ચૂંટણી આયોગ

લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કામાં 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 904 ઉમેદવારો ચૂંટણી લડશે


સાતમા તબક્કા માટે 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 57 સંસદીય ક્ષેત્રો માટે 2105 નોમિનેશન ફોર્મ ભરાયા

Posted On: 22 MAY 2024 1:15PM by PIB Ahmedabad

લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કામાં 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 904 ઉમેદવારો ચૂંટણી લડશે. 1 જૂન, 2024ના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કામાં 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં થનારા મતદાન માટે 57 સંસદીય ક્ષેત્રો માટે કુલ 2105 નામાંકન દાખલ કરવામાં આવ્યા હતા.. તમામ 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટેના સાતમા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 14 મે, 2024 હતી. દાખલ કરાયેલા તમામ નામાંકનોની ચકાસણી બાદ, 954 નામાંકન માન્ય હોવાનું જણાયું હતું.

સાતમા તબક્કામાં, પંજાબમાં 13 સંસદીય મતવિસ્તારોમાંથી સૌથી વધુ 598 નોમિનેશન ફોર્મ હતા, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 13 સંસદીય મતવિસ્તારોમાં 495 નોમિનેશન હતા. 36 – બિહારના જહાનાબાદ સંસદીય મતવિસ્તારમાં મહત્તમ 73 નોમિનેશન ફોર્મ્સ પ્રાપ્ત થયા, ત્યારબાદ 7- પંજાબના લુધિયાણા સંસદીય મતવિસ્તારોમાંથી 70 નોમિનેશન ફોર્મ્સ પ્રાપ્ત થયા હતા. સાતમા તબક્કા માટે એક પીસીમાં ચૂંટણી લડનારા ઉમેદવારોની સરેરાશ સંખ્યા 16 છે.

લોકસભા ચૂંટણી 2024ની સામાન્ય ચૂંટણીના તબક્કા 7 માટે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબની વિગતો

ક્ર.ના

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

સાતમા તબક્કા માટે સંસદીય ક્ષેત્રની સંખ્યા

ઉમેદવારી પત્રો પ્રાપ્ત થયા

ચકાસણી બાદ માન્ય ઉમેદવારો

ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ, અંતિમ ઉમેદવારો

1 બિહાર 8 372 138 134
2 ચંડીગઢ 1 33 20 19
3 હિમાચલપ્રદેશ 4 80 40 37
4 ઝારખંડ 3 153 55 52
5 ઓડિશા 6 159 69 66
6 પંજાબ 13 598 353 328
7 ઉત્તરપ્રદેશ 13 495 150 144
8 પશ્ચિમ બંગાળ 9 215 129 124
  કુલ 57 2105 954 904

AP/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2021303) Visitor Counter : 118