માહિતી અને પ્રસારણ મંત્રાલય

છેલ્લાં નવ વર્ષ દરમિયાન સરકારી નીતિઓએ કેવી રીતે યુવા સશક્તિકરણ દ્વારા ભારતને પ્રોત્સાહન આપ્યું છે એના પર ચર્ચા કરવા રાષ્ટ્રીય સંમેલન યોજાયું

Posted On: 27 MAY 2023 5:46PM by PIB Ahmedabad

છેલ્લાં નવ વર્ષ દરમિયાન સરકારી નીતિઓ અને કાર્યક્રમોએ યુવા પેઢીના સશક્તિકરણમાં કેવી રીતે પ્રદાન કર્યું છે એ મુદ્દા પર ચર્ચા કરવા યુવા શક્તિઃ ગેલ્વેનાઇઝિંગ ઇન્ડિયા શીર્ષક ધરાવતા સત્રમાં નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે સમાજના વિવિધ વર્ગના વિવિધ નાગરિકો એકમંચ પર આવ્યાં હતાં. રાષ્ટ્રીય સંમલેનઃ 9 વર્ષ – સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ પરિષદના સત્રનું આયોજન પ્રસાર ભારતીએ કર્યું હતું. પેનલિસ્ટોમાં યશોધરા, બજોરિયા, ડિરેક્ટર, એસ્પ્રેસ્સો ટેકનોલોજીસ; રિતેશ અગ્રવાલ, સીઇઓ, ઓયો રુમ્સ; વિરેન રાસ્ક્વિન્હા, ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન; બોક્સર અખિલ કુમાર; સંગીતકાર અમાન અલી બંગાશ; અને અભિનેતા રિષભ શેટ્ટી સામેલ હતા. સત્રનું સંચાલન રેડ એફના રેડિયો જૉકી રૌનાકે કર્યું હતું.

સરકાર ઉદ્યોગસાહસિકો માટે સંસ્થાગત ટેકો આપવા માટે શ્રેયને પાત્ર છે

એસ્પ્રેસ્સો ટેકનોલોજીસના ડિરેક્ટર યશોધરા બજોરિયાએ કહ્યું હતું કે, સ્ટેન્ડ અપ ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ન્ડિયા જેવી યોજનાઓએ ઉદ્યોગસાહસિકોનું સશક્તિકરણ કરવા મોટી ભૂમિકા ભજવી છે. તેમણે એક મહિલા ખેડૂતનું ઉદાહરણ ટાંક્યું હતું, જે અત્યારે તેનું ઉત્પાદન બજારમાં વેચાણ કરવા સક્ષમ છે, જે માટે સરકારનું ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ જવાબદાર છે. તેમણે કહ્યું હતું કે, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ અને સ્વંય-સહાય જૂથો ખેડૂતોને પાયાના સ્તરે ટેકો આપે છે અને અંતરિયાળ વિસ્તારોમાં લોકોને પણ મદદ કરે છે. સરકાર લોકોને આ પ્રકારનો ટેકો આપવા તેનું સંસ્થાગત સ્વરૂપ આપવા માટે પ્રશંસા અને શ્રેયને પાત્ર છે, જેથી નાનાં ઉદ્યોગસાહસિકોને હરિફાઈ કરવાની સમાન તક મળે છે.

આપણાં જીવનનો ભાગ બની ગયેલી સરકારની નીતિઓ વિવિધ ઇનોવેશન વિકસાવવા તરફ દોરી ગઈ છે

ઓયો રૂમ્સના સીઇઓ રિતેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલ આપણાં જીવનનો ભાગ બની ગયેલી વિવિધ સેવાઓ નવ વર્ષ અગાઉ અસ્તિત્વમાં નહોતી. તેમણે કહ્યું હતુ કે, ભારત સારી કામગીરી કરે છે, જે માટે યુવા પેઢી જવાબદાર છે, જેણે સ્ટાર્ટઅપ્સની વૃદ્ધિને વેગ આપ્યો છે. આપણો દેશ દુનિયામાં ચમકતો સિતારો બની ગયો છે.

સરકારે પાયાના સ્તરે રમતગમત ક્ષેત્રમાં માળખાગત સુવિધામાં રોકાણ કરવામાં સારી કામગીરી કરી છે

ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન વિરેન રાસ્ક્વિન્હાએ જણાવ્યું હતું કે, ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય પુરુષોની હોકી ટીમ માટે મહાન ક્ષણ હતી. તેમણે કહ્યું હતું કે, મારા માટે સૌથી મોટી ગાથા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય મહિલા હોકી ટીમનું પ્રદર્શન હતું, જેઓ આગળ આવી હતી અને ચંદ્રક મેળવવામાં છેલ્લી ઘડીએ ચૂકી ગઈ હતી. 2016 અને 2021 વચ્ચે પાયાના સ્તરે રમતગમતનું માળખું વિકસાવવા ઘણું રોકાણ થયું છે. અનેક પ્રકારના અવરોધો મહત્વપૂર્ણ રીતે દૂર થયા છે; રમતગમત ક્ષેત્રની માળખાગત સુવિધામાં ઘણો સુધારો થયો છે, છતાં આપણે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે. હોકી શારીરિક ક્ષમતા ધરાવતી રમત બની ગઈ છે, આપણે હંમેશા કૌશલ્યમાં વિશ્વના શ્રેષ્ઠ દેશોને સમકક્ષ ગણી શકીએ, આપણે આ ક્ષેત્રમાં ફિટનેસ અને ક્ષમતાનો સંઘર્ષ કર્યો છે. આ એક વિસ્તાર છે, જેમાં અમે મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. પૂર્વ કેપ્ટને ઉમેર્યુ હતું કે, ઓલિમ્પિક્સમાં નાનાં ગામડાંઓમાંથી આવતી છોકરીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે અને લાખો યુવતીઓની આશા વધારી છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે પાયાના સ્તરે રોકાણમાં સારી કામગીરી કરી છે.

તેમણે કહ્યું હતું કે, ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાનાં વિચારો બે પરિવર્તનકારક પહેલો ધરાવે છે, જે રમતગમતની સંસ્કૃતિ અને રમતગમતના કોચના બે Csની જરૂરિયાતો પૂરી કરે છે. તેમણે વિશેષમાં ઉમેર્યું હતું કે, રમતગમતે મને જીવનમાં ઘણું શીખવ્યું છે, જે સૌથી મોટી બાબત છે અને રમતગમત આપણને પરાજયનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવાનું શીખવે છે તથા શીખવાનું અને પ્રદર્શન સુધારવાનું જાળવી રાખવા પ્રેરિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, જો આપણે વિજ્ઞાનના શિક્ષકની સમકક્ષ શારીરિક શિક્ષણના શિક્ષકનો દરજ્જો વધારી શકીએ, તો આપણે ખરેખર પરિવર્તન કરી શકીએ અને રમતગમત ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંકી શકીએ.

ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા જેવી યોજનાઓ સાથે ભારતીય રમતવીરોનું ભાવિ ઉજ્જવળ છે

બોક્સર અખિલ કુમારે જણાવ્યું હતું કે, જ્યારે પ્રધાનમંત્રી મોદી મુખ્ય ટૂર્નામેન્ટ અગાઉ રમતવીરોને મળે છે અને સંવાદ કરે છે, ત્યારે તેમની સાથેનો સંવાદ ખેલાડીઓને આંતરિક રીતે ઘણું પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું હતું કે, રમતગમતને પ્રોત્સાહન આપવા રમતગમતની સંસ્કૃતિ ઊભી કરવી આવશ્યક છે. તેમણે ફિટનેસ અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે રમતવીરોને નાણાકીય સહાયના મહત્વ પર ભાર પણ મૂક્યો હતો, જે તેમને તેમની નાણાકીય સ્થિતિ વિશે ચિંતા કર્યા વિના રમતો રમવા સક્ષમ બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેલો ઇન્ડિયા જેવી સશક્તિકરણ યોજનાઓ સાથે ભારતીય રમતવીરોનું ભાવિ ઉજ્જવળ છે.

નાનાં ગામડાં અને નગરોમાંથી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા સરકારે શ્રેષ્ઠ કામગીરી કરી છે

સંગીતકાર અમાન અલી બંગાશે કહ્યું હતું કે, સરકારે યુવા પેઢી માટે ઘણી કામગીરી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર નાનાં ગામડાંઓ અને નગરોમાંથી યુવા પેઢીની પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને ખીલવવા પ્રોત્સાહન આપે છે એ ખરેખર આનંદની બાબત છે. તેમણે જણાવ્યું હતું કે, આ ભારત માટે સારામાં સારો સમય છે તથા તમામ પ્રકારની કળા અને સંસ્કૃતિના સ્વરૂપો વિશે જાગૃતિમાં આવી છે.

પ્રધાનમંત્રીએ દુનિયાને ભારતની વિશિષ્ટ ગાથાઓ રજૂ કરવા ફિલ્મ નિર્માતાઓને જણાવ્યું

અભિનેતા રિષભ શેટ્ટીએ જણાવ્યું હતું કે, જાહેર જનતા સુધી પહોંચવા ફિલ્મ અતિ અસરકારક માધ્યમ છે. તેમણે કહ્યું હતું કે, અગાઉ ઘણી ફિલ્મોમાં આપણા દેશને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવ્યો છું. મારું માનવું છે કે, આપણા દેશને સકારાત્મક રીતે રજૂ કરવો મહત્વપૂર્ણ બાબત છે. આ મારો વિચાર છે કે આપણાં ગામડાઓની વિશિષ્ટ ગાથાઓ બહાર લાવવી જોઈએ, જે વિશિષ્ટ માન્યતાઓ, જીવનની રીતો, પરંપરાઓ અને ભોજનમાં પ્રતિંબિંબિત થવી જોઈએ. આ પ્રધાનમંત્રીનો ફિલ્મ ઉદ્યોગને આપેલો સંદેશ છે કે આપણી ભારતીય સંસ્કૃતિ અને ગાથાઓને દુનિયા સમક્ષ રજૂ કરવાની જરૂર છે.

YP/GP/JD(Release ID: 1927752) Visitor Counter : 196