પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સિલચર અને આસપાસના વિસ્તારોમાં 'ઇઝ ઑફ લિવિંગ' ને આગળ વધારી રહ્યા છે એવા વિકાસ કાર્યો પર ખુશી વ્યક્ત કરી
Posted On:
03 APR 2023 9:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિલચર અને આસપાસના વિસ્તારોમાં ‘ઇઝ ઑફ લિવિંગ’ને આગળ વધારતા વિકાસ કાર્યો પર ખુશી વ્યક્ત કરી છે.
એક ટ્વીટ થ્રેડમાં, સંસદ સભ્ય, ડૉ. રાજદીપ રોયે સિલચરની વિકાસ યાત્રા વિશે માહિતી આપી. તેમણે માહિતી આપી હતી કે શિક્ષણ, સ્વચ્છતા, આરોગ્યસંભાળ, પાણી પુરવઠો, પર્યાવરણ, પરિવહન, પરવડે તેવા આવાસની ઉપલબ્ધતા, સલામતી સુરક્ષા અને જાહેર સેવાઓ સહિત પ્રદેશની આર્થિક ક્ષમતાની સાથે જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે. તેમણે CGHS વેલનેસ સેન્ટર, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY), પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) અને અન્ય વિકાસલક્ષી પહેલો વિશે પણ વાત કરી જે સિલ્ચર અને આસપાસના વિસ્તારોના લોકોના જીવનને વધુ સરળ બનાવે છે.
સંસદસભ્ય દ્વારા ટ્વીટ થ્રેડોના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આનંદ છે કે વિકાસના ફળો સિલચર અને આસપાસના વિસ્તારોમાં 'ઇઝ ઓફ લિવિંગ'ને આગળ વધારી રહ્યા છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1913197)
Visitor Counter : 194
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam