલના આગામી પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન. હું ભારત-EU વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંચાઈએ આગળ વધારવા માટે તમારી સાથે મળીને કામ કરવા આતુર છું."
AP/GP/JD