પોસ્ટેડ ઓન:
05 OCT 2023 9:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીપિકા પલ્લીકલ અને હરિન્દર પાલ સંધુને એશિયન ગેમ્સમાં સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યુઃ
"એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ આપણી સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સ ટીમને અભિનંદન. @DipikaPallikal અને @sandhu_harinderને આ અસાધારણ જીત માટે અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી તેમને શુભેચ્છાઓ."
CB/GP/JD