પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી 2જી નવેમ્બરે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ 'ઇન્વેસ્ટ કર્ણાટક 2022'ના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરશે
Posted On:
01 NOV 2022 6:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2જી નવેમ્બર, 2022ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્વેસ્ટ કર્ણાટક 2022ના ઉદ્ઘાટન સમારોહ, રાજ્યની વૈશ્વિક રોકાણકારોની મીટને સંબોધિત કરશે.
આ મીટનો ઉદ્દેશ સંભવિત રોકાણકારોને આકર્ષવાનો અને આગામી દાયકા માટે વિકાસ એજન્ડા સેટ કરવાનો છે. બેંગલુરુમાં 2જીથી 4થી નવેમ્બર દરમિયાન આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમમાં 80 થી વધુ વક્તા સત્રો જોવા મળશે. વક્તાઓમાં કુમાર મંગલમ બિરલા, સજ્જન જિંદાલ, વિક્રમ કિર્લોસ્કર સહિતના કેટલાક ટોચના ઉદ્યોગ નેતાઓનો સમાવેશ થાય છે. આ સાથે, ત્રણસોથી વધુ પ્રદર્શકો સાથે સંખ્યાબંધ બિઝનેસ એક્ઝિબિશન અને કન્ટ્રી સેશન સમાંતર રીતે ચાલશે. ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, જાપાન અને ઑસ્ટ્રેલિયા - જેઓ પોતપોતાના દેશોમાંથી ઉચ્ચ સ્તરીય મંત્રી અને ઔદ્યોગિક પ્રતિનિધિમંડળને લાવશે, તે દરેક દેશ સત્રોનું આયોજન ભાગીદાર દેશો દ્વારા કરવામાં આવશે. ઈવેન્ટનું વૈશ્વિક સ્તર કર્ણાટકને તેની સંસ્કૃતિને વિશ્વ સમક્ષ દર્શાવવાની તક આપશે.
YP/GP/JD
(Release ID: 1872828)
Visitor Counter : 210
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam