પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી 1 નવેમ્બરના રોજ સંયુક્તપણે ત્રણ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે


આ ત્રણ પરિયોજનાઓનો અમલ ભારતની સહાયથી કરવામાં આવ્યો છે

ત્રણ પ્રોજેક્ટ્સ છે અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિન્ક; ખુલ્ના - મોંગલા પોર્ટ રેલ લાઇન; અને મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના યુનિટ - II

વિવિધ પ્રોજેક્ટો આ વિસ્તારમાં કનેક્ટિવિટી અને ઊર્જા સુરક્ષાને મજબૂત કરશે

Posted On: 31 OCT 2023 5:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના 1 નવેમ્બર, 2023નાં રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંયુક્તપણે ત્રણ ભારતીય સહાયિત વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે. આ ત્રણ પરિયોજનાઓમાં અખૌરા-અગરતલા ક્રોસ બોર્ડર રેલ લિન્ક સામેલ છે. ખુલ્ના - મોંગલા પોર્ટ રેલ લાઇન; અને મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના યુનિટ - II.

અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિન્ક પ્રોજેક્ટ ભારત સરકાર હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં બાંગ્લાદેશને રૂ. 392.52 કરોડની સહાય આપવામાં આવી છે. બાંગ્લાદેશમાં 6.78 કિલોમીટરની ડ્યુઅલ ગેજ રેલ લાઇન સાથે રેલવે લિન્કની લંબાઈ 12.24 કિમી અને ત્રિપુરામાં 5.46 કિમી છે.

ખુલ્ના-મોંગલા પોર્ટ રેલ લાઇન પ્રોજેક્ટનો કુલ ખર્ચ 388.92 મિલિયન ડોલર સાથે ભારત સરકાર કન્સેશનલ લાઇન ઑફ ક્રેડિટ હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં મોંગલા બંદર અને ખુલ્નામાં હાલના રેલ નેટવર્ક વચ્ચે આશરે ૬૫ કિલોમીટરના બ્રોડગેજ રેલ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું બંદર મોંગલા બ્રોડગેજ રેલવે નેટવર્ક સાથે જોડાઈ જાય છે.

ઇન્ડિયન કન્સેશનલ ફાઇનાન્સિંગ સ્કીમની 1.6 અબજ ડોલરની લોન હેઠળ મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ 1320 મેગાવોટ (2x660) સુપર થર્મલ પાવર પ્લાન્ટ (એમએસટીપીપી) છે, જે બાંગ્લાદેશના ખુલ્ના ડિવિઝનમાં રામપાલમાં સ્થિત છે. આ પ્રોજેક્ટ બાંગ્લાદેશ-ઇન્ડિયા ફ્રેન્ડશિપ પાવર કંપની (પ્રાઇવેટ) લિમિટેડ (બીઆઇએફપીસીએલ) દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે, જે ભારતની એનટીપીસી લિમિટેડ અને બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (બીપીડીબી) વચ્ચે 50:50ની સંયુક્ત સાહસ કંપની છે. મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના યુનિટ-1નું અનાવરણ બંને પ્રધાનમંત્રીઓએ સપ્ટેમ્બર, 2022માં સંયુક્તપણે કર્યું હતું અને યુનિટ-2નું ઉદઘાટન 1 નવેમ્બર, 2023ના રોજ કરવામાં આવશે. મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટ કાર્યરત થવાથી બાંગ્લાદેશમાં ઊર્જા સુરક્ષામાં વધારો થશે.

આ પ્રોજેક્ટ્સ આ વિસ્તારમાં કનેક્ટિવિટી અને ઊર્જા સુરક્ષાને મજબૂત કરશે.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1973411) Visitor Counter : 121