પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાષ્ટ્રપતિનું સંબોધન આગામી વર્ષોમાં વધુ વિકાસશીલ ભારતના વિઝનને પ્રકાશિત કરે છે: પ્રધાનમંત્રી

Posted On: 31 JAN 2024 5:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના આજના સંબોધનમાં 140 કરોડ ભારતીયોની સામૂહિક શક્તિને ઉજાગર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

"બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિજીના 140 કરોડ ભારતીયોની સામૂહિક શક્તિને પ્રકાશિત કરતા વ્યાપક અને આંતરદૃષ્ટિપૂર્ણ સંબોધન સાથે થઈ હતી, જે આપણા રાષ્ટ્રે હાંસલ કરેલ સિદ્ધિઓની શ્રેણીમાં જોવા મળે છે. આ સંબોધનમાં આવનારા વર્ષોમાં વધુ વિકાસશીલ ભારતના વિઝનને પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું."

CB/JD(Release ID: 2000902) Visitor Counter : 89