નાણા મંત્રાલય

યુનિયન બજેટ 2023-24ના મુખ્ય મુદ્દા


Posted On: 01 FEB 2023 1:35PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ કામગીરીના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે 01 ફેબ્રુઆરી, 2023ના રોજ સંસદમાં યુનિયન બજેટ 2023-24 રજૂ કર્યું હતું. આ બજેટની મુખ્ય બાબતો નીચે મુજબ છેઃ

ભાગ – અ

  • માથાદીઠ આવક લગભગ 9 વર્ષમાં બમણી થઈને રૂ. 1.97 થઈ ગઈ છે.
  • ભારતીય અર્થતંત્રનું કદ વધ્યું છે અને આ છેલ્લાં 9 વર્ષ દરમિયાન વિશ્વનાં 10મા સૌથી મોટા અર્થતંત્રમાંથી 5મું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે.
  • એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ – કર્મચારી ભવિષ્ય ભંડોળ સંગઠન)માં સભ્યોની સંખ્યા બમણાથી વધારે થઈને 27 કરોડ સુધી પહોંચી ગઈ છે.
  • વર્ષ 2022માં યુપીઆઈના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ 126 લાખ કરોડ રૂપિયાથી વધીને 7,400 કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 11.7 કરોડ ઘરોમાં શૌચાલયો બનાવવામાં આવ્યાં છે.
  • ઉજ્જવલા યોજના અંતર્ગત 9.6 કરોડ એલપીજી જોડાણો આપવામાં આવ્યાં છે.
  • 102  કરોડ લોકોને લક્ષ્યાંક બનાવીને કોવિડ પ્રતિરોધક રસીકરણનો આંકડો 220 કરોડથી વધી ગયો છે.
  • 47.8 કરોડ પ્રધાનમંત્રી જનધન બેંક ખાતા ખુલ્યાં છે.
  • પીએમ સુરક્ષા વીમા યોજના અને પીએમ જીવન જ્યોતિ યોજના અંતર્ગત 44.6 કરોડ લોકોને વીમાકવચ પ્રાપ્ત થયું છે.
  • પીએમ સન્માન કિસાન ભંડોળ અંતર્ગત 11.4 કરોડ ખેડૂતોને તેમના બેંક ખાતાઓમાં 2.2 લાખ કરોડ રૂપિયાની સહાયનું સીધું હસ્તાંતરણ થયું છે.
  • બજેટની સાત પ્રાથમિકતાઓ – સપ્તઋષિ છે. તેમાં સામેલ છેઃ સર્વસમાવેશક વિકાસ, છેવાડાના માનવી સુધી પહોંચવું, માળખાગત સુવિધા અને રોકાણ, અંતર્ભૂત ક્ષમતાઓમાં વધારો, પર્યાવરણને અનુકૂળ હરિત વિકાસ, યુવાશક્તિ અને નાણાકીય ક્ષેત્ર.
  • આત્મનિર્ભર સ્વચ્છ છોડ કાર્યક્રમનો શુભારંભ 2,200 કરોડ રૂપિયાનો પ્રારંભિક ખર્ચની સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત બાગાયતી પાક માટે રોગમુક્ત અને ગુણવત્તાયુક્ત છોડની સામગ્રી ઉપલબ્ધતા વધારવાના ઉદ્દેશ સાથે થશે.
  • વર્ષ 2014થી સ્થાપિત હાલની 157 મેડિકલ કોલેજો સાથે સહસ્થાનમાં 157 નવી નર્સિંગ કોલેજો સ્થાપિત થશે.
  • કેન્દ્ર સરકાર આગામી ત્રણ વર્ષ દરમિયાન જનજાતિ સમુદાયોના 3.5 લાખ વિદ્યાર્થીઓ માટે 740 એકલવ્ય મોડલ રહેણાક વિદ્યાલયોમાં 38,800 શિક્ષકો અને સહયોગી કર્મચારીઓની નિમણૂક કરશે.
  • પીએમ આવાસ યોજના માટે ખર્ચ 66 ટકા વધારીને 79,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.
  • રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાના મૂડીગત ભંડોળની જોગવાઈ, જે વર્ષ 2013-14માં ઉપલબ્ધ કરાવેલા ભંડોળથી 9 ગણી વધારે છે અને અત્યાર સુધીની સૌથી વધારે રકમ છે.
  • શહેરી માળખાગત વિકાસ ભંડોળ (યુઆઈડીએફ)ની સ્થાપના પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં થયેલા ધિરાણના ઘટાડાનો ઉપયોગ કરીને થશે. એનું વ્યવસ્થાપન નેશનલ હાઉસિંગ બેંક (એનએચબી) કરશે તથા એનો ઉપયોગ ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં શહેરી માળખાગત સુવિધાઓના નિર્માણ માટે સરકારી સંસ્થાઓ દ્વારા થશે.
  • સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો, મોટા વ્યવસાયો અને ચેરિટેબલ ટ્રસ્ટો માટે ડિજિલોકર કંપનીની સ્થાપના થશે, જેથી આવશ્યક દસ્તાવેજોને ઓનલાઇન સુરક્ષિત રાખવામાં અને એનો સંગ્રહ કરવામાં સરળતા પ્રાપ્ત થશે.
  • 5જી સેવાઓ પર આધારિત એપ્લિકેશન વિકસાવવા માટે 100 લેબ સ્થાપિત કરવામાં આવશે, જેથી નવી તકો, વ્યવસાયિક મોડલ અને રોજગાર સાથે સંબંધિત સંભાવનાઓ શોધવામાં મદદ મળશે.
  • ફરતાં કે ચક્રીય અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ગોબરધન (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિઝ ધન) નામની યોજના અંતર્ગત 10,000 કરોડ રૂપિયાનું કુલ રોકાણ કરવાની સાથે 500 નવા વેસ્ટ ટૂ વેલ્થ (કચરામાંથી સંપત્તિ) પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. કુદરતી અને બાયોગેસનું માર્કેટિંગ કરતી તમામ કંપનીઓ માટે 5 ટકા કમ્પ્રેસ્ડ બાયોગેસ સેશ પણ લગાવવામાં આવશે.
  • સરકાર આગામી ત્રણ વર્ષ દરમિયાન એક કરોડ ખેડૂતોને કુદરતી કે સજીવ ખેતી અપનાવવા માટે પ્રોત્સાહન આપશે અને તેમની સહાયતા કરશે. આ માટે રાષ્ટ્રીય સ્તર પર વહેંચણી થતા સૂક્ષ્મ ખાતર અને કીટનાશક ઉત્પાદન નેટવર્ક તૈયાર કરીને 10,000 બાયો-ઇનપુટ રિસર્ચ કેન્દ્ર સ્થાપિત કરશે.
  • પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 4.0 આગામી ત્રણ વર્ષમાં લાખો યુવાનોને કૌશલ્ય સાથે સજ્જ કરવા માટે શરૂ થશે અને તેમાં ઇન્ડસ્ટ્રી 4.0 કે ઉદ્યોગજગત 4.0 સાથે સંબંધિત  નવી પેઢીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, મેકાટ્રોનિક્સ, આઇઓટી, 3ડી પ્રિન્ટિંગ, ડ્રોન અને સોફ્ટ સ્કિલ જેવા અભ્યાસક્રમો સામેલ કરવામાં આવશે.
  • વિવિધ રાજ્યોમાં કૌશલ્ય સાથે સંપન્ન યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો ઉપલબ્ધ કરાવવા માટે 30 સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે.
  • એમએસએમઈ માટે ઋણ ગેરેન્ટી યોજનાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આનો અમલ 1 એપ્રિલ, 2023થી ભંડોળમાં 9,000 કરોડ રૂપિયા જોડીને શરૂ થશે. આ ઉપરાંત આ યોજનાના માધ્યમથી 2 લાખ કરોડ રૂપિયાની જામીનમુક્ત ગેરન્ટીયુક્ત ઋણ સંભવ થશે. આ ઉપરાંત ઋણના ખર્ચમાં લગભગ 1 ટકાનો ઘટાડો થશે.
  • કંપની ધારા અંતર્ગત પ્રાદેશિક કાર્યાલયમાં રજૂ થયેલા વિવિધ ફોર્મના કેન્દ્રીય વ્યવસ્થાપનના માધ્યમથી કંપનીઓની ત્વરિત કાર્યવાહી માટે એક સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર (કેન્દ્રીય ડેટા સંસાધન કેન્દ્ર)ની સ્થાપના કરવામાં આવશે.
  • વરિષ્ઠ નાગરિક બચત ખાતા યોજનામાં મહત્તમ ડિપોઝિટની સીમા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા થઈ જશે.
  • 2025-26 સુધી લક્ષિત રાજકોષીય ખાધ 4.5 ટકાથી નીચે રહેવાની ધારણા છે.
  • યુવા ઉદ્યોગસાહસિકો ગ્રામીણ વિસ્તારોમાં એગ્રી-સ્ટાર્ટઅપ્સ શરૂ કરી શકે એ માટે એગ્રિકલ્ચર એક્સલરેટર ફંડ (કૃષિ સંવર્ધિત ભંડોળ)ની સ્થાપના થશે.
  • ભારતને શ્રી અન્ન માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ સાથે હૈદરાબાદમાં ઇન્ડિયન મિલેટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ભારતીય જાડાં અનાજ સંશોધન સંસ્થા)ને સેન્ટર ઓફ એક્સલન્સ (ઉત્કૃષ્ટતાના કેન્દ્ર) તરીકે પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી આ સંસ્થા કામગીરીની શ્રેષ્ઠ રીતો, સંશોધન અને ટેકનોલોજીઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર વહેંચી શકે.
  • પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગને ધ્યાનમાં રાખીને કૃષિ ઋણના લક્ષ્યાંકને 20 લાખ કરોડ રૂપિયા સુધી વધારવામાં આવશે.
  • પીએમ મત્સ્ય સંપદા યોજનાની એક નવી પેટાયોજનાને 6,000 કરોડ રૂપિયાના લક્ષિત રોકાણ સાથે શરૂ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ મત્સ્યપાલકો, મત્સ્ય વિક્રેતાઓ તથા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને વધારે સક્ષમ બનાવવાનો છે. આ મૂલ્ય શ્રેણી કાર્યદક્ષતાઓમાં સુધારો લાવશે અને બજાર સુધીની પહોંચ વધારશે.
  • કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એગ્રી-ટેક ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે જરૂરી સાથસહકાર પ્રદાન કરવા અને ખેડૂત કેન્દ્રિત સમાધાન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવશે.
  • સરકારે 2,516 કરોડ રૂપિયાના રોકાણ સાથે 63,000 પ્રાથમિક કૃષિ ઋણ સોસાયટીઓ (પીએસીએસ)ના કમ્પ્યુટરાઇઝેશનની કામગીરી શરૂ કરી છે.
  • વ્યાપક સ્તરે વિકેન્દ્રિકૃત સંગ્રહ ક્ષમતા વધારવાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને પોતાના ઉત્પાદનોનો સુરક્ષિત સંગ્રહ કરવા અને ઉચિત સમયે તેનું વેચાણ કરીને લાભદાયક મૂલ્ય પ્રાપ્ત કરવામાં સહાયતા મળશે.
  • સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાનો કાર્યક્રમ ઝડપથી શરૂ થશે.
  • જોડાણમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે પસંદ કરેલી આઈસીએમઆર પ્રયોગશાળાઓના માધ્યમથી સંયુક્ત સરકારી અને ખાનગી ચિકિત્સા સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • દવાઓના ઉત્પાદનમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે એક નવો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
  • વિકાસ સંભાવના અને રોજગારીનું સર્જન, ખાનગી રોકાણમાં વધારો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને ટક્કર આપવા માટે 10 લાખ કરોડનું મૂડીરોકાણ થશે, જે સતત 3 વર્ષમાં 33 ટકાનો વધારો છે.
  • આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ, જળ સંસાધન, નાણાકીય સર્વસમાવેશકતા, કૌશલ્ય વિકાસ અને માળખાગત સુવિધા જેવા ઘણા ક્ષેત્રોમાં સરકારી સેવાઓને વધારવા માટે 500  તાલુકાઓને આવરી લેતી વિકાસ માટેની મહત્વાકાંક્ષા ધરાવતા તાલુકા કાર્યક્રમની શરૂઆત થઈ છે.
  • અનુસૂચિત જનજાતિઓ માટે વિકાસલક્ષી કાર્યયોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં પ્રધાનમંત્રી પીવીટીજી વિકાસ મિશનને લાગુ કરવા માટે 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ.
  • વિવિધ બંદર, કોલસા, સ્ટીલ, ખાતર અને અનાજના ક્ષેત્રોમાં 100 મહત્વપૂર્ણ પરિવહન માળખાગત યોજનાઓ માટે 75,000 કરોડ રૂપિયાનું રોકાણ, જેથી ખાનગી ક્ષેત્રમાં 15,000 કરોડ રૂપિયા સામેલ છે.
  • માળખાગત સુવિધામાં ખાનગી રોકાણની તકો વધારવા માટે નવું માળખાગત નાણાં સચિવાલય સ્થાપિત કરવામાં આવશે.
  • શિક્ષકોને તાલીમ આપવા માટે સર્વશ્રેષ્ઠ સંસ્થા સ્વરૂપે જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા વિકસાવવામાં આવશે.
  • ભૂગોળ, ભાષાસહિત ઘણાં ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પુસ્તકોની ઉપલબ્ધતા વધારવા માટે એક રાષ્ટ્રીય ડિજિટલ બાળ અને કિશાર પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવશે.
  • સતત લઘુ સિંચાઈ ઉપલબ્ધ કરાવવા અને પીવાના પાણી માટે ટાંકીઓ ભરવા માટે અપર ભદ્ર પ્રોજેક્ટ માટે કેન્દ્રીય સહાય સ્વરૂપે 5300 કરોડ રૂપિયા આપવામાં આવશે.
  • પ્રથમ તબક્કામાં 1 લાખ પ્રાચીન અભિલેખોનું ડિજિટલાઇઝેશન કરવા ડિજિટલ એપીગ્રાફી સંગ્રહાલયમાં ભારત શેયર્ડ રિપોઝિટરી ઓફ ઇન્સ્ક્રિપ્શન્સની સ્થાપના થશે.
  • કેન્દ્રનો અસરકારક મૂડીગત ખર્ચ 13.7 લાખ કરોડ રૂપિયા રહેશે.
  • માળખાગત સુવિધાઓમાં રોકાણ વધારવા અને પૂરક નીતિગત કાર્યોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારોને 50 વર્ષના વ્યાજરહિત ઋણને વધુ 1 વર્ષ માટે જાળવી રાખવામાં આવશે.
  • આપણા શહેરોને ભવિષ્યના સ્થાયી શહેરોમાં બદલવા માટે રાજ્યો અને શહેરોને શહેરી આયોજન સુધારાઓ અને કાર્યોને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • સેપ્ટિક ટાંકીઓ અને નહેરોથી માનવ દ્વારા કીચડ કાઢવા કે તેની સાફસફાઈની કામગીરીનું સંપૂર્ણપણે મશીનીકરણ કરવા માટે શહેરોને તૈયાર કરવામાં આવશે.
  • લાખો સરકારી કર્મચારીઓનું કૌશલ્ય વધારવા અને જનકેન્દ્રિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે યોગ્ય બનાવવા માટે એક એકીકૃત ઓનલાઇન તાલીમ પ્લેટપોર્મ આઇ-ગોટ કર્મયોગીનો શુભારંભ થશે.
  • વેપારવાણિજ્યની સુગમતા માટે 39,000 નિયમનોનું પાલન દૂર કરવામાં આવ્યું છે અને 3,400થી વધારે કાયદાકીય જોગવાઈઓને અપરાધમુક્ત કરવામાં આવી છે.
  • સરકારની વિશ્વસનિયતા વધારવાની દિશામાં 42 કેન્દ્રીય કાયદાઓમાં સંશોધન કરવા માટે જન વિશ્વાસ બિલ રજૂ કરવામાં આવશે.
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ભારતમાં બનાવવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ભારત માટે કામ કરવાનું વિઝન સાકાર કરવા માટે દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ત્રણ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કરવામાં આવશે.
  • સ્ટાર્ટઅપ્સ અને શિક્ષાવિદો દ્વારા ઇનોવેશન અને સંશોધન શરૂ કરવા માટે રાષ્ટ્રીય ડેટા વહીવટી નીતિ પ્રસ્તુત કરવામાં આવશે.
  • વ્યક્તિઓની ઓળખ અને સરનામાંને મેળવી તથા તેને અદ્યતન સ્વરૂપ આપવા માટે વન સ્ટોપ સમાધાનની વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં ડિજીલોકર સેવા અને આધારનો મૂળભૂત ઓળખ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવશે.
  • સ્થાયી ખાતા સંખ્યા (પેન)નો ઉપયોગ સૂચિત સરકારી સંસ્થાઓની તમામ ડિજિટલ વ્યવસ્થાઓ માટે પેનને સામાન્ય ઓળખકર્તા સ્વરૂપે ઉપયોગ કરવામાં આવશે. આ વેપારવાણિજ્યને વધારે સરળ બનાવવામાં આવશે.
  • કોવિડના સમયગાળા દરમિયાન એમએસએમઈ પોતાના કોન્ટ્રાક્ટ મેળવવામાં નિષ્ફળ રહી હોય, તો બિડ કે પર્ફોર્મન્સ સીક્યોરિટી સ્વરૂપે જપ્ત રાશિનો 95 ટકા હિસ્સો સરકાર અને સરકારી સાહસો દ્વારા તેમને પરત કરવામાં આવશે.
  • પ્રતિસ્પર્ધી વિકાસ જરૂરિયાતો માટે દુર્લભ સંસાધનોને શ્રેષ્ઠ રીતે ફાળવવા માટે પરિણામ-આધારિત નાણાકીય પોષણ થશે.
  • ન્યાયના વહીવટમાં અસરકારકતા લાવવા માટે 7,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ઈ-કોર્ટ યોજનાનો તબક્કો-3 શરૂ કરવામાં આવશે.
  • એલજીડી સીડ્સ અને મશીનોના સ્વદેશમાં જ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તથા આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સંશોધન અને વિકાસ સહાય પ્રદાન કરવામાં આવશે.
  • રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન મિશનની મદદ સાથે અર્થતંત્રને કાર્બનના લઘુતમ ઉત્સર્જનની સ્થિતિમાં લઈ જવા, અશ્મિભૂત ઇંધણની આયાતો પર નિર્ભરતા ઘટાડવા વર્ષ 2030 સુધી 5 એમએમટીના વાર્ષિક ઉત્પાદનનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવશે.
  • ઊર્જા પરિવર્તન, નેટ-ઝીરો લક્ષ્યાંકો અને ઊર્જા સુરક્ષાની દિશામાં પ્રાથમિકતા પ્રાપ્ત મૂડીગત રોકાણ માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • અર્થતંત્રને અંદાજિત વિકાસના માર્ગે અગ્રેસર કરવા માટે બેટરી ઊર્જા સંગ્રહ રીતોને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • લડાખથી નવીનીકરણ ઊર્જાને અન્ય વિસ્તારોમાં લઈ જવા અને ગ્રિડના એકીકરણ માટે આંતરરાજ્ય વ્યવસ્થા 20,700 કરોડ રૂપિયાના રોકાણ સાથે ઊભી કરવામાં આવશે.
  • પૃથ્વી માતાના પુનરોદ્ધાર, એના પ્રત્યે જાગૃતિ લાવવા, એનું પોષણ કરવા અને એની સ્થિતિમાં સુધારો કરવા માટે પ્રધાનમંત્રી કાર્યક્રમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાસાયણિક ખાતરોના સંતુલિત પ્રયોગ અને એના સ્થાને વૈકલ્પિક ખાતરોના પ્રયોગના વપરાશને વધારવા માટે પ્રોત્સાહન આપવા અર્થે શરૂ કરવામાં આવશે.
  • મનરેગા, સીએએમપીએ કોષ અને અન્ય સ્તોત્રો વચ્ચે તાલમેળના માધ્યમથી દરિયાકિનારાની સાથે સાથે અને ક્ષારયુક્ત જમીન પર, જ્યાં પણ વ્યવહારિક હોય ત્યાં મેન્ગ્રોવનું વાવેતર કરવા માટે દરિયાકિનારા પર વસાહતો અને વ્યવહારિક આવક માટે મેન્ગ્રોવ પહેલ – મિષ્ટી શરૂ કરવામાં આવશે.
  • પર્યાવરણ (સંરક્ષણ) ધારા અંતર્ગત હરિત ઋણ કાર્યક્રમને અધિસૂચિત કરવામાં આવશે, જેથી પર્યાવરણની દ્રષ્ટિએ સતત અને જવાબદારીપૂર્ણ કાર્ય કરવા માટે પ્રોત્સાહન મળશે.
  • અમૃત ધરોહર યોજનાને ભેજવાળી જમીનના મહત્તમ ઉપયોગને પ્રોત્સાહન આપવા અને જૈવવિવિધતા, કાર્બન સ્ટોક, પર્યાવરણલક્ષી પર્યટનની તકો અને સ્થાનિક સમુદાયો માટે આવકનું સર્જન કરવા માટે શરૂ કરીને તેનો આગામી ત્રણ વર્ષમાં અમલ કરવામાં આવશે.
  • એકીકૃત સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મની શરૂઆત કરવા કૌશલ્ય સંવર્ધન માટે માંગ આધારિત ઔપચારિક કૌશલ્ય સંવર્ધન માટે સક્ષમ બનાવવા, એમએમએમઈ સહિત કંપનીઓ સાથે જોડવા અને ઉદ્યોગસાહસિકતાની યોજનાઓની સુલભતા સુગમ કરવા માટે ડિજિટલ સિસ્ટમને વધારે વેગ આપવામાં આવશે.
  • અખિલ ભારતીય રાષ્ટ્રીય તાલીમ પ્રોત્સાહન યોજના અંતર્ગત ત્રણ વર્ષમાં 47 લાખ યુવાનોને તાલીમ સહાયતા પ્રદાન કરવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શરૂ કરવામાં આવશે.
  • પડકારજનક પદ્ધતિના માધ્યમથી પસંદ થનાર ઓછામાં ઓછા 50 પર્યટન કે પ્રવાસન કેન્દ્રોને સ્થાનિક અને વિદેશી પર્યટકો માટે એક સંપૂર્ણ પેકેજ સ્વરૂપે વિકસાવવામાં આવશે.
  • દેખો અપના દેશ પહેલનો ઉદ્દેશ પાર પાડવા માટે વિશિષ્ટ કૌશલ્ય સંવર્ધન અને ઉદ્યોગસાહસિકતાના વિકાસનો સમન્વય સ્થાપિત કરવામાં આવશે.
  • વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત સરહદી ગામડાઓમાં પર્યટનની માળખાગત સુવિધાઓને વિકસાવવામાં આવશે અને પર્યટન સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે.
  • રાજ્યોને તેમના પોતાના ઓડીઓપી (એક જિલ્લા, એક ઉત્પાદન), જીઆઈ ઉત્પાદન અને અન્ય હસ્તશિલ્પ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને તેનું વેચાણ કરવા માટે એક યુનિટી મોલ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
  • નાણાકીય સહાયક સૂચનાને કેન્દ્રીય ભંડોળ સ્વરૂપે કામ કરવા માટે એક નેશનલ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી (રાષ્ટ્રીય નાણાકીય સૂચના રજિસ્ટ્રી)ની સ્થાપના કરવામાં આવશે. એનાથી ઋણનો અસરકારક પ્રવાહ ઊભો થઈ શકશે, નાણાકીય સર્વસમાવેશકતાને પ્રોત્સાહન મળશે અને નાણાકીય સ્થિરતા વધશે. એક નવું કાયદેસર માળખું આ ક્રેડિટ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિયમન કરશે અને એને આરબીઆઈ સાથે ચર્ચા કરીને ડિઝાઇન કરવામાં આવશે.
  • સામાન્ય લોકો અને નિયમનકારી સંસ્થાઓ પાસેથી સૂચનો મેળવવાની સાથે નાણાકીય ક્ષેત્રની નિયમનકારી સંસ્થાઓમાં હાલના નિયમનોની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે. વિવિધ નિયમનો અંતર્ગત ઉપયોગિતા પર નિર્ણય લેવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવશે.
  • ગિફ્ટ આઇએફએસસીમાં વેપારવાણિજ્યની કામગીરીને વધારવા માટે વિવિધ ઉપાય કરવામાં આવ્યાં છે.
  • બમણાં નિયમનોથી બચવા માટે સેઝ ધારા અંતર્ગત આઇએફએસસીએને વધારે સત્તાઓ આપવામાં આવશે.
  • આઇએફએસસીએ, સેઝ અધિકારીઓ, જીએસટીએન, આરબીઆઈ, સેબી અને ઇરડામાં નોંધણી અને મંજૂરી માટે સિંગલ વિન્ડો આઇટી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે.
  • વિદેશી બેંકોને આઇએફએસસી બેંકિંગ એકમો દ્વારા અધિગ્રહણ કરવા ધિરાણની મંજૂરી આપવામાં આવશે.
  • વેપાર પુનર્ધિરાણ માટે એક્ઝિમ બેંકની એક પેટાકંપની સ્થાપના કરવામાં આવશે.
  • મધ્યસ્થ, આનુષંગિક સેવાઓ માટે અને સેઝ ધારા અંતર્ગત બમણા નિયમનોથી બચવા માટે બંધારણીય જોગવાઈ માટે આઇએફએસસીએ ધારાઓમાં સંશોધન કરવામાં આવશે.
  • વિદેશી ડેરિવેટિવ્સ માધ્યમોને કાયદેસર કોન્ટ્રાક્ટ સ્વરૂપે માન્યતા આપવામાં આવશે.
  • બેંક વ્યવસ્થા સુધારવા માટે અને રોકાણકારનું સંરક્ષણ વધારવા માટે બેંકિંગ નિયમન ધારા, બેંકિંગ કંપની ધારા અને ભારતીય રિઝર્વ બેંક ધારામાં થોડાં સંશોધનો કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
  • ડિજિટલ સાતત્યતા સમાધાન શોધતા દેશો માટે ગિફ્ટ આઇએફએસસીમાં તેમની ડેટા એમ્બેસીની સ્થાપના સરળ અને સુગમ કરવામાં આવશે.
  • સીક્યોરિટી બજારમાં કામગીરીના અમલ અને વ્યવસાયિક ક્ષમતા ઊભી કરવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીક્યોરિટીઝ માર્કેટ્સમાં શિક્ષણ માટે માપદંડ અને સ્તર તૈયાર કરવા, નિયમન કરવા તથા જાળવી રાખવા તથા લાગુ કરવા તેમજ ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટિફિકેટને માન્યતા પ્રદાન કરવા સેબીને સક્ષમ બનાવવામાં આવશે.
  • ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (રોકાણકાર શિક્ષણ અને સંરક્ષણ ભંડોળ સત્તામંડળ)થી દાવો ન થયેલા શેર અને ચુકવણી ન થયેલું ડિવિડન્ડ પર સરળતાપૂર્વક ફરી દાવો કરી શકે છે, આ માટે એક એકીકૃત આઈટી પોર્ટલ સ્થાપિત કરવામાં આવશે
  • આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે એક સિંગલ નવી લઘુ બચત યોજના, મહિલા સમ્માન બચત પ્રમાણપત્ર શરૂ કરવામાં આવશે. મહિલાઓ કે દિકરીઓને નામે આંશિક ઉપાડના વિકલ્પ સાથે બે વર્ષના ગાળા માટે 7.5 ટકાના નિશ્ચિત વ્યાજદર પર 2 લાખ રૂપિયા સુધી ડિપોઝિટ કરવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ છે.
  • માસિક આવક ખાતા યોજના માટે મહત્તમ ડિપોઝિટ મર્યાદા સિંગલ ખાતા માટે 4.5 લાખ રૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા તથા જોઇન્ટ ખાતા માટે 9 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે.
  • રાજ્યોનાં સંપૂર્ણ 50 વર્ષના ઋણને વર્ષ 2023-24ની અંદર મૂડીગત ખર્ચ પર ખર્ચ કરવામાં આવશે, તેમાંથી મોટા ભાગના ઋણનો ખ્ચ રાજ્યોના વિવેક પર આધારિત રહેશે, પરંતુ આ ઋણનો એક ભાગ તેમના દ્વારા વાસ્તવિક મૂડીગત ખર્ચ વધારવાની શરત પર આપવામાં આવશે.
  • રાજ્યોની જીએસડીપીમાં 3.5 ટકા સુધી રાજકોષીય ખાધની છૂટ હશે, જેનો 0.5 ટકા વીજ ક્ષેત્રમાં સુધારણા સાથે જોડવામાં આવશે

 

  • સંશોધન અનુમાન 2022-23:
  • વિવિધ પ્રકારના ઋણ સિવાય કુલ આવકોનું સંશોધન અનુમાન 24.3 લાખ કરોડ રૂપિયા છે, જેમાં કરવેરાની ચોખ્ખી આવક 20.9 કરોડ રૂપિયા છે
  • કુલ ખર્ચનું સંશોધિત અનુમાન 41.9 કરોડ રૂપિયા છે, જેમાં મૂડીગત ખર્ચ લગભગ 7.3 લાખ કરોડ રૂપિયા છે
  • રાજકોષીય ખાધનું સંશોધિત અનુમાન જીડીપીના 6.4 ટકા રહેવાનું છે, જે બજેટના અનુમાનને અનુરૂપ છે

બજેટ 2023-24 માટે વ્યક્ત કરેલા અંદાજો:

  • બજેટ 2023-24માં કુલ આવક અને ખર્ચ અનુક્રમે 27.2 લાખ કરોડ રૂપિયા અને 45 લાખ કરોડ રૂપિયા થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે
  • કરવેરાની ચોખ્ખી આવક રૂ. 23.3 લાખ કરોડ થવાનો અંદાજ
  • રાજકોષીય ખાધ જીડીપીના 5.9 ટકા રહેવાની ધારણા
  • વર્ષ 2023-24માં રાજકોષીય ખાધ પૂરવા તારીખ ધરાવતી સીક્યોરિટીઝમાંથી ચોખ્ખું બજાર ઋણ અંદાજે રૂ. 11.8 લાખ કરોડ
  • બજારમાંથી કુલ ઋણ અંદાજે રૂ. 15.4 લાખ કરોડ

 

 

 

ભાગ-બ

પ્રત્યક્ષ કરવેરા

  • પ્રત્યક્ષ કરવેરાના પ્રસ્તાવોનો ઉદ્દેશ કર માળખાની સાતત્યતા અને સ્થિરતા જાળવી રાખવાનો, નિયમોના પાલનનું ભારણ ઓછું કરવા માટે વિવિધ જોગવાઈઓ અને સરળીકરણ તથા તેને તર્કસંગત બનાવવાનો, ઉદ્યોગસાહસિકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો તેમજ નાગરિકોને કરવેરામાં રાહત પ્રદાન કરવાનો છે
  • આવકવેરા વિભાગ નિયમોના પાલનને સરળ અને અવરોધમુક્ત બનાવવા માટે કરદાતા સેવાઓમાં સુધારો કરવાનો સતત પ્રયાસરત છે
  • કરદાતા સેવાઓમાં અને સુધારો કરવા માટે કરદાતાઓની સુવિધા માટે આગામી પેઢીના સામાન્ય આઈટી રિટર્ન ફોર્મ પ્રસ્તુત કરવા અને સાથે સાથે ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધારે મજબૂત કરવાની યોજના પર કામગીરી ચાલી રહી છે
  • નવી કરવેરા વ્યવસ્થામાં ખાનગી કરમુક્તિની મર્યાદાને 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ રીતે નવી કરવેરા વ્યવસ્થામાં 7 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતી વ્યક્તિઓને કરવેરાની ચુકવણી નહીં કરવી પડે
  • નવી વ્યક્તિગત કરવેરા વ્યવસ્થામાં સ્લેબની સંખ્યા 6થી ઘટાડીને 5 કરવામાં આવી છે તથા કરમુક્તિની મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નવી કર વ્યવસ્થામાં તમામ કરદાતાઓને બહુ મોટી રાહત મળશે.

કરવેરાના નવા દર

કુલ આવક (રૂપિયામાં)

દર (ટકાવારી)

3,00,000 સુધી

કોઈ નહીં

3,00,001થી 6,00,000 સુધી

5

6,00,001થી 9,00,000 સુધી

10

9,00,001થી 12,00,000 સુધી

15

12,00,001થી 15,00,000 સુધી

20

15,00,000થી વધારે

30

 

  • નવી કરવેરા વ્યવસ્થામાં પગારદાર વ્યક્તિને 50 હજાર રૂપિયાની પ્રમાણભૂત મુક્તિનો લાભ આપવા અને પરિવાર પેન્શનથી 15 હજાર રૂપિયા સુધી કરમુક્તિનો પ્રસ્તાવ છે.

· નવી કરવેરા વ્યવસ્થામાં ઉચ્ચ સરચાર્જ દર 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ થયો છે. એના પરિણામ સ્વરૂપે મહત્તમ વ્યક્તિગત કરવેરાનો દર ઘટીને 39 ટકા થશે

· બિનસરકારી પગારદાર કર્મચારીઓના નિવૃત્તિ પર લીવ એન્કેશમેન્ટ (હકરજાનાં વળતર) પર કરમુક્તિની મર્યાદા વધારીને રૂ. 25 લાખ કરવામાં આવી

· નવી કરવેરા વ્યવસ્થામાં ડિફૉલ્ટ કર વ્યવસ્થા બનાવવામાં આવશે. જોકે નાગરિકો માટે જૂની કરવેરા વ્યવસ્થાનો લાભ લેવાનો વિકલ્પ જળવાઈ રહેશે

· સૂક્ષ્મ ઉદ્યોગસાહસો અને થોડાં વ્યવસાયિકો માટે અંદાજિત કરવેરાનો લાભ લેવા માટે મર્યાદાઓ વધારવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. વધેલી મર્યાદા વર્ષ દરમિયાન રોકડ સ્વરૂપે લેવામાં આવેલી કુલ રકમના મામલામાં જ લાગુ થશે, જે કુલ પ્રાપ્ત/ટર્નઓવરની 5 ટકાથી વધારે નહીં હોય

· એમએસએમઇને કરેલી ચુકવણી પર ખર્ચ માટે કરમુક્તિને એ જ કેસમાં મંજૂરી મળશે, જ્યારે સમયસર પ્રાપ્ત ચુકવણીમાં એમએસએમઈની સહાયતાના ક્રમમાં વાસ્તવિક સ્વરૂપે ચુકવણી થયેલી હશે

· ઉત્પાદન કામગીરી શરૂ કરનારી નવી સહકારી સંસ્થાઓને હાલ ઉપલબ્ધ 15 ટકાના ઓછા કરવેરાના દરનો લાભ મેળવવા માટે 31.03.2024 સુધી ઉત્પાદન કામગીરી શરૂ કરવી પડશે.

· સહકારી ખાંડ મંડળીઓને ચુકવણી સ્વરૂપે મૂલ્યાંકન વર્ષ 2016-17 અગાઉના ગાળા માટે શેરડીના ખેડૂતોને કરેલા ચુકવણીનો દાવો કરવાની તક આપવામાં આવી છે. એનાથી એને લગભગ 10 હજાર કરોડ રૂપિયાની રાહત ઉપલબ્ધ થવાની આશા છે.

  • પ્રાથમિક કૃષિ કોઓપરેટિવ સોસાયટી (પીએસીએસ) અને પ્રાથમિક કોઓપરેટિવ કૃષિ ગ્રામીણ વિકાસ બેંક (પીસીએઆરડીબી)ને સભ્યદીઠ રોકડમાં ડિપોઝિટ અને ઋણ પેટે 2 લાખ રૂપિયાની મહત્તમ મર્યાદાનો પ્રસ્તાવ
  • સહકારી મંડળીઓને ટીડીએસ માટે રોકડ ઉપાડ પર 3 કરોડ રૂપિયાની મહત્તમ મર્યાદા પ્રદાન કરવાનો પ્રસ્તાવ
  • સ્ટાર્ટ-અપ દ્વારા કરવેરાનો લાભ પ્રાપ્ત કરવા માટે સ્થાપનાની તારીખ 31.03.23થી લંબાવીને 31.3.24 કરવામાં આવશે
  • સ્ટાર્ટઅપની શેરહોલ્ડિંગના પરિવર્તન પર નુકસાનને આગળ વધારવાના લાભ પ્રદાન કરવા માટે સમયગાળો સાત વર્ષથી 10 વર્ષ સુધી પ્રદાન કરવાનો પ્રસ્તાવ.
  • કરવેરામાં છૂટછાટ અને છૂટછાટોને વધારે સારી રીતે લક્ષિત કરવા માટે કલમ 54 અને 54એચ અંતર્ગત રહેણાક માકનમાં કરેલા રોકાણ પર મૂડીગત લાભમાંથી કરમુક્તિની મર્યાદા 10 કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ
  • 1 એપ્રિલ, 2023 તારીખથી કે ત્યારબાદ ઇશ્યૂ થયેલી જીવન વીમાપોલિસીઓ (યુલિપ સિવાયની) માટે કુલ પ્રીમિયમ જો 5 લાખ રૂપિયાથી વધારે હોય, તો ફક્ત એ પોલિસીઓને, જેમનું પ્રીમિયમ 5 લાખ રૂપિયા સુધી છે, એ પોલિસીઓમાંથી થનારી આવક પર છૂટછાટ આપવાની જોગવાઈ. વીમાધારક વ્યક્તિની મૃત્યુ પર પ્રાપ્ત રકમ પર પ્રદાન કરવામાં આવેલી કરમુક્તિ પર એની અસર નહીં થાય.
  • હાઉસિંગ, શહેરો, નગરો અને ગામડાઓના વિકાસ, નિયમન કે વિકાસ કામગીરીઓ કે કાર્યો માટે કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત ઓથોરિટી, બોર્ડ અને પંચોની આવકને આવકવેરાની મર્યાદામાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ
  • ઓનલાઇન ગેમિંગમાં ટીડીએસ 10,000 રૂપિયાની લઘુતમ મર્યાદાને દૂર કરવા અને ઓનલાઇન ગેમિંગ સાથે સંબંધિત કરવેરાની જવાબદારી સ્પષ્ટ કરવાનો પ્રસ્તાવ. ટીડીએસ અને નેટ વિનિંગના ઉપાડવાનો સમય કે નાણાકીય વર્ષના અંતમાં ટીડીએસ અને કરવેરાની જવાબદારી માટે પ્રસ્તાવ
  • ગોલ્ડને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રીસિપ્ટમાં કે ઇલેક્ટ્રોનિક ગોલ્ડને ગોલ્ડમાં પરિવર્તન કરવા પર એનાથી થતા મૂડીગત લાભ સ્વરૂપે નહીં ગણવામાં આવે
  • નોન-પેન કિસ્સાઓમાં ઇપીએફ ઉપાડના કરવેરાને પાત્ર ભાગ પર ટીડીએસના દરને 30 ટકાથી ઘટાડીને 20 ટકા કરવામાં આવ્યો
  • માર્કેટ લિન્ક્ડ ડિબેન્ચરથી પ્રાપ્ત આવક કરવેરાને અંતર્ગત હશે
  • કમિશનર સ્તર પર અપીલોમાં વિલંબ ઘટાડવા માટે નાની અપીલોની પતાવટ કરવા માટે લગભગ 100 સંયુક્ત કમિશનરની નિમણૂકનો પ્રસ્તાવ. અમે આ વર્ષ અગાઉથી પ્રાપ્ત વિગતોની તપાસ માટે ઘટાડવા માટે પસંદગી કરવાનો માપદંડ વધારવો પડશે
  • આઇએફએસસી, ગિફ્ટ સિટીને ફંડ રિલોકેટ કરવા કરવેરાનો લાભ આપવાનો ગાળો 31.03.2025 સુધી લંબાવવાનો પ્રસ્તાવ
  • આવકવેરા ધારા, 276એ અંતર્ગત 1 એપ્રિલ, 2023થી લિક્વિડેટર્સની ચૂકના કેટલાંક ચોક્કસ કાર્યોને ફોજદારી કાયદામાંથી બાકાત રાખવામાં આવશે
  • આઇડીબીઆઈ બેંક સહિત વ્યૂહાત્મક રોકાણના કેસમાં નુકસાનને આગળ વધારવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ
  • અગ્નિવીર ફંડને ઈઈઈ દરજ્જો પ્રદાન કરવામાં આવશે. અગ્નિવીર યોજના 2022માં ભરતી થયેલા અગ્નિવીરો દ્વારા અગ્નિવીર કોર્પસ ફંડ દ્વારા થયેલી ચુકવણીને કરવેરાની જાળમાંથી બહાર રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અગ્નિવીરોની કુલ આવકમાં ઘટાડાને અગ્નિવીરોને આપવાનો પ્રસ્તાવ, જેમાં તેમણે પોતાનો ફાળો આપ્યો છે અથવા કેન્દ્ર સરકારે એની સેવા માટે તેમના ખાતામાં હસ્તાંતરિત કર્યા છે.

પરોક્ષ કરવેરા

 

  • વસ્ત્રો અને કૃષિ સિવાય મૂળભૂત કસ્ટમ ડ્યુટી ડ્યુટી દરની સંખ્યા 21થી ઘટાડીને 13 કરવામાં આવી છે
  • કેટલીક ચીજવસ્તુઓ બેસિક કસ્ટમ ડ્યુટી, ઉપકરો અને સેસમાં સામાન્ય ફેરફાર થયો છે, જેમાં રમકડાં, સાયકલ, ઓટોમોબાઇલ અને નેફ્થા સામેલ છે
  • કમ્પ્રેસ્સડ બાયોગેસ, જેના પર જીએસટીની ચુકવણી કરેલી છે, તેના પર ઉત્પાદન વેરામાંથી છૂટ આપવાનો પ્રસ્તાવ
  • વીજળીથી સંચાલિત વાહનમાં ઉપયોગી લિથિયમ આયન બેટરીનું ઉત્પાદન કરવા માટે જરૂરી મશીનરી/કેપિડલ ગુડ્સ પર કસ્ટમ ડ્યુટીને 31.03.2024 સુધી લંબાવવામાં આવી છે
  • ગ્રીન મોબિલિટીને વધારે વેગ આપવા માટે ઇલેક્ટ્રિક વાહનોમાં ઉપયોગી બેટરીઓને લિથિયમ આયન કોષોના ઉત્પાદન માટે જરૂરી મૂડીગત ચીજવસ્તુઓ અને મશીનરીની આયાત પર કસ્ટમ ડ્યુટીમાં છૂટછાટ આપવામાં આવી છે
  • મોબાઇલ ફોનના ઉત્પાદનમાં સ્થાનિક મૂલ્યસંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે, થોડી આંતરિક ચીજવસ્તુઓ અને કેમેરા લેન્સ જેવી ચીજવસ્તુઓની આયાત પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવા તથા લિથિયમ આયન બેટરી સેલ પર છૂટછાટ કરવેરાને વધુ એક વર્ષ માટે લંબાવવાનો પ્રસ્તાવ રજૂ થયો છે
  • ટીવી પેનલના ઓપન સેલ માટે જરૂરી આંતરિક ચીજવસ્તુઓ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને 2.5 ટકા કરવાનો પ્રસ્તાવ
  • ઇલેક્ટ્રિક કિચન ચિમનીઓ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી 7.5 ટકાથી વધારીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ
  • ઇલેક્ટ્રિક કિચન ચિમનીઓની હીટ કોયલો પર આયાત વેરો 20 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ
  • રાસાયણિક ઉદ્યોગમાં ડિનેચર્ડ ઇથાઇલ આલ્કોહોલનો ઉપયોગ થાય છે. એને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી છૂટ આપવાનો પ્રસ્તાવ
  • સ્થાનિક ફ્લોરોકેમિકલ્સ ઉદ્યોગમાં સ્પર્ધા જાળવી રાખવા માટે એસિડ ગ્રેડ ફ્લોરસ્પાર પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીને 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી છે
  • એપિક્લોરોહાઇડ્રિનના ઉત્પાદનમાં ઉપયોગી કાચાં ગ્લિસરિન પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીને 7.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવાનો પ્રસ્તાવ
  • શ્રીમ્પ ફીડના સ્થાનિક ઉત્પાદન માટે મુખ્ય ઇનપુટ પર ડ્યુટીમાં ઘટાડાનો પ્રસ્તાવ
  • પ્રયોગશાળામાં બનતાં હીરા (એલજીડી)ના ઉત્પાદનમાં ઉપયોગી સીડ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો પ્રસ્તાવ
  • સોનાના ડોર અને બાર તથા પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટી વધારવાનો પ્રસ્તાવ
  • ચાંદીના ડોર અને બાર તથા સામગ્રી પર આયાત વેરો વધારવાનો પ્રસ્તાવ
  • સીઆરજીઓ સ્ટીલના ઉત્પાદન માટે કાચા માલ, લોખંડના સ્ક્રેપ અને નિકેલ કેથોડ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં છૂટછાટ જાહેર
  • કોપર સ્ક્રેપ પર 2.5 ટકાની છૂટછાટ બીસીડીને ચાલુ રાખવામાં આવી
  • મિશ્ર રબર પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીને વધારીને, લેટેક્સને છોડીને અન્ય કુદરતી રબરને સમકક્ષ, 10 ટકાથી 25 ટકા કે કિલોગ્રામદીઠ 30 રૂપિયા, જે પણ ઓછું હોય એ કરવાનો પ્રસ્તાવ
  • ચોક્કસ સિગારેટો પર રાષ્ટ્રીય આફત આકસ્મિકતા વેરો (એનસીસીડી)ને ત્રણ વર્ષ અગાઉ સંશોધિત કરવામાં આવ્યો હતો. તેમાં લગભગ 16 ટકાની વૃદ્ધિ કરવાનો પ્રસ્તાવ રૂજ કરવામાં આવ્યો

કસ્ટમ્સ કે પરોક્ષ કાયદાઓના સંબંધમાં કાયદેસર ફેરફારો

  • કસ્ટમ્સ ધારા, 1962ને અરજી દાખલ કરવાની તારીખથી સેટલમેન્ટ પંચ દ્વારા અંતિમ આદેશ પસાર કરવા માટે 9 મહિનાની સમયમર્યાદા નક્કી કરવા માટે સુધારો કરવામાં આવશે
  • એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી (એડીડી), કાઉન્ટરવેઇલિંગ ડ્યુટી (સીવીડી) અને સલામતીના પગલાં સાથે સંબંધિત જોગવાઈઓનો ઇરાદો સ્પષ્ટ કરવા અને તેની કામગીરી વધારવા કસ્ટમ્સ ટેરિફ ધારામાં સુધારો કરવામાં આવશે
  • સીજીએસટી ધારામાં સુધારો કરવામાં આવશે
  • જીએસટી અંતર્ગત કેસ શરૂ કરવા માટે કરવેરાની રકમની લઘુતમ મર્યાદા એક કરોડથી વધારીને બે કરોડ રૂપિયા કરવામાં આવશે
  • કમ્પાઉન્ડિંગ કરવેરાની રકમ હાલ 50થી 150 ટકાની મર્યાદાને ઘટાડીને 25થી 100 ટકા કરવામાં આવશે
  • કેટલાંક ચોક્કસ અપરાધોનું ફોજદારી ગુનાઓના માપદંડમાંથી બાકાત કરવામાં આવશે
  • પ્રસ્તુત રિટર્ન/સ્ટેટમેન્ટ ભરવાની નિર્ધારિત તારીખથી મહત્તમ ત્રણ વર્ષના સમયગાળા સુધી રિટર્ન/સ્ટેટમેન્ટ ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે
  • ઇ-કોમર્સ ઓપરેટર્સ (ઇસીઓ) દ્વારા ચીજવસ્તુઓનો આંતર-રાજ્ય પુરવઠો પૂરો પાડવા નોંધણી ન ધરાવતા સપ્લાયર્સ અને મિશ્રિત કરદાતાઓને સક્ષમ બનાવવામાં આવશે.

YP/GP/JD



(Release ID: 1895545) Visitor Counter : 3880