ચૂંટણી આયોગ

PIBએ લોકસભા ચૂંટણી 2024ની માહિતી માટે મીડિયા ફેસિલિટેશન પોર્ટલ લૉન્ચ કર્યું

Posted On: 27 MAR 2024 10:40AM by PIB Ahmedabad

સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત રિપોર્ટિંગ કરનાર મીડિયાકર્મીઓ માટે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ વન સ્ટોપ ફેસિલિટેશન પોર્ટલની અનેક સુવિધાઓવાળી એક માઇક્રોસાઇટ https://pib.gov.in/elect2024/index.aspx શરૂ કરી છે. પોર્ટલમાં નીચેની લાક્ષણિકતાઓ છે.

1. ડિજિટલ ફ્લિપ બુક: આ બુકમાં વિવિધ રસપ્રદ વિશ્લેષણો અને ડેટા સમૃદ્ધ સુવિધાઓ સામેલ છે. મીડિયાકર્મીઓ આ માહિતીનો ઉપયોગ તેમના લેખો લખવા માટે કરી શકે છે.

2. ઉપયોગી લિંક્સ પ્રદાન કરવામાં આવી છે જેના દ્વારા પત્રકારો ECI વેબસાઇટના સંબંધિત ભાગોને નેવિગેટ કરી શકે છે.

3. વિવિધ ઇન્ફોગ્રાફિક્સને સંદર્ભ તરીકે પ્રદાન કરાયા છે અને ડેટાને સમજવામાં સરળ છે.

4. GE 2024ના વિવિધ તબક્કાઓ માટે અનુસૂચિઓ રેડી રેકનર તરીકે પ્રદાન કરવામાં આવી છે.

5. ECI સૂચનાઓ વિશે અપડેટ રીઅલ ટાઇમ આધારે અપલોડ કરવામાં આવે છે.

6. સરળ અભિગમ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના ECI અધિકારીઓ સહિતની માહિતી આપવામાં આવી છે.

7. મીડિયા માર્ગદર્શિકા સહિતની સૂચનાઓનું ECI સંકલન સહેલાઈથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

8. મીડિયાકર્મીઓને તાજેતરની ઘટનાઓથી માહિતગાર રાખવામાં આવશે.

 

AP/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2016433) Visitor Counter : 219