પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમ નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પીએમ પ્રવિંદ જગનાથ 29મી ફેબ્રુઆરીના રોજ મોરેશિયસના અગાલેગા ટાપુ ખાતે નવી એરસ્ટ્રીપ અને એક જેટીનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે


અગાલેગા ટાપુ ખાતે છ સામુદાયિક વિકાસ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે

પ્રોજેક્ટ્સ મુખ્ય ભૂમિ મોરેશિયસ સાથે અગાલેગાની કનેક્ટિવિટી મજબૂત કરશે અને દરિયાઈ સુરક્ષાને મજબૂત કરશે

Posted On: 27 FEB 2024 6:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિંદ જગનાથ, 29 ફેબ્રુઆરી 2024 ના રોજ બપોરે 1 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરેશિયસના અગાલેગા ટાપુ ખાતે છ સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સ સાથે નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટીનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે.

આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન એ ભારત અને મોરેશિયસ વચ્ચેની મજબૂત અને દાયકાઓ જૂની વિકાસ ભાગીદારીનો પુરાવો છે. આ પ્રોજેક્ટ્સ મેઇનલેન્ડ મોરેશિયસ અને અગાલેગા વચ્ચે બહેતર જોડાણની માંગને પૂર્ણ કરશે, દરિયાઈ સુરક્ષાને મજબૂત કરશે અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.

આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન મહત્વપૂર્ણ છે કારણ કે તે 12 ફેબ્રુઆરી 2024ના રોજ બંને નેતાઓ દ્વારા મોરિશિયસમાં UPI અને RuPay કાર્ડ સેવાઓના તાજેતરના લોંચને અનુસરે છે.

AP/GP/JD(Release ID: 2009546) Visitor Counter : 67