પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીને કતારના અમીર તરફથી અભિનંદનનો ટેલિફોન આવ્યો
પ્રધાનમંત્રીએ ભારતના લોકો માટે તેમની શુભેચ્છાઓ અને સકારાત્મક ભાવનાઓ માટે તેમનો આભાર માન્યો
બંને નેતાઓએ ભારત-કતાર સંબંધોને વધુ મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી
પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરી 2024માં કતારની પોતાની યાત્રાને યાદ કરી અને કતારના અમીરને ભારતની મુલાકાત લેવા માટેના તેમના આમંત્રણનો પુનરોચ્ચાર કર્યો
પ્રધાનમંત્રીએ મહામહિમને જન્મદિવસની શુભેચ્છાની સાથે સાથે ઈદની શુભકામનાઓ આપી
प्रविष्टि तिथि:
10 JUN 2024 9:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે કતાર રાજ્યના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ થાની તરફથી અભિનંદનનો ટેલિફોન આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારતના લોકો પ્રત્યેની તેમની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ અને સકારાત્મક લાગણીઓ માટે મહામહિમનો આભાર માન્યો હતો.
બંને નેતાઓએ ભારત અને કતાર વચ્ચેના મૈત્રીપૂર્ણ અને બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.
પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરી 2024માં કતારની તેમની ફળદાયી મુલાકાતને યાદ કરી અને કતારના અમીરને નજીકના ભવિષ્યમાં ભારતની મુલાકાત લેવાના આમંત્રણનો પુનરોચ્ચાર કર્યો.
પ્રધાનમંત્રીએ અમીરને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને આગામી ઈદ અલ અધાના તહેવારની પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2023919)
आगंतुक पटल : 118
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam