પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની લાંબી કૂદ-T64માં સુવર્ણ જીતવા બદલ ધર્મરાજ સોલાઈરાજને અભિનંદન પાઠવ્યા

Posted On: 27 OCT 2023 6:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની લાંબી કૂદ-T64 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ ધર્મરાજ સોલૈરાજને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ધર્મરાજ સોલૈરાજને તેની સુવર્ણ છલાંગ માટે અને એશિયન પેરા ગેમ્સમાં મેન્સ લોંગ જમ્પ-T64 માં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન. ભારત ઉત્સાહિત છે. તેણે ઇતિહાસ રચ્યો છે અને રાષ્ટ્રને પ્રેરણા આપી છે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1972323) Visitor Counter : 84