પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતના હવામાન વિભાગના 150 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી

Posted On: 15 JAN 2024 6:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આપણા રાષ્ટ્ર માટે ભારતીય હવામાન વિભાગની અસાધારણ સેવાને બિરદાવી હતી. આજે વિભાગે સેવાના 150 વર્ષ પૂર્ણ કર્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આજે અમે ભારતના હવામાન વિભાગની આપણા રાષ્ટ્ર માટે અસાધારણ સેવાના 150 વર્ષ ઉજવીએ છીએ. આગવા હવામાનની આગાહીથી લઈને આબોહવા સંશોધનને આગળ વધારવા સુધી, IMD એ જીવનની સુરક્ષા અને પર્યાવરણ વિશેની અમારી સમજને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે."

YP/JD


(Release ID: 1996343) Visitor Counter : 138