રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુનું સંસદ સમક્ષ સંબોધન

Posted On: 31 JAN 2023 12:23PM by PIB Ahmedabad

માનનીય સદસ્યગણ
 

  1. સંસદના આ બજેટ સત્રને સંબોધિત કરતાં મને હાર્દિક પ્રસન્નતા થઈ રહી છે. થોડ જ મહિના અગાઉ દેશે પોતાની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરીને આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. આઝાદીના આ અમૃતકાળમાં હજારો વર્ષોના ગૌરવશાળી અતીતનું ગર્વ સામેલ છે, ભારતીય સ્વતંત્રતા સંગ્રામની પ્રેરણાઓ સંકળાયેલી છે અને ભારતના સ્વર્ણિમ ભવિષ્યના સંકલ્પ જોડાયેલા છે.
     
  2. અમૃતકાળના આ 25 વર્ષનો કાળખંડ, સ્વતંત્રતાની સ્વર્ણિમ શતાબ્દિનો અને વિકસિત ભારતના નિર્માણનો કાળખંડ છે. આ 25 વર્ષ આપણઆ સૌ માટે અને દેશના પ્રત્યેક નાગરિક માટે કર્તવ્યોની પરાક।ષ્ઠા કરી દેખાડવાનો છે. આપણી સમક્ષ આ યુગ નિર્માણનો અવસર છે અને આપણે આ અવસર માટે શત પ્રતિશત સામર્થ્યની સાથે દરેક ક્ષણે કાર્ય કરવાનું છે.
     
  • આપણે 2047 સુધીમાં એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે જે અતીતના ગૌરવ સાથે જોડાયેલું હોય અને તેમાં આધુનિકતાનો પ્રત્યેક અધ્યાય હોય.
  • આપણે એવું ભારત બનાવવાનું છે જે આત્મનિર્ભર હોય અને જે પોતાના માનવીય દાયિત્વોને પૂરા કરવા માટે પણ સક્ષમ હોય.
  • એવું ભારત -- જેમાં ગરીબી ન હોય, જેનો મધ્યમ વર્ગ પણ વૈભવથી ભરેલો હોય.
  • એવું ભારત  --  યુવાશક્તિ અને નારીશક્તિ, સમાજ તથા રાષ્ટ્રને દિશા આપવા માટે સૌથી આગળ ઉભી હોય, જેનો યુવાન સમય કરતાં બે ડગલાં આગળ ચાલતો હોય.
  • એવું ભારત -- જેની વિવિધતા વધુ ઉજ્જવળ હોય, જેની એકતા તેથી પણ વધારે અટલ હોય.
  1. 2047માં દેશ જ્યારે આ સત્યને જીવંત તો ચોક્કસપણે તે ભવ્ય નિર્માણના પાયાનું અવલોકન અને આકલન પણ કરશે. ત્યારે આઝાદીના અમૃતકાળની આ પ્રથમ વેળાને એક અલગ આસ્થાની સાથે જોવા મળશે તેથી જ આજે અમૃતકાળનો આ સમય, આ કાળખંડ અત્યંત મહત્વપૂર્ણ બની ગયો છે.
     

માનનીય સદસ્યગણ
 

  1. મારી સરકારને, દેશના લોકોએ જ્યારે પહેલી વાર સેવા કરવાનો અવસર આપ્યો ત્યારે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રથી અમે પ્રારંભ કર્યો હતો. સમયની સાથે સાથે તેમાં સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ પણ જોડાઈ ગયા. આ જ મંત્ર આજે વિકસિત ભારતના નિર્માણની પ્રેરણા બની ચૂક્યો છે. વિકાસના આ કર્તવ્ય પથ પર ચાલતા ચાલતા મારી સરકારને થોડા જ મહિનામાં નવ વર્ષ પૂર્ણ થઈ જશે.
  2. મારી સરકારે લગભઘ નવ વર્ષમાં ભારતના લોકોએ અનેક સકારાત્મક પરિવર્તન પહેલી વાર જોયા છે. સૌથી મોટું પરિવર્તન એ થયું છે કે આજે દરેક ભારતીયનો આત્મવિશ્વાસ બુલંદી પર છે અને દુનિયાનું ભારતને જોવાનું વલણ, નજર બદલાઈ ગઈ છે.
     
  • જે ભારત ક્યારેક પોતાની મોટા ભાગની સમસ્યાઓના સમાધાન માટે અન્ય લોકો પર નિર્ભર હતો તે જ આજે દુનિયાની સમસ્યાના સમાધાનનું માધ્યમ બની ગયો છે.
  • જે મૂળ સવલતો માટે દેશની એક મોટી વસતિએ દાયકાઓ સુધી રાહ જોઈ હતી તે આ વર્ષઓમાં તેને મળી છે.
  • જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે ક્યારેક કલ્પના કરતા હતા તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ વર્ષોમાં દેશમાં જ બનવા માંડ્યું છે.
  • આજે ભારતમાં એક એવું ડિજિટલ નેટવર્ક તૈયાર થયું છે જેમાંથી વિકસિત દેશો પ્રેરણા લઈ રહ્યા છે.
  • મોટા મોટા કૌભાંડો, સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચારને જે સમસ્યાથી દેશ મુક્તિ ઇચ્છતો હતો તે મુક્તિ હવે દેશને મળી રહી છે.
  • પોલિસી પેરાલિસિસની ચર્ચાથી બહાર આવીને આજે દેશની ઓળખ ઝડપી વિકાસ અને દૂરોગામી દૃષ્ટિ માટે લેવાયેલા નિર્ણયો માટે થઈ રહી છે.
  • તેથી જ આપણે દુનિયાની દસમા ક્રમની અર્થવ્યવસ્થામાંથી પાંચમા ક્રમે પહોંચી ગયા છે.
    આ જ એ પાયાનું સીંચન છે જે આવનારા 25 વર્ષમાં વિકસિત ભારતના નિર્માણનો આત્મવિશ્વાસ બુલંદ કરે છે.


    માનનીય સદસ્યગણ
    ,
  1. ભગવાન બસેશ્વરે કહ્યું હતું – કાયકવે કૈલાસ. એટલે કે કર્મ જ પૂજા છે, કર્મમાં જ શિવ છે. તેમના ચીધેલા માર્ગ પર મારી સરકાર રાષ્ટ્રના કર્તવ્ય પૂરા કરવા માટે તત્પરતાથી જોડાયેલી છે.
     
  • આજે ભારતમાં, એક સ્થિર, નીડર, નિર્ણાયક અને મોટા સ્વપ્નો માટે કામ કરનારી સરકાર છે.
  • આજે ભારતમાં ઇમાનદારનું સન્માન કરનારી સરકાર છે.
  • આજે ભારતમાં ગરીબોનું સ્થાયી સમાધાન અને તેમના સ્થાયી સશક્તિકરણ માટે કામ કરનારી સરકાર છે.
  • આજે ભારતમાં અભૂતપૂર્વ ઝડપ અને સ્કેલ સાથે કમામ કરનારી સરકાર છે.
  • આજે ભારતમાં ઇનોવેશવન અને ટેકનોલોજીના માધ્યમથી જનકલ્યાણને સર્વોપરિ રાખનારી સરકાર છે.
  • આજે ભારતમાં મહિલાઓ સામેની દરેક અડચણો દૂર કરનારી સરકાર છે.
  • આજે ભારતમાં પ્રગતિની સાથે જ પ્રકૃતિનું પણ સંરક્ષણ કરનારી સરકાર છે.
  • આજે ભારતમાં વારાસના સંરક્ષણની સાથે જ આધુનિકતાને વેગ આપનારી સરકાર છે.
  • આજે ભારતમાં પોતાની વૌશ્વિક ભૂમિકાને લઇને આત્મવિશ્વાસથી આગળ ધપનારી સરકાર છે.

    માનનીય સદસ્યગણ,

     
  1. હું આજે આ સત્રના માધ્યમથી દેશવાસીઓનો આભાર વ્યક્ત કરું છે કે તેમણે સતત બે વખત એક સ્થિર સરકારને ચૂંટી છે. મારી સરકારે દેશ હિતને હંમેશાં સર્વોપરિ રાખ્યું છે, નીતિ રણનીતિમાં સંપૂર્ણ પરિવર્તનની ઇચ્છાશક્તિ દર્શાવી છે. સર્જિકલ સ્ટ્રાઇકથી લઈને આતંકવાદ પર આકરો પ્રહાર સુધી, LoC થી લઈને LAC સુધી દરેક દુસ્સાહસને આકરો જવાબ આપવા સુધી, આર્ટિકલ 370ને હટાવવાથી લઈને ત્રણ તલાક સુધી મારી સરકારની ઓળખ એક નિર્ણાયક સરકારની રહી છે.
  2. સ્થિર અને નિર્ણાયક સરકાર હોવાનો લાભ આપણને 100 વર્ષની સૌથી મોટી આપત્તિ અને ત્યાર બાદ સર્જાયેલી પરિસ્થિતિઓનો સામનો કરવામાં મળ્યો છે. દુનિયામાં જ્યાં પણ રાજકીય અસ્થિરતા છે એ દેશો આજે ભીષણ સંકટોમાં ઘેરાયેલા છે. પરંતુ મારી સરકારે રાષ્ટ્ર હિતમાં જે પણ નિર્ણયો લીધા  તેને કારણે ભારત બાકીની દુનિયાથી ઘણી બહેતર સ્થિતિમાં છે.
     

માનનીય સદસ્યગણ

  1. મારી સરકારનો સ્પષ્ટ મત છે કે ભ્રષ્ટાચાર લોકશાહીનો તથા સામાજિક ન્યાયનો સૌથી મોટો દુશ્મન છે. તેથી જ વીતેલા વર્ષોથી ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં ભીષણ જંગ ચાલી રહ્યો છે. અમે એ સુનિશ્ચિત કર્યું છે વ્યવસ્થામાં પ્રામાણિકનું સન્માન થશે. ભ્રષ્ટાચારીઓ માટે સમાજમાં કોઇ પણ પ્રકારની સહાનુભૂતિ ના હોય, તેના માટે સામાજિક ચેતના પણ દેશમાં વધી રહી છે.
  2. વીતેલા વર્ષોમાં ભ્રષ્ટાચાર ઇકો સિસ્ટમ બનાવવાની દિશામાં, બેનામી સંપત્તિ અધિનિયમ નોટિફાઈ કરવામાં આવ્યો છે. આર્થિક અપરાધ કર, ફરાર થયેલા ગુનેગારોને સંપત્તિ જપ્ત કરવા માટે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર એક્ટ પર પસાર કરવામાં આવ્યા છે. સરકારી કામોમાં પક્ષપાત તથા ભ્રષ્ટાચારના ચલણને પણ  નાબુદ કરવા માટે એક અસરકારક સિસ્ટમની રચના કરવામાં આવી છે. આજે સરકારી કામોમાં ટેન્ડર અને ખરીદી માટે ગર્વમેન્ટ ઇ માર્કેટપ્લેસ (GeM) જેવી વ્યવસ્થા છે જેમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે.
  3. રાષ્ટ્રના નિર્માણમાં ઇમાનદાર યોગદાન આપનારાઓને આજે વિશિષ્ટ સન્માન આપવામાં આવી રહ્યું છે. આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે ઘણી જટિલતાને નાબુદ કરીને દેશવાસીઓનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે. ફેસલેસ  તપાસને વેગ આપવા માટે વ્યવસ્થામાં પારદર્શિતા આવી છે અને તેને જવાબદાર પણ બનાવવામાં આવી છે. અગાઉ ટેક્સ રિફન્ડ માટે લાંબી રાહ જોવી પડતી હતી. આજે આઇટીઆર ભરવાના થોડા દિવસોમાં જ રિફન્ડ મળી જાય છે. આજે જીએસટીથી પારદર્શિતાની સાથે સાથે કરદાતાઓની ગરિમા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
  4. જનધન આદાર મોબાઈલખી બનાવટી લાભાર્થીઓને દૂર કરવાથી માંડીને વન નેશન વન રાશન કાર્ડ સુધીના કાયમી સુધારા અમે કર્યા છે. વીતેલા વર્ષોમાં ડીબીટીના રૂપમાં ડિજિટલ ઇન્ડિયાના રૂપમાં એક કાયમી અને પારદર્શી વ્યવસ્થા દેશે તૈયાર કરી છે. આજે 300 કરતાં વધારે યોજનાઓના પૈસા સીધા જ લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચી રહ્યા છે. અત્યાર સુધી સંપૂર્ણપણે પારદર્શિતાથી 27 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ કરોડો લોકો સુધી પહોંચાડવામાં આવી છે. વર્લ્ડ બેંકનો રિપોર્ટ કહે છે કે આવી યોજનાઓ અને આવી વ્યવસ્થાને કારણે જ કોરોના કાળમાં ભારત કરોડો લોકોને ગરીબી રેખાથી નીચે જતાં બચાવી શક્યો છે.
  5. જ્યારે ભ્રષ્ટાચાર અટકે છે અને દેશની પાઇ પાઇ રકમનો સદુપયોગ થાય  છે ત્યારે દરેક કરદાતાઓને પણ ગર્વ થાય છે.




    માનનીય સદસ્યગણ

     
  1. આજે દેશનો પ્રામાણિક કરદાતા ઇચ્છે છે કે સરકારો શોર્ટ કટની રાજનીતિથી બચતી રહે. એવી યોજનાઓ બને, જે સમસ્યાઓના કાયમી સમાધાનને  પ્રોત્સાહિત કરે, જેનાથી સામાન્ય નાગરિકનું સશક્તિકરણ થાય. તેથી જ મારી સરકારે વર્તમાન પડકારોનો સામનો કરવાની સાથે સાથે દેશવાસીઓના લાંબા સમયના સશક્તિકરણ પર ભાર મૂક્યો છે.
  2. ગરીબી હટાવો હવે માત્ર નારો જ રહી ગયો નથી. જ્યારે મારી સરકાર દ્વારા ગરીબની ચિંતાઓના કાયમી ઉકેલ કરતા તેને સશક્ત બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
  3. જેમ કે ગરીબીનું એક મોટું કારણ બીમારી હોય છે. ગંભીર બીમારીથી ગરીબ પરિવારનો ઉત્સાહ સંપૂર્ણપણે તૂટી જાય છે. પેઢીઓ દેવામાં ડૂબી જતી હોય છે. ગરીબને આ ચિંતામાંથી મુક્ત કરવા માટે રાષ્ટ્રવ્યાપી આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી. તેની અંતર્ગત 50 કરોડથી વધુ દેશવાસીઓ માટે વિના મૂલ્યે સારવારની સવલત આપવામાં આવી. આયુષ્માન ભારત યોજનાએ દેશમાં કરોડો ગરીબોને વધારે ગરીબ થતાં બચાવ્યા છે. તેમના 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ થતાં બચાવ્યા છે. આજે દેશભરમાં લગભગ નવ હજાર જનઔષધિ કેન્દ્રોમાં ઘણા ઓછા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેનાથી વીતેલા વર્ષોમાં ગરીબોના લગભગ 20 હજાર કરોડ રૂપિયા બચ્યા છે. એટલે કે માત્ર આયુષ્માન ભારત અને જનઔષધિ પરિયોજનાથી જ દેશવાસીઓની એક લાખ કરોડ રૂપિયાની મદદ થઈ છે.
  4.  હું સામાન્ય નાગરિકો સાથે સંકળાયેલા સૌથી મોટા સંસાધન, પાણીનું ઉદાહરણ આપ સૌ સમક્ષ રજૂ કરવા માગીશ. મારી સરકારે હર ઘર જલ પહોંચાડવા માટે જલ જીવન મિશન શરૂ કર્યું. તેના અગાઉના સાત દાયકાઓમાં દેશમાં લગભગ સવા ત્રણ કરોડ ઘરોમાં જ પાણીનું કનેક્શન પહોંચ્યું હતું. પરંતુ જળ જીવન મિશન અંતર્ગત આ ત્રણ વર્ષમાં જ લગભગ 11 કરોડ પરિવાર પાઇપલાઇન પાણી પુરવઠાથી જોડાઈ ચૂક્યા છે. તેનો સૌથી વધારે લાભ ગરીબ પરિવારોને જ થઈ રહ્યો છે. તેમની ચિંતાનો કાયમી ઉકેલ આવી ગયો છે.
  5. વીતેલા વર્ષોમાં સરકારે સાડા ત્રણ કરોડથી વધારે ગરીબ પરિવારોને પાક્કું મકાન બનાવી દીધું છે. જ્યારે ઘર મળે છે તો નવો આત્મવિશ્વાસ આવે છે. તેનાથી તે પરિવારનું વર્તમાન પણ સુધરે છે અને તે ઘરમાં જે સંતાન મોટું થાય છે તેના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. સરકારે ટોઇલેટ, વિજળી, પાણી, ગેસ એવી દરેક મૂળભૂત સુવિધાઓની ચિંતામાંથી ગરીબને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. તેનાથી દેશની પ્રજાને પણ એ વિશ્વાસ થયા છે કે સરકારી યોજના તથા સરકારી લાભ હકીકતમાં જમીન સુધી પહોંચે છે અને ભારત જેવા વિશાળ દેશમાં સો ટકા કવરેજ એટલે કે પર ઉતરી આવ્યો છે  સંતૃપ્તિ શક્ય છે.
  6. આપણા ગ્રંથોમાં લખ્યું છે --
    અયં નિજંછ પરો વેતિ ગણના લઘુચેતસામ.
    એટલે કે આપણું છે, પારકું છે એવો વિચાર યોગ્ય હોતો નથી. મારી સરકારે કોઇ પણ ભેદભાવ વિના દરેક વર્ગ માટે કામ કર્યું છે. વીતેલા કેટલાક વર્ષોમાં મારી સરકારના પ્રયાસોનું પરિણામ છે કે અનેક મૂળ યોજનાઓ આજે અથવા તો તમામ વસતિ સુધી પહોંચી ચૂકી છે અથવા તો પછી તે લક્ષ્યાંકની ઘણી નજીક છે.
  7. મારી સરકાર દરેક યોજનામાં સો ટકા સંતૃપ્તિની સાથે જ અંત્યોદયને પ્રત્યે પણ સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરી રહી છે. અમારો પ્રયાસ છે કે યોજનાઓનો લાભ યોગ્ય તથા તમામ લાભાર્થીઓને મળે, કોઈ પણ વ્યક્તિ સરકારની યોજનાના લાભથી વંચિત રહી જાય નહીં.

    માનનીય સદસ્યગણ
  8. આપણે જોયું છે કે કોરોના કાળ દરમિયાન દુનિયા ભરમાં કેવી રીતે ગરીબો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું હતું. પરંતુ ભારત એ દેશોમાંથી એક છે જેણે ગરીબનું જીવન બચાવવાની બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી અને પ્રયાસ કર્યો કે દેશમાં કોઈ ગરીબ ભૂખ્યો સૂવો જોઇએ નહીં. મને આનંદ છે કે મારી સરકારે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનોને નવી પરિસ્થિતિઓ અનુસાર આગળ પણ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ એક સંવેદનશીલ અને ગરીબ હિતેચ્છી સરકારની ઓળખ છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સરકાર ગરીબોને વિના મૂલ્યે અનાજ માટે લગભગ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે. આજે આ યોજનાની પ્રશંસા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. આ પ્રશંસાનું એક કારણ એ પણ છે કે ટેકનોલોજીની મદદથી બનેલી પારદર્શિ વ્યવસ્થામાં અનાજ   સંપૂર્ણપણે દરેક લાભાર્થી સુધી પહોંચી રહ્યું છે.

    માનનીય સદસ્યગણ,
  9. આપણા દેશમાં એવા અનેક વર્ગ તથા એવા અનેક ક્ષેત્ર છે જેમની અપેક્ષાઓ અને જરૂરિયાત પર સંપૂર્ણ ધ્યાન આપીને જ સમગ્ર વિકાસની પરિકલ્પનાને પૂરી કરી શકાય છે. હવે મારી સરકાર એવા દરેક વંચિત વર્ગ અને વંચિત ક્ષેત્રને પ્રાથમિકતા આપીને કામ કરી રહી છે.
  10. મારી સરકારે એવા દરેક સમાજની ઇચ્છાઓને પૂરી કરી છે. જે સદીઓથી વંચિત રહ્યો છે. ગરીબ, દલિત, પછાત, આદિવાસી તેમની ઇચ્છાઓને પૂરી કરીને તેમને સ્વપ્ન નિહાળવાનું સાહસ આપ્યું છે. કોઇ પણ કામ અને કોઇ પણ પ્રયાસ નાનો હોતો નથી પરંતુ વિકાસમાં તમામની પોતાની ભૂમિકા હોય છે. આ જ ભાવ સાથે વંચિત વર્ગો અને અવિકસિત ક્ષેત્રોના વિકાસ પર ભાર આપવામાં આવી રહ્યો છે.
  11. લારી-ગલ્લા-ફૂટપાથ પર મોટી સંખ્યામાં આપણા નાના નાના વેપારીઓ, પોતાનો વેપાર કારોબાર અને દુકાનદારી કરે છે. મારી સરકારે વિકાસમાં આ સાથીઓની ભૂમિકાની પણ કદર કરી છે. તેથી જ પહેલી વાર તેમને વિધિવત બેંકિંગથી સાંકળવા તથા પીએમ સ્વનિધિના માધ્યમથી સસ્તી તથા કોઈ ગેરન્ટી વિનાની લોનની વ્યવસ્થા કરી છે. યોજના હેઠળ સ્ટ્રીટ વેંડર્સને ડિજિટલ લેવડદેવડ માટે પ્રોત્સાહન રકમ પ્રદાન કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 40 લાખ સાથીઓએ આ વ્યવસ્થા હેઠળ લોન પ્રાપ્ત કરી છે.
  12. મારી સરકારની પ્રાથમિકતા દેશમાં 11 કરોડ નાના ખેડૂત પણ છે. આ નાના ખેડૂત દાયકાઓથી સરકારની પ્રાથમિકતાથી વંચિત રહ્યા હતા. હવે તેમને સશક્ત અને સમૃદ્ધ બનાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત આ નાન ખેડૂતોને સવા બે લાખ કરોડ રૂપિયા કરતાં વધારેની મદદ કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે આ લાભાર્થીઓમાં લગભગ ત્રણ કરોડ લાભાર્થીઓ મહિલાઓ છે. તેનાથી અત્યાર સુધીમાં લગભગ 54 હજાર કરોડ રૂપિયા મહિલા ખેડૂતને મળી ચૂક્યા છે.આ જ રીતે નાના ખેડૂતો માટે પાક વીમો, સોઇલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી)ના કવરેજને વધારવાની સાથે જ અમારી સરકારે પહેલી વાર પશુપાલકો તથા માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા સાથે સાંકળી લીધા છે. ખેડૂતોના સામર્થ્યને વધારવા માટે એફ. પી. ઓ. એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાથી લઈને પાકના એમએસપીમાં વધારો કરતાં મારી સરકાર નાના ખેડૂતોની સાથે મજબૂતીને જોડી રહી છે.

માનનીય સદસ્યગણ.

  1. મારી સરકારે અનુસૂચિત જાતિ, જનજાતિ તથા પછાત વર્ગની આકાંક્ષાઓને જગાડી છે. આ એ જ વર્ગ છે જે વિકાસના લાભથી સૌથી  વધુ વંચિત હતો. હવે જ્યારે મૂળભૂત સુવિધાઓ આ વર્ગ સુધી પહોંચી રહી છે તો આ લોકો નવા સ્વપ્નો નિહાળવામાં સક્ષન બની રહ્યા છે. અનુસૂચિત જાતિના સામાજિક, આર્થિક સશક્તિકરણ માટે ડૉક્ટર આંબેડકર ઉત્સવ ધામ, અમૃત જલધારા અને યુવા ઉદ્યમી યોજના જેવા કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છે. આદિવાસી ગૌરવ માટે તો મારી સરકારે અભૂતપૂર્વ નિર્ણયો લીધા છે. પહેલી વાર દેશમાં ભગવાન બિરસા મુન્ડાના જન્મદિવસને જનજાતિય ગૌરવ દિવસના ઉજવવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં જ માનગઢ ધામમાં સરકારે આદિવાસી ક્રાંતિવીરોને પહેલી વાર રાષ્ટ્રીય સ્તરે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આજે 30 હજારથી વધારે આદિવાસી બહુમતિ ધરાવતા ગામડાઓ પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વિકસિત કરવામાં આવી રહ્યા છે. આજે દેશમાં 400થી વધારે એકલવ્ય મોડલ સ્કૂલ આદિવાસી ક્ષેત્રોમાં ખૂલી ચૂકી છે. દેશભરમાં ત્રણ હજારથી વધારે વનધન વિકાસ કેન્દ્ર આજીવિકાના નવા સાધન બન્યા છે. મારી સરકારે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપીને ઓબીસીના કલ્યાણ માટે અમારી પ્રતિબદ્ધતાને સ્પષ્ટ કરી છે. વણઝારા, ધુમંતુ, અર્ધ-ધુમંતુ સમૂદાયો માટે પણ પહેલી વાર વેલ્ફેર અને ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે.

    માનનીય સદસ્યગણ.
  2. 24.  દેશમાં 100 કરતાં વઘારે જિલ્લા એવા હતા જે વિકાસના અનેક માપદંડોથી પાછળ રહી ગયા હતા. સરકારે આ જિલ્લાઓને આકાંક્ષી જિલ્લા જાહેર કરીને તેના વિકાસ પર ધ્યાન આપ્યું છે. આજે આ જિલ્લાઓ દેશના અન્ય જિલ્લાઓની બરાબરી કરી અને આગળ ધપી રહ્યા છે. આકાંક્ષી જિલ્લાઓની સફળતાઓને હવે અમારી સરકાર બ્લોક સ્તર પર બેવડાવવાનું કામ કરી રહી છે. અને તેના માટે દેશમાં 500થી વધારે બ્લોક્સને આકાંક્ષી બ્લોકના રૂપમાં વિકસિત કરવાનિં કાર્ય શરૂ થઈ ગયું છે. આ આકાંક્ષી બ્લોક, સામાજિક ન્યાયની એક સંસ્થાગત વ્યવસ્થાના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યા છે.
  3. દેશના જનજાતિય ક્ષેત્ર, પહી ક્ષેત્રો, સમૂદ્રી ક્ષેત્રો તથા સરહદી ક્ષેત્રોને પણ વીતેલા દાયકાઓમાં વિકાસનો મર્યાદિત લાભ જ મળી શક્યો હતો. નોર્થ ઇસ્ટ તથા જમ્મુ-કાશ્મીરમાં તો દુર્ગમ પરિસ્થિતિઓની સાથે  સાથે અશાંતિ અને આતંકવાદ પણ વિકાસની સામે ઘણો મોટો પડકાર હતો. મારી સરકારે કાયમી શાંતિ માટે પણ અનેક સફળ પગલાં ભર્યા છે અને ભૌગોલિક પડકારોને પણ પડકાર આપ્યો છે. તેનું જ પરિણામ છે કે નોર્થ ઇસ્ટ અને આપણા સરહદી ક્ષેત્ર, વિકાસની એક નવી ગતિનો અનુભવ કરી રહ્યા છે.
  4. સરહદી ગામડાઓ સુધી બહેતર સુવિધા પહોંચાડવા માટે મારી સરકારે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ પર કામ શરૂ કર્યું છે. રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ પણ  સરહદી ક્ષેત્રોમાં અભૂતપૂર્વ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વીતેલા વર્ષોમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેનાથી પણ આ ક્ષેત્રોના વિકાસને વેગ મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દાયકાઓથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ઘણું મોટું જોખમ બની ચૂકેલી ડાબેરી હિંસા પણ હવે થોડા જિલ્લા સુધી જ મર્યાદિત રહી ગઈ છે.

માનનીય સદસ્યગણ.

  1. મારી સરકારની એક ઘણી મોટી સિદ્ધિ મહિલા સશક્તિકરણની રહી છે. આ સંદર્ભમાં મને નારી શક્તિ નામની એક પ્રેરક કવિતા યાદ આવે છે. જેને ભારતીય સાહિત્યની અમર વિભૂતિ, સ્વાતંત્ર્ય સેનાની તથા ઓડિયા ભાષાના સુપ્રસિદ્ધ નારી ઉત્કલ ભારતી કુંતલા કુમારી સાબતે લખી હતી. જઆજથી લગભગ 100 વર્, અગાઉ તેમણે આ ઉદઘોષ કર્યો હતો.

    બસુંધરા તલે ભારત-રમણી નુહે હીન મુહે દીન
    અમર કિરતી કોટિ યુગે કેભેં જગતું નોહિબ લીન.


    એટલે કે ભારતની નારી પૃથ્વી પર કોઇ પણ સરખામણીમાં ન તો હીન છે ન તો દીન છે. સંપૂર્ણ જગતમાં તેની અમર કીર્તિ યુગ યુગો સુધી ક્યારેય લુપ્ત થશે નહીં એટલે કે હંમેશાં ટકી રહેશે.
  2. મને આ જોઇને ગર્વ થાય છે કે આજે પણ આપણી બહેનો અને દિકરીઓ ઉત્કલ ભારતીના સપના અનુસાર વિશ્વ સ્તર પર પોતાની કિર્તિ ધજા લહેરાવી રહી છે. મને પ્રસન્નતા છે કે મહિલાઓની આવી પ્રગતિની પાછળ મારી સરકારના પ્રયાસોનું પીઠબળ રહ્યું છે.
  3. મારી સરકાર દ્વારા જેટલી પણ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે તેના કેન્દ્રમાં મહિલાઓનું જીવન સરળ બનાવવું, મહિલાઓને રોગાર-સ્વરોજગારના નવા અવસર પ્રદાન કરવા અને મહિલા સશક્તિકરણ રહ્યું છે. મહિલાઓના ઉત્થાનમાં જ્યાં જૂની માન્યતાઓ અને જૂની ધારણાઓને તોડવી પણ પડી તો તેનાથી પણ સરકાર પાછી હટી નથી.
  4. બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનની સફળતા આજે આપણે જોઈ રહ્યા છીએ. સરકારના પ્રયાસોથી સમાજમાં જે ચેતના આવી, તેનાથી દિકરીઓની સંખ્યામાં પણ સતત વધારો થતો રહ્યો છે. દેશમાં પહેલી વાર પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધારે થઈ છે તથા મહિલાઓનું આરોગ્ય પણ અગાઉની સરખામણીએ બહેતર બન્યું છે. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હોય કે પછી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, તેમાં માતા અને બાળકો બંનેના જીવનને બચાવવામાં અમે સફળ રહ્યા છીએ. આયુષ્માન ભારત યોજનાની પણ લગભગ 50 ટકા મહિલા લાભાર્થી છે.
     

માનનીય સદસ્યગણ.
 

  1. મારી સરકાર દિકરીઓના શિક્ષણથી લઇને તેમની કારકિર્દી સુધી તમામ અડચણો ર કરવાનો પ્રયાસ કરી રહી છે. દેશમાં સરકારી શાળાઓમાં દિકરીઓ માટે અલગ ટોઇલેટનું નિર્માણ હોય અથવા તો પછી સેનેટરી પેડ્સ સાથે સંકળાયેલી યોજના, તેનાથી દિકરીઓના અભ્યાસ છોડી દેવાના દરમાં ઘણો ઘટાડો થયો છે. સ્વચ્છ ભારત અભિયાનથી મહિલાઓની ગરિમા તો વધી જ છે સાથે સાથે એક સુરક્ષિત માહોલ પણ તેનાથી તેમને મળ્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાથી દેશભરમાં કરોડો દિકરીઓના બહેતર ભવિષ્ય માટે પહેલી વાર સેવિંગ્સ એકાઉન્ટ ખૂલ્યા છે. નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિમાં પણ દિકરીઓના શિક્ષણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે.
  2. મારી સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે કોઇ પણ કોઈ પણ કાર્યક્ષેત્રમાં મહિલાઓ માટે કોઈ બંધન ન હોય. તેથી જ માઇનિંગથી લઈને લશ્કરમાં અગ્રીમ મોરચા સુધી દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભરતીનો માર્ગ ખોલી નાખવામાં આવ્યો છે. લશ્કરી શાળાઓથી માંડીને મિલટરી ટ્રેનિંગ સ્કૂલ સુધીમાં હવે આપણી દિકરીઓ શિક્ષણ તથા તાલીમ લઈ રહી છે. આ મારી સરકાર જ છે જેણે માતૃત્વ અવકાશને 12 સપ્તાહથી વધારીને 26 સપ્તાહ કર્યું છે.
  3. મુદ્રા યોજનાની લગભગ 70 ટકા લાભાર્થી મહિલા ઉદ્યમી જ છે. એક અભ્યાસ અનુસાર, આ યોજનાથી મહિલાઓની આર્થિક શક્તિ તથા સામાજિક નિર્ણયોમાં પણ ભાગીદારી વધી છે. પીએમ આવાસ યોજના અંતર્ગત મળનારા મકાનોની નોંધણી પણ મહિલાઓના નામે થવાથી મહિલાઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. જનધન યોજનાથી પહેલી વાર દેશમાં બેંકિંગ સવલતોમાં મહિલાઓ તથા પુરુષોની વચ્ચે હવે બરાબરી આવી ગઈ છે. દેશમાં હાલમાં 80 લાખથી વધારે સ્વયં સહાયતા સમૂહ પણ કામ કરી રહ્યા છે જેમાં લગભઊગ નવ કરોડ મહિલાઓ જોડાઈ ચૂકી છે. આ મહિલા સ્વયં સહાયતા સમૂહોને સરકાર દ્વારા લાખો રૂપિયાની મદદ આપવામાં આવી રહી છે.

    માનનીય સદસ્યગણ.
  1. આપણો વારસો આપણને મૂળિયા સાથે જોડે છે. અને આપણો વિકાસ આપણને આકાશને આંબવાનો જૂસ્સો આપે છે. તેથી જ મારી સરકારે વારસાને મજબૂતી પ્રદાન કરવા માટે અને વિકાસને પ્રાથમિકતા આપવાનો માર્ગ પસંદ કર્યો છે.
  2. આજે એક તરફ દેશમાં અયોધ્યા ધામનું નિર્માણ થઈ રહ્યું છે તો બીજી તરફ આધુનિક સંસદ ભવન પણ બની રહ્યું છે.
  3. એક તરફ અમે કેદારનાથ ધામ, કાશી વિશ્વનાથ ધામ અને મહાકાલ મહાલોકનું નિર્માણ કર્યું તો બીજી તરફ જિલ્લાઓમાં અમારી સરકાર મેડિકલ કોલેજ પણ બનાવી રહી છે.
  4. એક તરફ અમે તીર્થો અને ઐતિહાસિક સ્થળોનો વિકાસ કરી રહ્યા છીએ તો બીજી તરફ ભારત દુનિયામાં મોટું સ્પેસ પાવરહાઉસ બની રહ્યું છે. ભારતે સૌપ્રથમ પ્રાયવેટ સેટેલાઇટ પણ લોંચ કર્યું છે.
  5. એક તરફ આપણે આદિ શંકરાચાર્ય , ભગવાન બસેશ્વર, તિરુવલ્લુવર, ગુરુ નાનક દેવ જેવા સંતોના ચીંધેલા માર્ગ પર આગળ ધપી રહ્યા છીએ તો બીજી તરફ આજે ભારત હાઇટેક નોલેજનું હબ પણ બની રહ્યું છે.
  6. એક તરફ આપણે કાશી-તમિલ સંગમમ મારફતે એક ભારક શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરી રહ્યા છીએ તો ત્યારે જ વન નેશન વન રાશન કાર્ડ જેવી આધુનિક વ્યવસ્થા પણ સર્જી રહ્યા છીએ. ડિજિટલ ઇન્ડિયા તથા 5G ટેકનોલોજીમાં ભારતના સામર્થ્યની શક્તિ આજે સમગ્ર દુનિયા માની રહી છે.
  7. આજે ભારત જ્યાં યોગ અને આયુર્વેદ જેવી પોતાની પુરાણી વિદ્યાઓ સમગ્ર દુનિયા સમક્ષ પહોંચાડી રહ્યું છે  તો બીજી તરફ ફાર્મસી ઓફ ધ વર્લ્ડની નવી ઓળખ મજબૂત કરી રહ્યું છે.
  8. આજે ભારત જ્યાં કુદરતી ખેતીને, મિલેટ્સના પોતાની પરંપરાગત પાકને પ્રોત્સાહિત કરી રહ્યું છે તો બીજી તરફ નૈનો યુરિયા જેવી આધુનિક ટેકનોલોજીનો પણ વિકાસ કર્યો છે.
  9. ખેતી માટે એક તરફ જ્યાં ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અમે બહેતર બનાવી રહ્યા છીએ ત્યાં જ બીજી તરફ ડ્રોન ટેકનોલોજીથી, સોલર પાવરથી ખેડૂતને તાકાત આપી રહ્યા છીએ.
  10. શહેરોમાં જ્યાં સ્માર્ટ સુવિધાઓના વિકાસ પર જોર આપવામાં આવી રહ્યુ છે ત્યાં  સ્વામિત્વ યોજનાથી પહેલી વાર ગામડાના ઘરોની ડ્રોન દ્વારા મેપિંગ થઈ રહી છે.
  11. આઝાદીના અમૃત મહોત્સવ પર જ્યાં આજે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સેંકડો આધુનિક વંદે ભારત ટ્રેન પણ લોંચ કરવામાં આવી રહી છે.
  12. એક તરફ આપણા વેપારની પરંપરાગત તાકાત રહેલા નદી જળમાર્ગો તથા બંદરગાહોને પણ આધુનિક કરવામાં આવી રહ્યા છે તો મલ્ટિ મોડલ કનેક્ટિવિટી તથા લોજિસ્ટિક પાર્કનું નેટવર્ક પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

    માનનીય સદસ્યગણ.
  13. આઝાદીના અમૃતકાળમાં દેશ પંચ પ્રણોની પ્રેરણાથી આગળ ધપી રહ્યો છે. ગુલામની પ્રત્યેક નિશાની, દરેક માનસિકતાથી મુક્તિ અપાવવા માટે મારી સરકાર સતત પ્રયાસરત છે.
  14. જે ક્યારેક રાજપથ હતો તે આજે કર્તવ્યપથ બની ચૂક્યો છે.
  15. આજે કર્તવ્યપથ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પ્રત્યેક ભારતીયને ગૌરવાન્વિત કરી રહી છે તો આંદામાન નિકોબારમાં પણ નેતાજી તથા આઝાદ હિંદ ફોજના શૌર્યને અમે સન્માન આપ્યું છે. હજી થોડા જ દિવસ અગાઉ મારી સરકારે આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ આઇલેન્ડ પર નેતાજીને સમર્પિત ભવ્ય સ્મારક તથા મ્યુઝિયમનો શિલાન્યાસ પણ કર્યો છે.
  16. ભારતીય લશ્કરના પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર આંદામાન નિકોબારના 21 દ્વિપોનું નામકરણ પણ કરાયું છે.
  17. એક તરફ નેશનલ વોર મેમોરિયલ આજે રાષ્ટ્રીય શૌર્યનું પ્રતિક બની ગયું છે તો બીજી તરફ આપણી નૌકાસેનાને પણ હવે છત્રપતિ શિવાજી મહારાજનું આપેલું પ્રતિક ચિહ્ન મળ્યું છે.
  18. એક તરફ જ્યાં ભગવાન બિરસા મુન્ડા સહિત તમામ આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓ સાથે સંકળાયેલું સંગ્રહાલય બની રહ્યું છે, ડૉ. બાબા સાહેબ આંબેડકરના પંચ તીર્થ બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ પ્રત્યેક પ્રધાનમંત્રીના યોગદાનને દર્શાવનારું પ્રધાનમંત્રી સંગ્રહાલયનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
  19. દેશમાં પ્રથમ વીર બાલ દિવસને પણ સંપૂર્ણ ગર્વ તથા શ્રદ્ધાથી મનાવ્યો છે. ઇતિહાસની પીડાઓ તથા તેમની સાથે સંકળાયેલા શિક્ષણને જાગૃત રાખવા માટે દેશમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો પ્રારંભ પણ મારી સરકારે કર્યો છે.


    માનનીય સદસ્યગણ.
  20. મેઇડ ઇન ઇન્ડિયા અભિયાન તથા આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતાનો લાભ દેશને મળો શરૂ થઈ ચૂક્યો છે. આજે ભારતમાં ઉત્પાદનની પોતાની ક્ષમતા પણ વધી રહી છે અને દુનિયાભરમાંથી પણ ઉત્પાદન કંપનીઓ ભારતમાં આવી રહી છે.
  21. આજે આપણે ભારતમાં જ સેમિકન્ડક્ટર ચિપથી લઈને હવાઈ જહાજના નિર્માણ સુધીના પ્રયાસો કરી ચૂક્યા છીએ. આવા જ પ્રયાસોનું પરિણામ છે કે ભારતમાં બનેલા સામાનની નિકાસ સતત વધી રહી છે. થોડા વર્ષો અગાઉ આપણે મોટી સંખ્યામાં મોબાઇલ ફોન આયાત કરતા હતા. આજે ભારત દુનિયામાં મોબાઇલ ફોનનું એક મોટું નિકાસકાર બની ગયું છે. દેશમાં રમકડાની આયાતમાં 70 ટકાનો ઘટાડો આવ્યો છે જ્યારે નિકાસ 60 ટકા વધી છે.
  22. મારી સરકારની નવી પહેલના પરિણામસ્વરૂપ આપણી સુરક્ષા નિકાસ છ ગણા થઈ છે. મને ગર્વ છે કે આપણા લશ્કરમાં આજે આઇએનએસ વિક્રાંતના રૂપમાં પ્રથમ સ્વદેશી એકક્રાફ્ટ કેરિયર પણ સામેલ છે.  આપણે ઉત્પાદનના નવા ક્ષેત્રમાં જ પ્રવેશ કરી રહ્યા નથી પરંતુ ખાદી અને ગ્રામોદ્યોગ જેવા પોતાના પરંપરાગત ક્ષેત્રમાં પણ પ્રશંસનીય કામ કરી રહ્યા છીએ. આ આપણા તમામ માટે ખુશીની વાત છે કે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન દેશના ખાદી તથા ગ્રામોદ્યોગ ક્ષેત્રનું ટર્નઓવર એક લાખ કરોડ કરતાં પણ વધારે થઈ ચૂક્યું છે. મારી સરકારનો પ્રયાસોથી ખાદીનું વેચાણ પણ ચાર ગણા વધ્યું છે.

    માનનીય સદસ્યગણ.
  23. મારી સરકારે ઇનોવેશન અને આંતરપ્રિન્યોરશિપ પર સતત અભૂતપૂર્વ ભાર મૂક્યો છે. તેનાથી દુનિયાની સૌથી યુવાન વસ્તી ધરાવતા આપણા દેશની તાકાતનો સદુપયોગ થઈ રહ્યો છે. આજે આપણા યુવાનો પોતાના ઇનોવેશનની તાકાત દુનિયાને દેખાડી રહ્યા છે. 2015માં ભારત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં 81મા ક્રમે હતું. આજે આપણે 40મા ક્રમે પહોંચી ગયા છીએ. સાત વર્ષ અગાઉ જ્યાં ભારતમાં એક સો જેટલા રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ્સ હતા જ્યારે આજે આ સંખ્યા 90 હજાર ઉપર પહોંચી ગઈ છે.
  24. આજના યુગમાં આપણી સેનાઓને પણ યુવાશક્તિમાં સમૃદ્ધ થવું, યુદ્ધશક્તિમાં પણ નિપુણ બનવું, ટેકનોલોજીની શક્તિથી સજ્જ રહેવું, અત્યંત મહત્વપૂર્ણ છે. આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને અગ્નિવીર યોજના શરૂ કરવામાં આવી છે. તેનાથી દેશની યુવાશક્તિને લશ્કરના માધ્યમથી રાષ્ટ્રની સેવા કરવાનો મહત્તમ અવસર મળશે.
  25. મારી સરકાર દેશના યુવાનોની શક્તિને રમતોના માધ્યમથી પણ દેશને સન્માનની સાંકળી રહી છે. આપણા ખેલાડીઓએ કોમનવેલ્થ ગેમ્સથી લઈને ઓલિમ્પિક તથા પેરા ગેમ્સમાં અભૂતપૂર્વ પ્રદર્શન કરીને એ પુરવાર કરી દીધું છે કે તેમની પ્રતિભા અન્ય કોઇનાથી ઉતરતી નથી. દેશના ખૂણે ખૂણામાં એવી પ્રતિભાઓને શોધવા, તેમની પ્રતિભાને નિખારવા માટે ખેલો ઇન્ડિયા ગેમ્સ, ખેલો ઇન્ડિયા સેન્ટરથી લઈને TOPS સ્કીમ ચલાવવામાં આવી રહી છે.
  26. અમારી સરકાર દિવ્યાંગ કલ્યાણને લઊને પણ સંપૂર્ણપણે સંવેદનશીલ છે. દેસમાં એક સાઇન લેંગ્વેજ અને સુગમ્ય ભારત અભિયાને દિવ્યાંગ યુવાનોની ઘણી મદદ કરી છે.

    માનનીય સદસ્યગણ
  27. વીતેલા દાયકાઓમાં આપણે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં બે મોટા પડકારો જોયા છે. એક, આ પ્રકારના પ્રોજેક્ટ સમયસર પૂરા થઈ શકતા ન હતા. બીજું. અલગ અલગ વિભાગ, અલગ અલગ સરકારો, પોતપોતાની સુવિધાઓથી કામ કરતી હતી. તેનાથી સરકારી સંસાધનોનો દુરુપયોગ પણ થતો હતો, સમય પણ વધારે લાગતો હતો અને સામાન્ય માનવીને પણ અસુવિધા પહોંચતી હતી. મારી સરકારે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન બનાવીને આ પડકારોનો સામનો કરવા માટે ઠોસ પગલાં ભર્યા છે. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનને લઇને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ ઉત્સાહ દાખવ્યો છે. તેનાથી દેશમાં મલ્ટિ મોડલ કનેક્ટિવિટીનો પણ વ્યાપ વધ્યો છે.
  28. મારી સરકાર ભારતને વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક લોજિસ્ટિક હબ બનાવવા માટે પ્રયાસરત છે. તેના માટે ગયા વર્ષે દેશમાં નેશનલ લોજિસ્ટિક પોલિસી લાગુ કરવામાં આવી છે. આ પોલિસી લાગુ થતાં લોજિસ્ટિક પડતરમાં ઘણો ઘટાડો થશે.
  29. મારી સરકાર દેશના વિકાસ માટે જે ઝડપ અને વ્યાપ પર કામ કરી રહી છે તે અભૂતપૂર્વ અને અતુલનીય છે.

    મારી સરકારના આગમન બાદ ભારતમાં ગરીબો માટે સરેરાશ દરરોજ આવાસ યોજનાના 11 હજાર ઘર બન્યા.
  • આ સમયગાળામાં ભારતમાં દરરોજ સરેરાશ અઢી લાખ લોકો બ્રોડબેન્ડ કનેક્શનથી સંકળાયા,
  • દરરોજ 55 હજારથી વધારે ગેસ કનેક્શન આપવામાં આવ્યા.
  • મુદ્રા યોજના હેઠળ દરરોજ 700 કરોડ રૂપિયાથી વધારેની લોન આપવામાં આવી.
  • વીતેલા આઠથી નવ વર્ષમાં ભારતમાં લગભગ દર મહિને એક મેડિકલ કોલેજ બની છે.
  • આ દરમિયાન દેશમાં એક દિવસમાં બે કોલેજોની સ્થાપના થઈ છે, દર સપ્તાહે એક યુનિવર્સિટી બની છે.
  • માત્ર બે વર્ષની અંદર ભારતે 220 કરોડથી વધારે વેક્સિન ડોઝ આપ્યા છે.
     
  1. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો 2004થી 2014ની વચ્ચે દેશમાં જ્યાં 145 મેડિકલ કોલેજ ખૂલી ચૂકી હતી ત્યાં મારી સરકારે 2014થી 2022 સુધીમાં 260થી વધારે મેડિકલ કોલેજ શરૂ કરી દીધી છે. મેડિકલનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સ્નાતક અને અનુસ્નાતક બેઠકોની સંખ્યામાં પણ હવે અગાઉની સરખામણીએ બમણી થઈ ગઈ છે. 2014 અગાઉ જ્યાં દેશમાં કુલ લગભગ 725 વિશ્વવિદ્યાલય હતા ત્યા જ છેલ્લા માત્ર આઠ વર્ષમાં 300થી વધુ નવા વિશ્વ વિદ્યાલય બન્યા છે. આ દરમિયાન દેશમાં પાંચ હજારથી વધારે કોલેજ પણ ખોલવામાં આવી છે.
  2.  આ જ રીતે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ દેશમાં ઘણા નવા વિક્રમો સર્જાયા છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં 2013-14 સુધી દેશમાં લગભગ ત્રણ લાખ 81 હજાર કિલોમીટર માર્ગો બન્યા હતા. જ્યારે 2021-12 સુધીમાં ગ્રામીણ સડકોનું આ નેટવર્ક સાત લાખ કિલોમીટરથી પણ વધારે થઈ ચૂક્યું છે. અત્યાર સુધી દેશની 99 ટકા કરતાં વધારે વસ્તી સડક માર્ગ સાથે જોડાઈ ચૂકી છે. વર્લ્ડ બેંક સહિત અનેક સંસ્થાઓના અભ્યાસ અનુસાર ગ્રામીણ માર્ગોથી ગામડાઓમાં રોજગાર, ખેતી, શિક્ષણ અને આરોગ્ય પર ઘણી સકારાત્મક અસર પડી છે.
  3. નેશનલ હાઇવે નેટવર્કમાં છેલ્લા આઠ વર્ષ દરમિયાન 55 ટકાથી વધારે વૃદ્ધિ નોંધાઈ છે. ટૂંક સમયમાં જ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દેશના 550થી વધારે જિલ્લા હાઇવે સાથે જોડાઈ જશે. અર્થવ્યવસ્થાને ગતિ આપનારા કોરિડોરની સંખ્યા છથી વધીને 50 થનારી છે.
  4. આ જ રીતે દેશના એવિએશન સેક્ટર પણ ઝડપથી આગળ ધપી રહ્યું છે. વર્ષ 2014 સુધી જ્યાં દેશમાં એરપોર્ટની સંખ્યા 74 હતી જ્યારે હવે તે વધીને  147 થઈ ગઈ છે. આજે ભારત દુનિયાનું ત્રીજું મોટું એવિએશન માર્કેટ બની ગયું છે. તેમાં ઉડાન યોજનાની પણ ઘણી મોટી ભૂમિકા છે. ભારતીય રેલવે પોતાના આધુનિક અવતારમા સામે આવી રહ્યું છે અને દેશના રેલવે મેપમાં અનેક દુર્ગમ ક્ષેત્ર પણ જોડાઈ રહ્યા છે. વંદે ભારત એક્સપ્રેસના રૂપમાં એક આધુનિક તથા સેમિ હાઇસ્પિડ ટ્રેન ભારતીય રેલવેનો હિસ્સો બની ચૂકી છે. જમ્મુ કાશ્મીર અને નોર્થ ઇસ્ટના દુર્ગમ ક્ષેત્રોને પણ રેલવે સાથે સાંકળવામાં આવી રહ્યા છે. ભારતીય રેલવે દુનિયાનું સૌથી મોટું વિજળીથી ચાલનારું રેલવે નેટવર્ક બનવાની દિશામાં ઝડપથી અગ્રેસર છે. ભારતીય રેલવેને સુરક્ષિત બનાવવા માટે સ્વદેશી ટેકનિક – કવચનો પણ અમે ઝડપથી વ્યાપ વધારી રહ્યા છીએ.

    માનનીય સદસ્યગણ.
  5. ભારતે એ અભિગમને પણ બદલ્યો છે જે પ્રગતિ અને પ્રકૃતિને બરાબર વિરોધી માનતો હતો. મારી સરકાર ગ્રીન ગ્રોથ પર ધ્યાન આપી રહી છે અને સમગ્ર વિશ્વને મિશન લાઇફથી જોડવા પર ભાર આપી રહી છે. સરકારે છેલ્લા આઠ વર્ષમાં સોલર એનર્જી ક્ષમતાને લગભગ 20 ગણી વધારી છે. આજે ભારત રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં વિશ્વમાં ચોથા ક્રમે છે. દેશમાં વિજળી ઉત્પાદનની 40 ટકા ક્ષમતા નોન-ફોસિલ ફ્યુઅલથી પેદા કરવાના લક્ષ્યાંકને દેશે નવ વર્ષ અગાઉથી જ હાંસલ કરી લીધું છે. આ સફળતા વર્ષ 2070 સુધી નેટ ઝીરોના અમારા સંકલ્પને સશક્ત કરનારી છે. દેશમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગના લક્ષ્યાંક પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.
  6. સરકારે તાજેતરમાં જ મિશન હાઇડ્રોજનને પણ મંજૂરી આપી છે. આ ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ભારતમાં લાખો કરોડ રૂપિયાના રોકાણને આકર્ષિત કરનારું છે. તેના પરિણામસ્વરૂપ ક્લીન એનર્જીને લઇને પણ તથા એનર્જી સુરક્ષા માટે પણ વિદેશો પર આપણી નિર્ભરતા ઘટી જશે. દેશના શહેરોમાં પ્રદૂષણ ઘટાડવું પણ અમારી ઘણી મોટી પ્રાથમિકતા છે. તેથી જ ઇલેક્ટ્રિક મોબિલિટી માટે પણ મોટા પાયે કામ ચાલી રહ્યું છે. FAME યોજના અંતર્ગત રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા સાત હજારથી વધારે ઇલેક્ટ્રિક બસ જાહેર પરિવહનમાં જોડી દેવામાં આવી છે. વીતેલા આઠ વર્ષમાં દેશમાં મેટ્રો નેટવર્કમાં ત્રણ ગણોથી વધારેનું વધારો થયો છે. આજે 27 શહેરમાં મેટ્રો ટ્રેન માટેનું કામકાજ ચાલી રહ્યું છે. આ જ રીતે દેશમાં 100 કરતાં વધારે નવા વોટર વે પણ વિકસિત કરવામાં આવી રહ્યા છે. આ નવા જળમાર્ગો પરિવહન ક્ષેત્રની કાયાકલ્પ કરવામાં મદદ કરશે.

    માનનીય સદસ્યગણ.
  7. આજની દુનિયા અનેક પડકારોમાંથી પસાર થઈ રહી છે. દાયકાઓ અગાઉ બનેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની પ્રાસંગિકતા અને પ્રભાવ પર પણ સવાલ પેદા થઈ રહ્યા છે. આ પરિસ્થિતિઓમાં ભારત એવો દેશ બનીને સામે આવ્યો છે જે આજની વિભાજિત દુનિયાને કોઇને કોઈ રીતે જોડી રહ્યો છે. ભારત આજે એ દેશોમાંથી એક છે જે ગ્લોબલ સપ્લાય ચેઇન પરના ભરોસાને ફરીથી મજબૂત કરી રહ્યો છે. તેથી જ આજે  દુનિયા ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે.
  8.  આ વર્ષે ભારત જી-20 જેવા પ્રભાવશાળી સમૂહનું નેતૃત્વ કરી રહ્યું છે. એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના મંત્રની સાથે ભારતનો સંપૂર્ણ પ્રયાસ છે કે જી-20ના સદસ્ય દેશોની સાથે મળીને વર્તમાન વૈશ્વિક પડકારોના સામૂહિક ઉકેલ શોધવામાં આવે. મારી સરકાર તેને માત્ર એક રાજકીય કાર્યક્રમ તરીકે મર્યાદિત રાખવા માગતી નથી. પરંતુ સમગ્ર વિશ્વના પ્રયાસથી, ભારતના સામર્થ્ય અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવાનો આ અવસર છે. તેથી જ સમગ્ર દેશના ડઝનબંધ શહેરોમાં આખા વર્ષ દરમિયાન જી-20ની બેઠકો આયોજિત થતી રહેશે.

    માનનીય સદસ્યગણ.
  9. ભારતના વૈશ્વિક સંબંધોના આ શાનદાર યુગ છે. અમે દુનિયાના વિવિધ દેશોની સાથે આપણા સહયોગ અને મિત્રતાને મજબૂત કરી છે. એક તરફ આપણે આ વર્ષે SCO ની અધ્યક્ષતા કરી રહ્યા છીએ તો બીજી તરફ QUAD ના સદસ્ય હોવાને નાતે ઇન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા તથા સમૃદ્ધિ માટે કામ કરી રહ્યા છીએ.
  10. અમે આપણા રાષ્ટ્રીય હિતોને સર્વોપરિ રાખતાં આપણી ભૂમિકાનો વિસ્તાર કર્યો છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપ હોય તે પછી શ્રીલંકામાં આપત્તિ, આપણે સૌ પ્રથમ માનવીય સહાય લઈને પહોંચ્યા હતા.
  11. ભારતને લઇને આજે જે સદભાવ છે તેનો લાભ આપણને અફઘાનિસ્તાન અને યુક્રેનમાં પેદા થયેલા સંકટ દરમિયાન મળ્યો હતો. સંકટમાં ફસાયેલા આપણા નાગરિકોને આપણે આ દેશોમાંથી સુરક્ષિત લઈ આવ્યા હતા. આ દરમિયાન ભારતે ઘણા અન્ય દેશોના નાગરિકોની મદદ કરવા પોતાના માનવીય સ્વરૂપને ફરીથી દુનિયા સમક્ષ રજૂ કર્યું હતું.

    માનનીય સદસ્યગણ.
  12. ભારતે આતંકવાદને લઈને જે કડક વલણ અપનાવ્યું છે તેને પણ આજે દુનિયા સમજી રહી છે. તેથી જ આતંકવાદની વિરુદ્ધ ભારતના અવાજને દરેક મંચ પર ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં પહેલી વાર UNSC કાઉન્ટર ટેરરિઝમ સમિતિની એક વિશેષ બેઠક આયોજિત કરવામાં આવી હતી. તેમાં પણ ભારતે આતંકવાદની વિરુદ્ધમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. સાઇબર સિક્યોરિટી સાથે સંકળાયેલી  ચિંતાઓને પણ મારી સરકાર ગંભીરતાથી સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરી રહી છે.
  13. મારી સરકારનું સ્પષ્ટપણે માનવું છે કે કાયમી શાંતિ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે રાજનીતિક તથા રણનીતિકના રૂપમાં સશક્ત હોઇશું. તેથી જ આપણી સૈન્ય શક્તિના આધુનિકીકરણ પર અમે સતત ભાર મૂકી રહ્યા છીએ.

    માનનીય સદસ્યગણ
  14. લોકશાહીના જનનિના રૂપમાં ભારતની અનંત યાત્રા અનંત ગૌરવોથી ભરેલી છે. અમે લોકતંત્રને એક માનવીય સંસ્કારના રૂપમાં વિકસિત કર્યું છે. સમૃદ્ધ કર્યું છે. આપણા હજારો વર્ષોના ભૂતકાળની માફક જ આવનારી સદીઓમાં પણ ભારત માનવીય સભ્યતાની અવિરલ ધારાની માફક અનવરત ગતિમાન કરશે.
  • ભારતનું લોકતંત્ર સમૃદ્ધ હતું, સશક્ત હતું અને ભવિષ્યમાં પણ સશક્ત થતું રહેશે.
  • ભારતની જીવટતા અમર હતી અને ભવિષ્યમાં પણ અમર રહેશે.
  • ભારતનું જ્ઞાન-વિજ્ઞાન અને આધ્યાત્મ સદીઓથી વિશ્વનું માર્ગદર્શન કરતું આવ્યું છે અને આવનારી સદીઓમાં પણ વિશ્વને આ  જ રીતે માર્ગ ચીંધશે.
  • ભારતના આદર્શ અને મૂલ્ય અંધકારથી ભરેલા ગુલામીના કાળમાં પણ અક્ષુણ્ણ રહ્યા હતા અને તે ભવિષ્યમાં પણ અક્ષુણ્ણ જ રહેશે.
  • એક રાષ્ટ્રના રૂપમાં ભારતની ઓળખ ભૂતકાળમાં પણ અમર હતી અને ભવિષ્યમાં પણ અમર જ રહેશે.

     
  1. લોકતંત્રન કેન્દ્ર, આ સંસદમાં આપણો પ્રયાસ રહેવો જોઇએ કે આપણે કપરા લાગનારા લક્ષ્યાંકો પાર કરીએ અને તેને પ્રાપ્ત કરીને દેખાડીએ.  જે કાલે થનારું છે તેને આજે પૂર્ણ કરવાનો પ્રયાસ કરીએ. જેને અન્ય કોઈ આવનારા દિવસોમાં કરવા અંગે વિચારી રહ્યો છે તેને આપણે ભારતવાસીઓ પહેલા જ કરીને દેખાડીએ.
  2. આવો આપણા લોકતંત્રને સમૃદ્ધ કરવા માટે આપણે એ વેદવાક્યને આત્મસાત કરીએ જેમાં કહેવામાં આવ્યું છે – સંગચ્છધ્વં સંવદધ્વં સં વો મનાંસિ જાનતામ એટલે કે આપણે બધા એક સાથે કદમથી કદમ મિલાવીને ચાલીએ, આપણા સંકલ્પ સ્વરોમાં એકતાનો પ્રવાહ હોય અને આપણા અંતઃકરણ એકબીજા સાથે જોડાયેલા હોય.

આવો આપણે રાષ્ટ્રના નિર્માણના આ મહાયજ્ઞમાં આપણા કર્તવ્ય પથ પર ચાલતાં ચાલતાં બંધારણની શપથ પૂર્ણ કરીએ.

ધન્યવાદ.
જય હિન્દ.
જય ભારત

 

YP/GP/JD



(Release ID: 1895225) Visitor Counter : 261