પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ LA ઓલિમ્પિક્સ 2028માં ક્રિકેટના સમાવેશનું સ્વાગત કર્યું

Posted On: 16 OCT 2023 8:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સ 2028માં બેઝબોલ-સોફ્ટબોલ, ક્રિકેટ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વોશના સમાવેશને આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે ક્રિકેટનો સમાવેશ આ અદ્ભુત રમતની વૈશ્વિક લોકપ્રિયતામાં વધારો દર્શાવે છે.

પ્રધાનમંત્રી શ્રી પોસ્ટ કર્યું હતું

બેઝબોલ-સોફ્ટબોલ, ક્રિકેટ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વોશ @LA28માં દર્શાવવામાં આવશે તે અંગે સંપૂર્ણ આનંદ થયો. ખેલૈયાઓ માટે આ એક સારા સમાચાર છે. ક્રિકેટ પ્રેમી રાષ્ટ્ર તરીકે, અમે ખાસ કરીને ક્રિકેટના સમાવેશને આવકારીએ છીએ, જે આ અદ્ભુત રમતની વધતી જતી વૈશ્વિક લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે.

CB/GP/JD



(Release ID: 1968239) Visitor Counter : 135