પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં સુવર્ણ જીતવા બદલ સુહાસ એલ યથિરાજને અભિનંદન પાઠવ્યા

Posted On: 27 OCT 2023 7:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL-4 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સુહાસ એલ યથિરાજને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"સુહાસ એલ યથિરાજને એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL-4માં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન! તેણે અપ્રતિમ સમર્પણ અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે. આ સિદ્ધિ તેની અવિરત ડ્રાઇવ અને જુસ્સાને સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1972347) Visitor Counter : 76