પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી એએમ અહમદીના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 03 MAR 2023 6:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી એએમ અહમદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

“ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી એએમ અહમદી જીના નિધનથી દુઃખી છું. વકીલ અને ન્યાયાધીશ તરીકે તેમની વિશિષ્ટ કારકિર્દી હતી. તેમણે આપણા ન્યાયતંત્રને વધુ અસરકારક બનાવવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.”

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1903982) મુલાકાતી સંખ્યા : 272