પ્રધાનમંત્રીનું કાર્યાલય

યોગ એકરૂપ તાત્ત્વિક શક્તિ બની ગયો છે, જેણે વિવિધ સંસ્કૃતિઓ અને પૃષ્ઠભૂમિના લોકોને એકમંચ પર લાવ્યા છેઃ પ્રધાનમંત્રી

Posted On: 21 JUN 2024 9:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં એકસાથે આવીને યોગનો અભ્યાસ કરનારા વ્યક્તિઓ, સમુદાયો અને સંસ્થાઓના સહિયારા પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ યોગને લોકપ્રિય બનાવવા કામ કરતા તમામ લોકોનો પણ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર વિશ્વમાં મોટા પાયે યોજાઈ રહ્યો છે, જે વ્યક્તિઓ, સમુદાયો અને સંસ્થાઓનાં સહિયારા પ્રયાસોને આભારી છે, જેઓ ખભેખભો મિલાવીને યોગનો અભ્યાસ કરે છે. તે સ્પષ્ટ છે કે યોગ એકરૂપ તાત્ત્વિક શક્તિ બની ગયો છે, જેણે વિવિધ સંસ્કૃતિઓ અને પૃષ્ઠભૂમિના લોકોને એકમંચ પર લાવ્યા છે. યુવાનોને આવા ઉત્સાહ અને સમર્પણ સાથે યોગ સત્રમાં ભાગ લેતા જોઈને આનંદ થાય છે.

યોગને લોકપ્રિય બનાવવા માટે કામ કરી રહેલા તમામ લોકોનો હું આભાર માનું છું. આ પ્રયાસો એકતા અને સંવાદિતાને આગળ વધારવામાં ઘણી આગળ વધશે. મને એ જોઈને પણ આનંદ થાય છે કે, યોગ પ્રશિક્ષકોની સંખ્યામાં વધારો થયો છે, જેમની કુશળતા અને જુસ્સો અન્ય લોકોને યોગ કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે.

આવનારા સમયમાં પણ યોગ વિશ્વને એક સાથે લાવે એવી કામના."

AP/GP/JD



(Release ID: 2027819) Visitor Counter : 63