માહિતી અને પ્રસારણ મંત્રાલય

સરકાર 'પાઇ પાઇ સે ગરીબ કી ભલાઇ'ની નીતિ સાથે કામ કરી રહી છે: કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ


શ્રી અશ્વિની વૈષ્ણવે નેશનલ કૉન્ક્લેવ: 9 સાલ- સેવા, સુશાસન, ગરીબ કલ્યાણનું ઉદ્‌ઘાટન કર્યું

ભારત 9 વર્ષમાં ફ્રેજાઈલ ફાઈવમાંથી ટોપ ફાઈવમાં આવી ગયું છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર

પીએમ મોદીએ તિરંગાને દુનિયાનો સૌથી મજબૂત ઝંડો બનાવી દીધો છે: શ્રી ઠાકુર

Posted On: 27 MAY 2023 4:33PM by PIB Ahmedabad

કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે નેશનલ કૉન્ક્લેવ: 9 સાલ-સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ’નું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન, માહિતી અને પ્રસારણ સચિવ શ્રી અપૂર્વચંદ્ર અને પ્રસાર ભારતીના સીઇઓ શ્રી ગૌરવ દ્વિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે વર્ષ 2014 અગાઉની સરકારોની કામગીરીને ધ્યાનમાં રાખીને તુલનાત્મક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉનાં શાસનના પ્રયાસો કૌભાંડોનો પર્યાય બની ગયા હતા, ત્યારે વર્તમાન સરકાર 'પાઇ પાઇ સે ગરીબ કી ભલાઇ' (ગરીબોના લાભ માટે એક-એક પૈસો)ની નીતિ સાથે કામ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, જે રીતે ગરીબો અને નિરાધાર લોકોને મુખ્ય આધારસ્તંભ તરીકે રાખીને યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે, તેમાં આ બાબત પ્રતિબિંબિત થાય છે.

મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઘરની માલિકી ધરાવવી એ એક એવું પરિબળ છે, જે ગરીબ વ્યક્તિનાં જીવનમાં પરિવર્તન લાવે છે. આ માટે આજે પીએમ આવાસ યોજના હેઠળ દેશમાં 3.5 કરોડ આવાસોનું નિર્માણ થયું છે, જે ગરીબોનાં જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવી રહ્યું છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દરેક ઘરને પાઇપ દ્વારા પાણીનાં જોડાણ સાથે જોડવાનો વિચાર હંમેશાં એક એવું જંગી કાર્ય ગણવામાં આવતું, જેનો ક્યારેય પ્રયાસ નથી થયો નથી સિદ્ધ થયું. તેમણે ઉમેર્યું હતું કે, પરંતુ પ્રધાનમંત્રીએ તેને એક પડકાર તરીકે લીધું અને અત્યારે 12 કરોડ લોકો પાણીનાં જોડાણો ધરાવે છે. આ સાથે જ તેમણે કહ્યું કે, સરકારે પરંપરાગત ચુલાઓ સમાન વિડંબણાનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે અને 9.6 કરોડ પરિવારોને ગેસ સિલિન્ડર પ્રદાન કર્યા છે.

તેમણે વધુમાં જરૂરિયાતમંદ લોકો માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, જ્યારે વિશ્વ કોવિડ19 મહામારીની મુશ્કેલીઓ સામે લડવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે સરકારે 80 કરોડ લોકોને મફત રાશન લાવવા માટે મોટા પાયે લોજિસ્ટિક પડકારોને પાર કર્યા હતા. સ્વતંત્રતા દિવસનાં ભાષણો દરમિયાન કોઈ પણ સરકારે શૌચાલયો જેવી મૂળભૂત માનવીય જરૂરિયાતો વિશે વાત કરી નથી, જે સર્વસમાવેશક વિકાસના સૂચક છે. પરંતુ પીએમ મોદીએ લાલ કિલ્લાથી પોતાનાં ભાષણમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાની વાત કહી હતી. જેનાં કારણે આજે ૧૧.૭૨ કરોડ શૌચાલયોનાં નિર્માણ સાથે મહિલા સુરક્ષા અને સ્વચ્છતા ક્ષેત્રે ક્રાંતિ આવી છે.

શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, અત્યારે ભારત આયુષ્માન ભારત અંતર્ગત વિશ્વનો સૌથી મોટો હેલ્થકેર વીમા પ્રોગ્રામ ચલાવે છે, જેણે જરૂરિયાતમંદો માટે રૂ. પાંચ લાખ સુધીની નિઃશુલ્ક દવાની વ્યવસ્થા ઊભી કરી છે, જે કુલ કવરેજ અમેરિકા અને રશિયાની સંયુક્ત વસતિ કરતાં વધારે છે.

શ્રી વૈષ્ણવે સામાજિક ન્યાયને તુષ્ટિકરણથી દૂર કરીને અને સશક્તીકરણ તરફ લઈ જઈને નવી પરિભાષા તૈયાર કરવાનો શ્રેય પ્રધાનમંત્રીને આપ્યો હતો.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્થાનિક માળખાગત સુવિધાઓમાં વર્ષ 2014થી અભૂતપૂર્વ સુધારો જોવા મળ્યો છે, જે અગાઉ અગાઉ યોગ્ય માનસિકતા અને વિચારપ્રક્રિયાના અભાવને કારણે મોટા ભાગે ખૂટતો હતો. તેમણે 9 વર્ષમાં 74 એરપોર્ટ્સની રચનાનો ઉલ્લેખ કર્યો હતો, જે વર્ષ 2014 સુધીમાં ઊભી થયેલી સંખ્યા સાથે મેળ ખાતો આંકડો છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યાં આઝાદી પછી 91,000 કિલોમીટરની લંબાઈ ધરાવતા માર્ગોનું નિર્માણ થયું, ત્યાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં આશરે 54,000 કિલોમીટરનાં માર્ગોનું નિર્માણ થયું છે. ભારત વર્ષ 2014 સુધી જળમાર્ગો જ ન હતા ત્યાંથી આજે 111 જળમાર્ગો ધરાવતું છે અને ભારતનાં રેલવે સ્ટેશનોમાં એરપોર્ટ જેવી વૈશ્વિક કક્ષાની સુવિધાઓ છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત લાંબા સમયથી વિશ્વ આર્થિક ક્રમાંકમાં પાછળ રહ્યું હતું, પણ અત્યારે ભારત પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત આગામી બે વર્ષમાં ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને બીજા છ વર્ષમાં ત્રીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે અગ્રેસર છે.

મંત્રીશ્રીએ રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે સરકારની દ્રઢ કટિબદ્ધતા વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જ્યારે ભારત મોટી આતંકવાદી પ્રવૃત્તિઓનો ભોગ બન્યું હતું, ત્યારે આજે દેશ પાસે આ પ્રકારનાં હુમલાઓનો જવાબ આપવાનાં સાધનો અને ઇચ્છા છે.      

શ્રી અનુરાગ ઠાકુરે આ સંમેલનમાં ઉપસ્થિત શ્રોતાગણને સંબોધતા જણાવ્યું હતું કે, છેલ્લાં નવ વર્ષમાં ભારતના સામાન્ય નાગરિકોનાં જીવનમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું છે અને સરકારની ઉપલબ્ધિઓ લોકોની અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે. તેમણે આ બાબતનું ઉદાહરણ આપતાં વધુમાં ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં જ્યાં ભારત ભ્રષ્ટાચારથી ખદબદતું નબળું અને અસ્તવ્યસ્ત અર્થતંત્ર હતું, ત્યાં આજે તેણે ફ્રેગાઇલ ફાઇવ (નાજુક પાંચ)થી ટોપ ફાઇવ (વિશ્વની ટોચની પાંચ) અર્થવ્યવસ્થાઓ સુધીનું અંતર કાપી નાખ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓનો લાભ ભૂતકાળમાં માત્ર ગણ્યાગાંઠ્યા સુધી જ પહોંચતો હતો, ત્યારે સરકાર આજે અંત્યોદયનાં સૂત્ર સાથે કામ કરે છે, જ્યાં કતારના છેડે ઉભેલા છેવાડાના માનવીનાં ઉત્થાન માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, આમાં અમારા પ્રયાસોનું રહસ્ય છુપાયેલું છે, જેણે 27 ટકા લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. સેવાની ભાવના, મોટા વિચારો, સુશાસન, ટેક્નૉલોજીનો ઉમેરો, અને ડિલિવરી મિકેનિઝમમાં પારદર્શિતા અને જવાબદારીનું નિર્માણ, આ બધી બાબતો જાહેર સેવાઓને છેવાડાના માઈલ સુધી પહોંચાડવાની ખાતરી કરવામાં લાગી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર વસાહતી ભૂતકાળનો વારસો દૂર કરવામાં તથા આધુનિક અને સ્થાનિક પ્રતીકો અપનાવવામાં દ્રઢ છે. આ બાબત કર્તવ્ય પથની રચનામાં સ્પષ્ટ છે અને નવી સંસદમાં તે સ્પષ્ટ થશે.

મંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ દેશનાં ભવિષ્યને આકાર આપવામાં યુવાનોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ માટે મંત્રીશ્રીએ યુવાનોને એક એવા સિમાચિહ્ન હાંસલ કરવાનો શ્રેય આપ્યો હતો, જેમાં ભારત અત્યારે લગભગ એક લાખ સ્ટાર્ટઅપ્સ અને 100થી વધારે યુનિકોર્નનું ગૌરવ લઈ શકે છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, એક તરફ દેશે પ્રધાનમંત્રીની હર ઘર તિરંગાની હાકલનો જવાબ આપ્યો હતો, ત્યારે ઓપરેશન ગંગા દરમિયાન સંઘર્ષગ્રસ્ત વિસ્તારમાંથી બહાર નીકળવા માટે અન્ય દેશોના વિદ્યાર્થીઓ દ્વારા આ જ ત્રિરંગાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સર્વેક્ષણોએ તેમને સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા છે, ત્યારે શ્રી ઠાકુરે કહ્યું હતું કે તેમણે હકીકતમાં તિરંગાને વિશ્વનો સૌથી મજબૂત ધ્વજ બનાવ્યો છે.

સચિવ શ્રી અપૂર્વચંદ્રએ દિવસ દરમિયાન વિવિધ વિષયોનાં સત્રો માટે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે સમાજના વિવિધ વર્ગના પ્રેક્ષકોને પણ આવકાર્યા હતા.

સરકારનાં 9 વર્ષ પર આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં ઉદ્‌ઘાટન સત્ર પછી ત્રણ વિષયોનાં સત્રો અને સમાપન સત્રનો સમાવેશ થાય છે.

વરિષ્ઠ પત્રકાર શ્રી નીતિન ગોખલેનાં સંચાલન હેઠળનું સત્ર 1 "ઇન્ડિયાઃ સર્જિંગ અહેડ"- આ બેઠકમાં ભાગ લેશે

  • સુનિલ ભારતી મિત્તલ, સ્થાપક અને ચેરમેન, ભારતી એન્ટરપ્રાઈઝીસ
  • સંગીતા રેડ્ડી, એપોલો હૉસ્પિટલનાં જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર
  • દેબજાની ઘોષ, નાસકોમનાં પ્રમુખ
  • સુરજીત ભલ્લા, ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, ભારત
  • સૌમ્ય કાંતિ ઘોષ, ગ્રૂપ ચીફ ઈકોનોમિક એડવાઇઝર, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા
  • દીપા સયાલ, પ્રમુખ અને પેટ્રોન ઇન ચીફ, આઇડબલ્યુઆઇએલ ઇન્ડિયા

 

સત્ર 2: જન જન કા વિશ્વાસ, સંચાલન પત્રકાર રિચા અનિરુદ્ધ દ્વારા, એમાં ભાગ લેશે

 

  • નવાઝુદ્દીન સિદ્દિકી, અભિનેતા
  • સિંથિયા મેકકેફ્રી, ભારતમાં યુનિસેફના પ્રતિનિધિ
  • કિરણ મજમૂદાર શૉ, એક્ઝિક્યુટિવ ચેરપર્સન, બાયોકોન લિમિટેડ (વીડિયો સંદેશ)
  • પદ્મશ્રી શ્રી શાંતિ ટેરેસા લક્રા, નર્સ
  • નિખત ઝરીન, બૉક્સર
  • અનિલ પ્રકાશ જોશી, પર્યાવરણવિદ દિવ્યા જૈન, શીખોના સહ-સ્થાપક

 

સત્ર 3: યુવા શક્તિ: ગેલ્વેનાઇઝિંગ ઇન્ડિયાનું સંચાલન રૌનાક, રેડિયો જૉકી, રેડ એફએમ દ્વારા નીચે મુજબના પેનલિસ્ટ્સ સાથે

  • રિતેશ અગ્રવાલ, સીઈઓ, ઓયો રૂમ્સ રિષભ શેટ્ટી, અભિનેતા
  • •અમન અલી બંગાશ, સંગીતકાર
  • વિરેન રાસ્ક્વિના, ભૂતપૂર્વ ભારતીય હૉકી કેપ્ટન
  • યશોધરા બજોરિયા, ડાયરેક્ટર, એસ્પ્રેસો ટેક્નૉલોજીસ
  • અખિલ કુમાર, બૉક્સર

YP/GP/JD



(Release ID: 1927781) Visitor Counter : 187