પ્રધાનમંત્રીનું કાર્યાલય

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા


તેમણે છેલ્લા એક દશકામાં દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી નોંધપાત્ર સિદ્ધિઓનો સ્વીકાર કર્યો

બંને નેતાઓએ સતત મજબૂત ભાગીદારીની આશા વ્યક્ત કરી

Posted On: 05 JUN 2024 10:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 18મી લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત માટે પીપલ્સ રિપબ્લિક બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના તરફથી અભિનંદનનો ટેલિફોન કૉલ મળ્યો.

પ્રધાનમંત્રી શેખ હસીના પ્રધાનમંત્રીને અભિનંદન આપનારા પ્રથમ વિદેશી નેતાઓમાંથી એક હતાં, જે બંને નેતાઓ વચ્ચેની ઉષ્મા અને વ્યક્તિગત તાલમેલને દર્શાવે છે.

બંને નેતાઓએ વિકસીત ભારત 2047 અને સ્માર્ટ બાંગ્લાદેશ 2041ના વિઝન હેઠળ હાંસલ કરવા તરફની દિશામાં નવા જનાદેશ અંતર્ગત ઐતિહાસિક અને ઘનિષ્ઠ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું યથાવત રાખવાનો સંકલ્પ લીધો. તેઓએ છેલ્લા એક દાયકામાં બંને દેશોના લોકોના જીવનમાં પ્રાપ્ત થયેલા નોંધપાત્ર સુધારાઓને સ્વીકાર્યા અને પરિવર્તનશીલ સંબંધોને વધુ વધારવાની આશા વ્યક્ત કરી, જેમાં આર્થિક અને વિકાસ ભાગીદારી, ઉર્જા સુરક્ષા, ડિજિટલ જોડાણો સહિત કનેક્ટિવિટી અને લોકોનો લોકો વચ્ચેના સંપર્ક સહિતના મુદ્દાઓ સામેલ છે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2023028) Visitor Counter : 53