પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરેલી ઘોષણાઓના આધારે યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી


મહિલાઓ પર વિશેષ ધ્યાન: ડ્રોન વડે 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાથી લઈને 15,000 મહિલા સ્વસહાય જૂથોને સશક્ત બનાવવા સુધીની યોજનાઓની ચર્ચા થઈ

જન ઔષધિ સ્ટોર્સના કવરેજને 10,000થી 25,000 સુધી ઝડપથી વિસ્તરણ કરવાની યોજના પણ કાર્યરત

Posted On: 10 OCT 2023 7:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણના આધારે અમલમાં મુકવામાં આવનારી યોજનાઓની પ્રગતિની ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રીએ 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાની એટલે કે 2 કરોડ મહિલાઓને SHG અથવા આંગણવાડીઓમાં લખપતિ બનાવવાની વાત કરી હતી. તેમણે આ લક્ષ્‍યાંક હાંસલ કરવા માટે આયોજિત વિવિધ આજીવિકા હસ્તક્ષેપનો સ્ટોક લીધો હતો.

તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં, પ્રધાનમંત્રીએ 15,000 મહિલા સ્વ-સહાય જૂથોને કૃષિ અને સંબંધિત હેતુઓ માટે ડ્રોનથી સજ્જ કરવાની વાત કરી હતી. પીએમને આને અમલમાં મૂકવાની યોજનાઓની ઝાંખી આપવામાં આવી હતી, જેમાં મહિલા સ્વસહાય જૂથોની તાલીમથી લઈને પ્રવૃત્તિ પર દેખરેખનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ પોસાય તેવી દવાઓની પહોંચ વધારવા માટે ભારતમાં જન ઔષધિ સ્ટોરની સંખ્યા 10,000થી 25,000 સુધી લઈ જવાની વાત પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આ વિસ્તરણ માટે અમલીકરણ વ્યૂહરચનાની સમીક્ષા કરી.

CB/GP/JD



(Release ID: 1966462) Visitor Counter : 149