પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બેંગકોકમાં પેરા એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન માટે ભારતીય પેરા તીરંદાજી ટીમને અભિનંદન પાઠવ્યા

Posted On: 23 NOV 2023 10:58AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પેરા તીરંદાજી ટીમને બેંગકોકમાં પેરા એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

બેંગકોકમાં પેરા એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક વિજય!

અસાધારણ ભારતીય પેરા તીરંદાજી ટીમને તેમના શાનદાર પ્રદર્શન માટે, ઈતિહાસના પુસ્તકોમાં તેમનું નામ અંકિત કરવા બદલ અભિનંદન!

આ ટુકડી 4 ગોલ્ડ મેડલ સહિત કુલ 9 મેડલ સાથે ચેમ્પિયનશીપમાં તેમના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે ચમકી રહી છે.

દરેક રમતવીરને તેમના યોગદાન માટે અભિનંદન. તેઓ હંમેશા આપણને ગર્વ અપાવતા રહે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1979018) Visitor Counter : 150