પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શ્રી મનોહર જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
23 FEB 2024 11:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શ્રી મનોહર જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી જોશી 2002 થી 2004 સુધી લોકસભાના સ્પીકર પણ હતા. શ્રી મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શ્રી મનોહર જોશીએ રાજ્યની પ્રગતિ માટે અથાક મહેનત કરી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકસભા અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, શ્રી જોશીએ આપણી સંસદીય પ્રક્રિયાઓને વધુ ગતિશીલ અને સહભાગી બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“શ્રી મનોહર જોશીજીના નિધનથી વ્યથિત છું. તેઓ એક પીઢ નેતા હતા જેમણે જાહેર સેવામાં વર્ષો વિતાવ્યા હતા અને મ્યુનિસિપલ, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. મહારાષ્ટ્રના સીએમ તરીકે તેમણે રાજ્યની પ્રગતિ માટે અથાક મહેનત કરી હતી. તેમણે કેન્દ્રીય મંત્રી તરીકે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. લોકસભા અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે આપણી સંસદીય પ્રક્રિયાઓને વધુ ગતિશીલ અને સહભાગી બનાવવાનો પ્રયાસ કર્યો. મનોહર જોશીજીને ધારાસભ્ય તરીકેના તેમના ખંત માટે પણ યાદ કરવામાં આવશે, જેમને ચારેય વિધાનસભામાં સેવા આપવાનું સન્માન મળ્યું હતું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2008262)
आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam