પર્યાવરણ અને વન મંત્રાલય
શ્રી ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રીનો કાર્યભાર સંભાળ્યો
શ્રી કિર્તીવર્ધન સિંહે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો
Posted On:
11 JUN 2024 4:42PM by PIB Ahmedabad
શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે 11 જૂન 2024ના રોજ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી (એમઓઇએફએન્ડસીસી) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. પર્યાવરણ ભવન ખાતેની ઓફિસમાં સચિવ સુશ્રી લીના નંદન, સચિવ (ઇએફએન્ડસીસી) અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી કિર્તીવર્ધન સિંહે રાજ્ય મંત્રી તરીકેનો હોદ્દો પણ સંભાળ્યો હતો.
કાર્યભાર સંભાળ્યા બાદ મીડિયાને જાણકારી આપતા કેન્દ્રીય મંત્રીએ માનનીય પ્રધાનમંત્રીનો આ તક આપવા બદલ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેઓ મંત્રાલયમાં તેમની ફરજો અને જવાબદારીઓ અદા કરવા તૈયાર છે. તેમણે રાજ્ય મંત્રી શ્રી કિર્તીવર્ધન સિંહનું પણ સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આ મંત્રાલય દ્વારા છેલ્લા 10 વર્ષોમાં ઘણા પગલા લેવામાં આવ્યા છે અને સરકાર પર્યાવરણ અને વિકાસને સાથે લઈને આગળ વધી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પર્યાવરણ માટે મિશન લાઈફ– જીવનશૈલી જેવી પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે પર્યાવરણની કટોકટી છે અને માનનીય પ્રધાનમંત્રીએ ગ્લાસગો, ક્લાઇમેટ કોન્ફરન્સ 2021માં મિશન લાઈફ- જીવનશૈલી ફોર એન્વાયર્નમેન્ટની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મિશન લાઈફ આબોહવા-હકારાત્મક વર્તણૂક માટે વ્યક્તિઓને એકત્રિત કરવા અને પર્યાવરણને અનુકૂળ સ્વ-ટકાઉ વર્તણૂકોને મજબૂત અને સક્ષમ બનાવવા માટે એક ઇકોસિસ્ટમ બનાવવાનો ઇરાદો ધરાવે છે. તે મન વગરના વપરાશને બદલે માઇન્ડફુલ વપરાશને જાળવી રાખે છે.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે સરકાર માને છે કે પર્યાવરણીય સંરક્ષણ અને વિકાસ ખભેખભો મિલાવીને ચાલી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રીએ વૃક્ષારોપણની પહેલ પણ શરૂ કરી છે. "एक पेड़ माँ के नाम” વધતા જતા ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવા અને તમામ નાગરિકોને સામૂહિક વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ, 2024 ના રોજ માનનીય પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલમાં ભાગ લેવા વિનંતી કરી. તેનાથી વધતા તાપમાન, રણીકરણ અને જૈવિક વિવિધતાનો સામનો કરી રહેલા પડકારોનો સામનો કરવામાં મદદ મળશે.
ચાર્જ સંભાળ્યા પછી, મંત્રીએ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી જ્યાં તેમને મંત્રાલયની મુખ્ય પહેલો અને નીતિગત મુદ્દાઓ પર જાણકારી આપવામાં આવી હતી.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2024208)
Visitor Counter : 193
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam