મંત્રીમંડળ
મંત્રીમંડળે આંતર રાજ્ય નદી જળ વિવાદ (ISRWD) ધારા, 1956 હેઠળ ક્રિષ્ના જળ વિવાદ ટ્રિબ્યુનલ - IIને સંદર્ભની શરતો – તેલંગાણા રાજ્યની વિનંતીને મંજૂરી આપી
Posted On:
04 OCT 2023 4:08PM by PIB Ahmedabad
- શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ISRWD કાયદાની કલમ 5(1) હેઠળ હાલની ક્રિષ્ના વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ - II (કેડબલ્યુડીટી -II)ને તેલંગાણા અને આંધ્રપ્રદેશ (એપી) વચ્ચે તેના ચુકાદા માટે વધુ સંદર્ભની શરતો (ટીઓઆર) ઇશ્યૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ કાનૂની અભિપ્રાય પ્રાપ્ત કરવા પર આધારિત છે અને તેલંગાણા સરકાર (જીઓટી) દ્વારા આંતર રાજ્ય નદી જળ વિવાદો (ISRWD) અધિનિયમ, 1956 ની કલમ (3) હેઠળ તેમની ફરિયાદમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે.
કૃષ્ણા નદીના પાણીના ઉપયોગ, વિતરણ અથવા નિયંત્રણ અંગેના બંને રાજ્યો વચ્ચેના વિવાદના નિરાકરણથી તેલંગાણા અને આંધ્રપ્રદેશ બંને રાજ્યોમાં વિકાસના નવા માર્ગો ખુલશે અને આ બંને રાજ્યોના લોકો માટે ફાયદાકારક રહેશે, જેથી આપણા દેશના નિર્માણમાં મદદ મળશે.
કૃષ્ણા જળ વિવાદ ટ્રિબ્યુનલ-2ની રચના કેન્દ્ર સરકારે 02.04.2004ના રોજ આઈએસઆઈઆરડબલ્યુડી ધારા, 1956ની કલમ 3 હેઠળ પક્ષીય રાજ્યો દ્વારા કરવામાં આવેલી વિનંતીઓ પર કરી હતી. ત્યારબાદ 02-06-2014ના રોજ ભારત સંઘના રાજ્ય તરીકે તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું. આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ (એપીઆરએ), 2014ની કલમ 89 મુજબ, એપીઆરએ, 2014ની ઉપરોક્ત કલમની કલમો (એ) અને (બી)નું સમાધાન કરવા માટે કેડબલ્યુડીટી-IIનો સમયગાળો લંબાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેલંગાણા સરકારે 14.07.2014ના રોજ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય (એમઓજેએસ)ના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર વિભાગ (ડીઓડબલ્યુઆર, આરડી એન્ડ જીઆર)ને કૃષ્ણા નદીના પાણીના ઉપયોગ, વિતરણ અને નિયંત્રણ અંગેના વિવાદનો ઉલ્લેખ કરીને એક ફરિયાદ મોકલી હતી. આ મામલે ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં માનનીય સુપ્રીમ કોર્ટ (એસસી)માં એક રિટ પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2018માં ભારત સરકારે ડીઓડબલ્યુઆર, આરડી એન્ડ જીઆર, એમઓજેએસને વિનંતી કરી હતી કે, તેઓ ફક્ત તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે સંદર્ભનો અવકાશ મર્યાદિત રાખીને આ ફરિયાદને હાલનાં કેડબલ્યુડીટી-2ને સુપરત કરે. બાદમાં માનનીય પ્રધાન (જલ શક્તિ) હેઠળ યોજાયેલી 2020 માં બીજી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. સર્વોચ્ચ પરિષદની બીજી બેઠક દરમિયાન ચર્ચા થયા મુજબ, જીઓટીએ 2021માં ઉપરોક્ત રિટ પિટિશન પાછી ખેંચી લીધી હતી અને ત્યારબાદ, આ મામલે ડીઓડબ્લ્યુઆર, આરડી અને જીઆર દ્વારા કાયદા અને ન્યાય મંત્રાલય (એમઓએલ એન્ડ જે)નો કાનૂની અભિપ્રાય માંગવામાં આવ્યો હતો.
CB/GP/JD
(Release ID: 1964120)
Visitor Counter : 165
Read this release in:
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada