પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગેસના ભાવમાં ઘટાડાથી આપણી બહેનો માટે જીવન સરળતામાં વધારો થશેઃ પ્રધાનમંત્રી શ્રી


પ્રધાનમંત્રીએ તમામ LPG ગ્રાહકો માટે LPG સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટાડવાનું સાહસિક પગલું ભર્યું

Posted On: 29 AUG 2023 6:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ એલપીજી ગ્રાહકો એટલે કે 33 કરોડ કનેક્શન માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

શ્રી મોદીએ કહ્યું કે રક્ષાબંધનનો તહેવાર આપણા પરિવારમાં ખુશીઓ વધારવાનો દિવસ છે.

પીએમ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને તેમના ખાતામાં ₹200/સિલિન્ડરની સબસિડી મળવાનું ચાલુ રહેશે.

સરકારે 75 લાખ વધારાના PM ઉજ્જવલા કનેક્શનને પણ મંજૂરી આપી છે, જે કુલ PMUY લાભાર્થીઓને 10.35 કરોડ સુધી લઈ જશે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીના એક્સ થ્રેડનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યુ;

रक्षाबंधन का पर्व अपने परिवार में खुशियां बढ़ाने का दिन होता है। गैस की कीमतों में कटौती होने से मेरे परिवार की बहनों की सहूलियत बढ़ेगी और उनका जीवन और आसान होगा। मेरी हर बहन खुश रहे, स्वस्थ रहे, सुखी रहे, ईश्वर से यही कामना है।”

વધુ વિગતો અહીં જોઈ શકાશેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1953241

CB/GP/JD



(Release ID: 1953313) Visitor Counter : 190