પ્રધાનમંત્રીનું કાર્યાલય
જુનાગઢ, ગુજરાતમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાત મૂહૂર્ત પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
19 OCT 2022 10:30PM by PIB Ahmedabad
ભારત માતા કી જય,
ભારત માતા કી જય.
એમ લાગે છે કે તમારે ત્યાં દિવાળી આવી ગઈ છે, ભલે તહેવારના દિવસો હોય, સામે ધનતેરસ હોય, દિવાળી હોય, નવા વર્ષની તૈયારી હોય, તમામ લોકો પોતપોતાના કાર્યોમાં ડૂબેલા છે અને તેમ છતાં આટલી મોટી સંખ્યામાં જનતા, જ્યાં જ્યાં મારી નજર પહોંચી રહી છે એમ લાગી રહ્યું છે કે જેમ કે આશીર્વાદની ગંગા વહી રહી છે. જય ગિરનારી. આવડી મોટી સંખ્યામાં સંત મહાત્મા આશીર્વાદ આપવા માટે આવ્યા, અને ખાસ કરીને જે માતાઓ, બહેનો ઘણી મોટી સંખ્યામાં આવી છે તેમના જે આશીર્વાદ મળી રહ્યા છે તેમનો હું સંપૂર્ણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રહ્યો છું.
ભાઈઓ અને બહેનો,
આજે જુનાગઢ, ગિર સોમનાથ, પોરબંદર, લોકો તો આંકડા પણ ગણી શકતા નથી, આટલો મોટો વિકાસ, ચાર હજાર કરોડથી પણ વધુના પ્રોજેક્ટ, તેનું લોકાર્પણ શિલાન્યાસ થયો છે. એક જમાનો હતો જ્યારે સમગ્ર ગુજરાતમાં 12 મહિનાનુ કુલ બજેટ જેટલું હતું તેના કરતાં ઘણા વધારે લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમ આજે હું એક દિવસના એક પ્રવાસમાં ગુજરાતની ધરતી પર કરી રહ્યો છું. આ આપના આશીર્વાદનું પરિણામ છે અને આ વિકાસના કાર્યોનો લાભ મારા માછીમાર ભાઈ-બહેનોના જીવનને સરળ બનાવવાના કામમાં આવશે. આપણું આ જુનાગઢ તો હું હંમેશાંથી કહેતો હતો કે ગુજરાતના પર્યટન ક્ષેત્રની રાજધાની એવી તાકાત આપણા આ જુનાગઢ, ગિર સોમનાથ, આપણા પોરબંદરમાં છે. રોજગારના સ્વરોજગારના ઘણા અવસરો લઇને આ યોજનાઓ આવી છે. વિકાસનો એવો વરસાદ, વિકાસના અનેક આયામો માટે આપ સૌને દિવાળીની ભેટના સ્વરૂપે આ અવસરને મનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યું છું, શુભેચ્છા પાઠવી રહ્યો છું.
ભાઈઓ અને બહેનો,
આજે મારી છાતી ફૂલી રહી છે કેમ કે આપને કારણે, આપના આશીર્વાદને કારણે અને મને એ વાતની ખુશી છે કે ગુજરાત છોડ્યા બાદ અમારી ટીમે જે રીતે ગુજરાતને સંભાળ્યું છે, ભૂપેન્દ્ર ભાઈ તથા તેમની ટીમે જે ઝડપી ગતિથી ગુજરાતમાં વિકાસ કાર્યો હાથ ધર્યા છે તેનાથી વધારે બીજો આનંદ કયો હોઈ શકે. આજે ગુજરાતનો વિકાસ તમામ ક્ષેત્રમાં અત્યંત ઝડપી ગતિથી ચાલી રહ્યો છે.
પરંતુ ભાઈઓ અને બહેનો,
આપણે અગાઉના દિવસો યાદ કરીએ છીએ તો ઘણા વડીલો અહીં બેઠેલાં છે તેમને ખબર છે કે આપણે કેવા કેવા દિવસો પસાર કર્યા હતા, દસ વર્ષમાંથી સાત વર્ષ દુકાળ પડતો હતો. પાણી માટે તરસતા હતા, એક તરફ કુદરત રિસાયેલી રહેતી હતી અને આ મારા ઘેઘુર સમૂદ્રનું પાણી અંદર આવતું જ રહેતું હતું, જમીન પર કાંઈજ પેદા થઈ શકતું ન હતું, એવી આપણી જમીનની દશા થઈ ગઈ હતી. કાઠીયાવાડ ખાલી થતું જતું હતું , ગામે ગામમાંથી લોકો હિજરત કરીને કોઈ સુરત જતા હતા તો કોઈ હિન્દુસ્તાનના અન્ય ખૂણામાં જતા હતા. રોજી રોટી માટે દોડવું પડતું હતું. પરંતુ અમે તમામે જે મહેનત કરી અને સમર્પણ ભાવથી જે મહેનત કરે છે ને તો કુદરત પણ આશીર્વાદ આપે છે. ગૌરવ કરો ભાઈઓ કે 2001 બાદ ઇશ્વરની કૃપા જૂઓ, 20 વર્ષ કરતાં પણ વધારેનો સમય થઈ ગયો છે, એક વર્ષ પણ દુકાળ પડ્યો નથી. આને આશીર્વાદ ના કહીએ તો શું કહીએ ભાઈ, એક તરફ આપના આશીર્વાદ અને બીજી તરફ કુદરતના આશીર્વાદ અને તેને કારણે વિકાસની ભેટ લઈને જીવન જીવવાનો આનંદ આવે છે. એક જમાનો હતો જ્યારે માતા નર્મદાના દર્શન કરવા માટે લોકો સ્પેશિયલ બસ કરીને જતા હતા, પૂણ્ય કમાવવા માટે, સમય બદલાયો, મહેનતના મીઠા ફળને કારણે માતા નર્મદા આજે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ખુદ આશીર્વાદ આપવા માટે આવી રહી છે ભાઈઓ. પાણી પહોંચવા લાગ્યું છે, રસ્તા સારા થવા લાગ્યા છે, ફળ શાકભાજી ઉગાડનારા ખેડૂતોનું જીવન બદલાઈ ગયું છે ભાઈઓ.
આજે જુનાગઢમાં મને હમણાં જ આપણા રાજ્યપાલ સાહેબ આચાર્ય દેવવ્રતજી કહી રહ્યા હતા કે સાહેબ, જુનાગઢના ખેડૂતોએ તો કુદરતી ખેતીના કાર્યને સારી રીતે અપનાવી લીધું છે. અને સંપૂર્ણ તાકાતથી તેમાં લાગી ગયા છે. અને ભાઈઓ તથા બહેનો જુનાગઢની કેસર કેરી ભારતમાં જ નહીં પરંતુ આજે દુનિયામાં આ કેરીની મીઠાશ પહોંચી રહી છે ભાઈઓ. આપણા ભારત પાસે આવડો મોટો સમૂદ્રી કિનારો અને તેમાં ય ગુજરાત પાસે તો તેનો સૌથી મોટો હિસ્સો, પરંતુ ભૂતકાળમાં આ સમૂદ્ર આપણને બોજો લાગતો હતો. આ નમક ધરાવતું ક્ષેત્ર, નમક ધરાવતી હવા પણને ઝેર જેવી લાગતી હતી, સમય જૂઓ ભાઈઓ, જે સમૂદ્ર આપણને મુસિબત લાગતો હતો તે જ સમૂદ્ર આજે આપણને મહેનતનું ફળ આપી રહ્યો છે. જે કચ્છના રણની ધૂળની કણ પોતાના માટે મુસિબત લઈને ઘૂમતી હતી તે જ કચ્છે આજે ગુજરાતના વિકાસની આગેવાની લીધી છે. આવી રીતે અહીં થઈ રહ્યું છે. કુદરતી રીતે વિપરીત પરિસ્થિતિમાં પણ ગુજરાતે તેનો પણ સામનો કર્યો છે અને પ્રગતિની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી છે ભાઈઓ. 20થી 25 વર્ષ અગાઉ અમે જ્યારે સ્થિતિને બદલવાનો સંકલ્પ કર્યો, બીડું ઉઠાવ્યું, એક એક પળ ખર્ચ કર્યો હતો અને આજે તે 20-25 વર્ષનો યુવાન છે જેને ખબર નહીં પડે કે અગાઉના દિવસો કેવા હતા, તેઓ કલ્પના પણ કરી શકશે નહીં એવા સારા દિવસો લાવવાનો પ્રયાસ કર્યો છે ભાઈઓ.
અમે આપણા માછીમાર ભાઈઓ-બહેનોના વિકાસ માટે ગુજરાતમાં સાગર ખેડૂ યોજના શરૂ કરી. આ યોજના અંતર્ગત આપણા માછીમારોની સુરક્ષા, તેમની સુવિધાઓ, આપણા માછીમાર ભાઈઓ અને બહેનોને કારોબર કરવા માટે જરૂરી માળખાગત સવલતો માટે અમે ભાર મૂક્યો અને તેનું પરિણામ એ આવ્યું કે 20 વર્ષમાં કોઈ પણ ગુજરાતી હશે ભાઈઓ કે 20 વર્ષમાં માછલીની નિકાસ દુનિયામાં સાત ગણી વધી ગઈ છે. અને ભાઈઓ અને બહેનો આપણી માછલીની આટલી નિકાસ થાય તો એ તે દુનિયાભરમાં પહોંચતી હોય તો મને એક પુરાણી ઘટના યાદ આવે છે જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે જાપાનનું એક પ્રતિનિધિમંડળ આવ્યું હતું તો હું તેમને ગુજરાતના વિકાસની વીડિયો દેખાડી રહ્યો હતો અને જાપાનીઝ ભાષામાં તેની ઉપર એક કોમેન્ટરી હતી અને તેઓ પણ ધ્યાનપૂર્વક તમામ ચીજો સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા એવામાં અચાનક જ જાપાનના એ લોકો બોલ્યા સાહેબ પ્લીઝ, આ જરા બંધ કરો, મેં પૂછ્યું કે શું થયું ભાઈ, આ વીડિયો પર હું સમજાવી રહ્યો છું અને તમે કહી રહ્યા છો કે તરત જ બંધ કરો, મને કાંઈ સમજાતું નથી, મેં કહ્યું શા માટે બંધ કરું. તો તેમણે કહ્યું કે સાહેબ આપે આ જે સમૂદ્ર કિનારો દેખાડ્યો છે અને માછીમારોને દેખાડવા લાગ્યા છો અને તે જે સુરમી ફિશ (માછલી) દેખાઈ રહી છે ને તો મારા મોંઢામાં પાણી આવી રહ્યું છે, હવે હું બેસી શકું તેમ નથી અને હવે મને જવા દો. આપણી આટલી કીર્તિ છે કે સુરમી ફિશનું નામ સાંભળ્યું અને તેમના મોઢામાં પાણી આવી ગયું. આજે સુરમી નામની ફિશ જાપાનના બજારમાં ગુજરાતના નામથી ઓળખવામાં આવે છે ભાઈઓ. ગુજરાતમાંથી સુરમી ફિશની સેંકડો કરોડો રૂપિયાની નિકાસ વર્ષ દરમિયાન થાય છે અને હવે તો વલસાડમાં સી-ફૂડ પાર્ક છે તેમાંથી પણ નિકાસ એટલે કે એક્સપોર્ટ થાય છે. ફિશરીઝ ક્ષેત્રમાં પણ આપણે નવી નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છીએ.
ભાઈઓ અને બહેનો,
છેલ્લા આઠ વર્ષમાં ડબલ એન્જિનની સરકારનો બેવડો લાભ ગુજરાતના સમૂદ્ર કિનારાના સમૂદ્રી તટોને મળી રહ્યો છે. માછલી હોય, સી ફૂડ હોય, તેનો વેપાર વધ્યો છે, પહેલા આપણે ત્યાં ચેનલની ઉંડાઈ જરૂરી હતી, આપણા માછીમાર ભાઈઓને ઉથલપાથલને કારણે પરેશાની રહેતી હતી. હવે જ્યારે ગુજરાતમાં ફિશિંગ હાર્બર બનાવવાનું અભિયાન શરૂ કર્યું તો અમે અમારા સાગર ખેડૂઓની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો, બે દાયકામાં ઘણા બધા ફિશિંગ હાર્બર વિકસીત કરવામાં આવ્યા અને જે પુરાણા હતા તેને પણ અપગ્રેડ કરવામાં આવ્યા. ડબલ એન્જિન સરકાર બન્યા બાદ આ કાર્યોમાં બમણી ઝડપ આવી છે. આજે પણ ત્રણ ફિશિંગ હાર્બર વિકસીત કરવાનો શિલાન્યાસ થઈ રહ્યો છે ભાઈઓ. આપ કલ્પના કરી શકો છો કે આપણા ક્ષેત્રમાં કેવી આર્થિક તેજી આવનારી છે. તેમના (માછીમારોના) જીવનમાં કેવડું મોટું પરિવર્તન આવનારું છે. ફિશ હાર્બરને કારણે માછલીઓનું ટ્રાન્સપોર્ટેશન અત્યંત આસાન બની જશે અને નિકાસમાં પણ ઘણો વેગ આવશે. આ સાથે જ હવે અમે ડ્રોન પોલિસી લઈને આવ્યા છીએ. હવે તો ડ્રોન 20-20 કિલો, 25-25 કિલો, 50 કિલોનો માલ ઉપાડીને લઈ જઈ શકે છે અને તેને કારણે જ્યાં સમૂદ્ર નથી એવા જે ક્ષેત્રો છે ત્યાં આ ડ્રોનથી માછલી પહોંચે અને તાજો માલ પહોંચે તેના માટે અવસરો પેદા કરવામાં આવી રહ્યા છે ભાઈઓ, વિકાસ કેટલો લાભ પહોંચાડે છે ને તેનું આ ઉદાહરણ છે ભાઈઓ.
ભાઈઓ અને બહેનો,
આજે ડબલ એન્જિન સરકાર, મારા ખેડૂત ભાઈ, આપણા ગામડાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરે છે. અમારી સરકારે પીએ કિસાન નિધી આપે જોયું હજી બે દિવસ અગાઉ દિલ્હીમાં મેં દરેક ખેડૂતના ખાતામાં બે બે હજાર રૂપિયા જમા કરાવ્યા અને ખેતરમાં બેઠેલા ખેડૂતોના ખાતામાં તેમના મોબાઇલમાં તરત જ બે હજાર રૂપિયા આવી ગયા અને આ રૂપિયા તેમના ખાતામાં જમા થઈ ગયા ભાઈ. અને અત્યાર સુધીમાં જેટલા પણ રૂપિયા આપ્યા છે ને તેની કુલ રકમ બે લાખ 16 હજાર કરોડ રૂપિયા લગભગ સવા બે લાખ કરોડ રૂપિયા આ મારા ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે ભાઈઓ.
ભાઈઓ અને બહેનો,
તેનો લાભ મારા ગુજરાતના ખેડૂતોને પણ મળ્યો છે તેમના ખાતામાં પણ હજારો કરોડો રૂપિયા તથા તેનો મોટો લાભ નાના નાના ખેડૂતોનો પણ મળ્યો છે જેમની પાસે માત્ર એક કે બે વીઘા જમીન હોય, સિંચાઈ માટે પાણી શોધવું પડે જેઓ વરસાદ પર ભરોસો રાખીને જીવતા હોય તેમના માટે તો આ પૈસા ખૂબ જ કામમાં આવશે. અમારી સરકારે જેણે પહેલી વાર પશુપાલન હોય, ખેડૂત હોય, સાગર ખેડૂના મારા માછીમારો હોય, તેમને કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી)ની સુવિધાથી અમે સાંકળી લીધા છે. અગાઉ આ માત્ર ખેડૂતો માટે જ હતી. અમ તેનો વિસ્તાર કરીને પશુપાલકોને તેમાં સાંકળી લીધા છે, માછીમારોને પણ તેમાં સામેલ કરી દીધા છે અને જેને કારણે બેંકમાંથી લોન લેવા માટે મારા માછીમારો તથા મારા પશુપાલકો માટે માર્ગ આસાન બની ગયો છે. અને તેનો લાભ 3.50 કરોડથી વધારે લોકો લઈ રહ્યા છે ભાઈઓ અને બહેનો....અને અત્યંત નજીવા વ્યાજ દરે આ પૈસા મળી રહ્યા છે. તેમને શાહુકારોને ઘરે જવું પડતું નથી, દેવા નીચે ડૂબવું પડતું નથી અને પોતાના ધંધાના વિકાસ માટે આ પૈસાનો ખરો ઉપયોગ કરી શકે છે. બોટથી લઈને જેકેટ સુધી, ડિઝલ હોય, લેબર હોય, ઓઇલ હોય, આ તમામ માટે આ ખર્ચ તેમને મોટી તાકાત આપે છે ભાઈઓ. અને જે લોકો સમયસર પૈસા પરત કરી દે છે, નક્કી કરાયેલી તારીખે પૈસા પરત કરી દે છે તો વ્યાજ શૂન્ય થઈ જાય છે અને ઝીરો વ્યાજ લાગે છે. આથી મોટો લાભ બીજો કયો હોઈ શકે છે ભાઈઓ. આ કિસાન ક્રેડિટ કાર્ડે મારા પશુપાલકોનું જીવન પણ સરળ બનાવી દીધું છે, છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં જે બંદરગાહના વિકાસ થયા છે તેણે પણ ગુજરાતને એક રીતે વિકાસની સમૃદ્ધિના પ્રવેશ દ્વાર સાથે જોડી દીધું છે, નવી ક્ષમતાઓ સાથે સાંકળી લીધું છે.
સાગરમાલા યોજના હેઠળ દેશના સમગ્ર સમૂદ્રી તટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોય, માત્ર બંદરગાહનો વિકાસ નહીં, પોર્ટનો વિકાસ નહીં, પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટનું કાર્ય અમે કર્યું છે. અને આજે આપે જોયું કે ગુજરાતમાં સાગર તટ પર સાગરમાલાના કેવડા મોટા અભિયાનનો પ્રારંભ કરી રહ્યા છીએ. કોસ્ટલ હાઇવે જેને કારણે જુનાગઢ ઉપરાંત પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબીથી લઈને મધ્યથી લઇને સાઉથ ગુજરાત સુધી તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે ભાઈઓ, તેનો અર્થ એ થયો કે ગુજરાતનો સંપૂર્ણ દરીયા કાંઠો તેની કનેક્ટિવિટી મજબૂત થનારી છે.
ભાઈઓ અને બહેનો,
છેલ્લા આઠ વર્ષમાં સરકારે માતાઓ બહેનોના જીવન માટે જે કાર્ય કર્યું છે, એક પછી એક જે પગલાં ભરવામાં આવ્યા છે તેને કારણે મારી માતાઓ અને બહેનો સન્માનની સાથે જીવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને જેનો લાભ મારા ગુજરાતની લાખો માતાઓ અને બહેનોને મળ્યો છે. અને તેથી જ આ ગુજરાત મારા માટે તો એક શક્તિ કવચ બની ગયું છે. શક્તિ કવચ. આ માતાઓ અને બહેનોનો હું હંમેશાં ઋણી છું. દેશ માટે કેટલાય મોટા અભિયાનો ચલાવાયા જેનો સીધો લાભ મારી માતાઓ અને બહેનોને મળ્યો છે. સ્વચ્છ ભારત અંતર્ગત કરોડો શૌચાલય બનાવવામાં આવ્યા અને શૌચાલય માટે આપણે ત્યાં ઝાઝરુનો શબ્દ પ્રયોગ થતો હતો, અમારે ત્યાં ઉત્તર ભારતની બહેનો કહેતી હતી કે આ તો અમારા માટે ગર્વ કરનારી બાબત છે, અમારા સન્માન માટેની વ્યવસ્થા છે. કરોડો શૌચાલય બનાવીને બહેનોને અમે અનેક મુસિબતોમાંથી મુક્તિ અપાવી છે. અને તેને કારણે તેમના આરોગ્યમાં પણ સુધારો થયો છે. અમે ઉજ્જવલા યોજના ગેસ પહોંચાડવાની વ્યવસ્થા પેદા કરી અને હું ભૂપેન્દ્ર ભાઈને પણ અભિનંદન આપું છું. તેમની સરકારે આ દિવાળીને તહેવારને ધ્યાનમાં રાખીને બે ગેસ સિલિન્ડર વિના મૂલ્યે આપવાનો નિર્ણય લીધો છે જેથી આપણા ગરીબોના ઘરમાં પણ દિવાળી ઉજવી શકાય.
ભાઈઓ અને બહેનો,
તમામના ઘરમાં પાણી પહોંચે, નળથી પાણી પહોંચે, અમને ખબર છે કે એક જમાનો હતો જ્યારે મુખ્યમંત્રીને વિધાયકો આવેદન પત્રો આપતા હતા, હું અગાઉની સરકારોની વાત કરી રહ્યો છું અને વિધાયકની માગણી રહેતી હતી કે અમારા પાંચ ગામડાઓમાં જરા હેન્ડ પમ્પ લગાવી આપો. અને જે મુખ્યમંત્રી હેન્ડ પમ્પની વાતને મંજૂર કરતા હતા તો તેને ત્યાં ઢોલ નગારા વગાડીને આનંદનો ઉત્સવ મનાવવામાં આવતો હતો. તે એક જમાનો હતો જ્યારે હેન્ડ પમ્પ માટે સૌ રાહ જોતા હતા. હવે આ તમારો દિકરો ઘરે ઘરે નળ દ્વારા જળ પહોંચાડી રહ્યો છે ભાઈઓ. અને શુદ્ધ પાણી મળવાને કારણે, બીમારી ઓછી થાય છે, બાળકોની બીમારી ઘટી જાય છે, માતાઓ અને બહેનોની મુસિબતો ઘટી જાય છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પ્રસૂતિ દરમિયાન મારી માતાઓ અને બહેનોને તેમના શરીરની અંદર પોષક તત્વો ઘટે નહીં, માતાના ગર્ભમાં જે બાળક છે તેનો વિકાસ ઘટે નહીં, બાળક વિકલાંગ પેદા ના થાય, દિવ્યાંગ પેદા ના થાય, અવિકસીત શરીરવાળું બાળક પેદા ના થાય, તેના માટે માતાના આરોગ્યની ચિંતા માટે આ માતૃ વંદના યોજના લાવવામાં આવી. સ્વસ્થ બાળકનો જન્મ થાય, માતા સ્વસ્થ રહે અને સ્વસ્થ બાળક હોય તો ભારતનું ભવિષ્ય સ્વસ્થ રહે છે ભાઈઓ. અમારી સરકારે પીએમ આવાસ યોજના અંતર્ગત જે ઘર આપ્યા છે તે ઘરમાં પણ મારો તો આગ્રહ છે કે જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારથી આ આગ્રહ રહ્યો છે કે હું જે કાંઈ પણ સરકારની વ્યવસ્થા આપીશ બહેનોના નામે જ આપીશ. ભૂકંપ બાદ જે ઘર આપ્યા તે પણ બહેનોના નામ પર આપવામાં આવ્યા. કેમ કે અમને ખબર હતી કે આપણી બહેનો તથા માતાઓની સ્થિતિ કેવી હતી. ખેતર હોય તો પુરુષના નામે, દુકાન હોય તો પુરુષના નામે, ઘર હોય તો પુરુષના નામે, ગાડી હોય તો પુરુષના નામે અને પતિ ના હોય તો પુત્રના નામે. આપણી માતાઓ અને બહેનોના નામે કાંઈ જ પણ હોતું ન હતું. અને મુસિબત આવે તો જાય ક્યાં. આપના આ દિકરાએ નક્કી કર્યું કે જે સરકારી મકાન મળશે, વ્યવસ્થા મળશે તો તે મારી માતાઓ અને બહેનોના નામ પર મળશે. આજે જે મારી બહેનોને મકાન મળ્યા છે ને તેનાથી મારી માતાઓ અને બહેનો લખપતિની યાદીમાં આવી ગઈ છે, ભાઈઓ. આજે અમારી સરકાર ગામડે ગામડે મહિલા ઉદ્યમશીલતા, સેલ્ફ હેલ્પ ગ્રૂપના માધ્યમથી, સખી મંડળ દ્વારા વ્યાપક વિસ્તાર કરી રહી છે. દેશભરમાં આઠ કરોડથી વધારે બહેનો, સ્વ સહાયતા સમૂહ, જેને આપણા ગુજરાતમાં સખી મંડળના નામથી જાણીએ છીએ, લાખો બહેનો ગુજરાતમાં તેનો લાભ લઈ રહી છે. મુદ્રા યોજના બેંકમાંથી વિના કોઈ ગેરન્ટીથી બહેનોને તેમાંથી લોન મળે અને મારા માટે ખુશીની વાત એ છે કે આ લોન તમામ માટે હતી. તેમ છતાં લોન લેનારી 70 ટકા મારી બહેનો છે. અને જે નાનો મોટો ઉદ્યોગ કરી રહી છે અને બે થી ત્રણ લોકોને રોજગાર પણ આપી રહી છે.
ભાઈઓ અને બહેનો,
આજે મારા કેટલા યુવાન સાથીઓનું આવનારું ભવિષ્ય કેટલું ઉજ્જવળ હોય, તેમને અહીં જ્યારે સામે જોઉં છું ત્યારે મારો વિશ્વાસ વધી જાય છે અને તેમાં આશાનો સંચાર થાય છે. ગુજરાતના ઝડપી વિકાસને લઈને હવે મારા ગુજરાતના યુવાન લોકો સ્વસ્થ થઈ ગયા છે. મેં આઠ વર્ષમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં આપણા યુવાનોનું સામર્થ્ય બને તેના માટે અનેક પગલાં ભર્યા છે. શિક્ષણથી લઈને રોજગારી, રોજગારની આગળ સ્વરોજગાર, તેના માટે અમે અનેક અવસર પેદા થાય તેની ચિંતા કરી છે. હમણા જ હું ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો સુરક્ષાના સાધનોનું ઉદઘાટન કરીને આવી રહ્યો છું. હવે ગુજરાત મોખરે રહે તેવી તાકાત આવી ગઈ છે અને આ મારા યુવાન લોકો માટે અવસરને લઇને આવી રહી છે. છેલ્લા આઠ વર્ષમાં દેશમાં સેંકડો નવા વિશ્વ વિદ્યાલય બનાવ્યા, હજારો નવી કોલેજો બનાવી, આપણા ગુજરાતમાં તો સતત શિક્ષણ માટે નવા નવા સંસ્થાનો બન્યા છે અને તેમાં ઉચ્ચ શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ તેજસ્વી બનીને પરિવારનું નામ રોશન કરે, ગામનું નામ રોશન કરે, રાજ્યનું નામ રોશન કરે અને મારા દેશનું નામ રોશન કરે આજે તે આપણું સૌભાગ્ય છે. અગાઉ ગુજરાતમાં આપણા યુવાનોને અભ્યાસ કરવો હોય તો રાજ્યની બહાર જવું પડતું હતું. આજે 20 વર્ષની અંદર જે તપસ્યા કરી છે તેને કારણે, એકથી એક ચડિયાતી યુનિવર્સિટી અને કોલેજનો વિસ્તાર કરવામાં આવ્યો છે. અને હવે તો નવી શિક્ષણ નીતિ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નેશનલ એજ્યુકેશન પોલિસી પણ અમલી બની ચૂકી છે. તેના હેઠળ મેડિકલ, એન્જિનિયરિંગ આપણે ત્યાં તો ગામડામાં અંગ્રેજી સ્કૂલ હોતી નથી ? અને આઠમા કે દસમા ધોરણમાં અંગ્રેજી ભણ્યા ન હો તો એન્જિનિયરિંગ પણ થઈ શકે નહીં, મેડિકલ પણ થઈ શકે નહીં અને ડૉક્ટર પણ બની શકાય નહીં, કેમ ? ગરીબ માબાપના બાળકોને ડૉક્ટર બનવાનો હક્ક છે કે નહીં ? પરંતુ તેની સામે આ બોર્ડ લાગેલું છે કે અંગ્રેજી આવડે છે તો થશે. અમે અંતિમ નિર્ણય લઈ લીધો કે માતૃભાષામાં પણ ડૉક્ટર બનવું હશે તો બની શકાશે. માતૃભાષામાં એન્જિનિયર બની શકાશે. આ ગુલામીની માનસિકતા જવી જોઇએ. તેને કારણે મધ્યમ વર્ગ હોય, ગરીબ હોય, ગામ હોય, અંગ્રેજી નહીં આવડતી હોય તો તેમની વિકાસયાત્રા અટકશે નહીં. કેમ કે ક્ષમતા તો તેમનામાં પણ હોય છે. તેને કારણે આજે દુનિયામાં અમારો ડંકો વાગી રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયાની ચર્ચા છે, ગામે ગામમાં ડિજિટલ ઇન્ડિયાનો લાભ આપણા યુવાનોને મળી રહ્યો છે. પાંચથી છ લાખ કોમન સર્વિસ સેન્ટર દેશમાં બની ચૂક્યા છે અને ત્યાં ગામડામાં બેસીને લોકોને સેવા આપી રહ્યા છે. ફોન પર આજે સસ્તા ઇન્ટરનેટને કારણે આજે ગામડે ગામડે ગરીબોના ઘરમાં પણ દુનિયાના સર્વશ્રેષ્ઠ પુસ્તકો વાંચવાની સુવિધા આવી ચૂકી છે.
અગાઉ મેં વચ્ચે નક્કી કર્યું હતું કે જેવી રીતે રેલવે સ્ટેશન પર જેવી રીતે વાઇ ફાઇ છે, યુવાનોને સાંજે અભ્યાસ કરવા આવવું હોય. રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર વાઇ ફાઇ વિના મૂલ્યે આપવામાં આવે અને મેં જોયું કે બાળકો મોબાઇલ ફોન લઈને ત્યાં ભણવા જતા હતા. અને યુપીએસસી તથા જીપીએસસીની પરીક્ષા આપતા હતા અને તેમાં ઉત્તીર્ણ પણ થતા હતા. આજે સારામાં સારું શિક્ષણ, અભ્યાસ માટે ડિજિટલ ઇન્ડિયાની સેવા મળી રહી છે. તેને કારણે ગામડામાં પણ ડિજિટલ ઇન્ડિયાને કારણે અભ્યાસ શક્ય બની ગયો છે. ડિજિટલ ઇન્ડિયા યુવાનોની પ્રતિભાને નિખારવાની તક આપી રહ્યું છે. કોઈને કાંઇ પણ બનવું હોય તો આજે ડિજિટલની વ્યવસ્થાથી ભણી શકે છે. તેમને પેટન્ટ બનાવવી હોય, ગાયક બનવું હોય, નૃત્યકલા ક્ષેત્રમાં આગળ વધવું હોય, કારપેન્ટર બનવું હોય તો તે બની શકે છે, તેને કાંઇ પણ કામ શીકવું હોય તો આજે ઘરમાં બેસીને તે શીખી શકે છે.
ભાઈઓ અને બહેનો,
તેને કારણે રોજગારની સંભાવના વધી છે. યુવાનોની તાકાત, બજારની આગળ દુનિયાના બજાર સુધી પહોંચી રહી છે. આ સમય, વિચારો મેઇડ ઇન ઇન્ડિયા, ભારતમાં પહેલા બે ગોડાઉન હતા, મોબાઇલ બનાવવાના. આજે 200 કરતાં વધારે છે અને તે પણ માત્ર આઠ વર્ષમાં. હજી એક મિલિયન મોબાઇલ ફોન ભારતમાંથી બનીને દુનિયામાં પહોંચ્યા છે. આ તાકાત છે આપણી. આજે જે રીતે પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે, તેનું મૂળ કારણ છે અમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. તમે વિચારો, આપણો માધવપુરનો મેળો, ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલી ઘટના, કેવી રીતે આંતરરાષ્ટ્રીય બની ગઈ, માધવપુરના મેળામાં નોર્થ ઇસ્ટના મુખ્યમંત્રી આવ્યા અને એક સપ્તાહ સુધી તેમને મજા પડી ગઈ. આ આપણા ગિરનારનો રોપ વે કેટલી મુશ્કેલીથી બન્યો છે. કેવી સરકાર હતી કે આટલું કરવામાં તકલીફ પડતી હતી. જેવો મને તમે ત્યાં મોકલ્યો ને તો અહીં તમારે ત્યાં રોપ વે પણ આવી ગયો. અને મને કેટલા બધા લોકો ફોટો મોકલે છે કે અમારા 80 વર્ષના દાદીની ઘણી ઇચ્છા હતી કે ગિરનાર જઈને માતા અંબાના ચરણમાં શિશ નમાવી આવે. આ તમે રોપ વે લાવ્યા તેને કારણે મેં મારી માતાની ઇચ્છા પૂરી કરી. મને કહો કે આ માતાના આશીર્વાદ મને ના મળે તો બીજા કોને મળે ભાઈ.
ભાઈઓ અને બહેનો,
બે દાયકા અગાઉ અમે એક સ્થિતિને બદલવાનો સંકલ્પ કર્યો. આજે એશિયાનો સૌથી મોટો રોપ વે, તે પૈકીનો એક મારા ગિરનારનો રોપ વે છે. આ મારો જુનાગઢ જિલ્લો, જ્યાંના કૃષિ ઉત્પાદનો એટલા સારા હોય, મત્સ્ય ઉદ્યોગ સારો હોય, તેમ છતાં આપણા કેશોદનું એરપોર્ટ હવે તો જીવંત થઈ ચૂક્યું છે. મેં તાજેતરમાં મારા અધિકારીઓને બોલાવ્યા હતા. મેં કહ્યું કે ઘણા દિવસોથી હું કેશોદનું એરપોર્ટ જોઈ રહ્યો છું. આપણે કાંઇક નવું કરી શકીએ છીએ, તમે કાંઇક રિસર્ચ કરીને જૂઓ, તેને થોડુ મોટું બનાવીએ તો અહીંથી જ કેરીઓ સીધા વિમાનમાં જ વેચાવા માટે જતી રહે. અહીંના ફળ જાય, અહીંના શાકભાજી જાય અને દુનિયાના પ્રવાસીઓ ગિરના સિંહને નિહાળવા હોય, સોમનાથ દાદાના ચરણમાં આવવું હોય અથવા તો આપણા ગિરનારને જોવો હોય તો આપણી હવાઈ સડક જરા મોટી હોય તો તેમણે કહ્યું કે સર, અમને થોડો સમય આપો અમે તમને રિસર્ચ કરીને કહીશું. મેં કહ્યું થોડું ઝડપથી કરજો, મારે જુનાગઢ જવાનું છે પણ ભાઈઓ અને બહેનો એક વિચાર આવે ને પછી હું તેની પાછળ જ પડી જાઉં છું. કોઇને કોઈ માર્ગ કાઢીને રહીશ. આપ એ વાત પાક્કી માનીને ચાલજો, મારે વિકાસ કરવો છે, હિન્દુસ્તાનના મોટા મોટા શહેરોને જે મળે છે તે મારા જુનાગઢને મળવું જોઇએ. તેના માટે હું કામ કરી રહ્યો છું. ગિર સોમનાથ સહિત આ સમગ્ર ક્ષેત્રની આસ્થા, તપસ્વીઓની ભૂમિ, જૈનાચાર્યોની તપસ્યા માટે ઓળખાય છે. હું પણ, એક જમાનો હતો જ્યારે ગિરનારની તળેટીમાં જઈને ફરીને આવતો હતો. તમામ સંતોની વચ્ચે રહેવાનું મને સુખ પ્રાપ્ત થયું છે. સંત અને સૂરાની આ જોડી, આપણા મંદીરો, જૈન લોકો માટે પણ દત્તાત્રેયના ઉપાસકો માટે પણ, અહીં શું શું નથી. સમગ્ર દેશને આકર્ષિત કરવાની તાકાત મારા ગિરની ભૂમિમાં છે ભાઈઓ અને બહેનો. તેથી તમામ હિન્દુસ્તાનીને અહીં ખેંચીને લાવવાનો છે. તેના માટે વ્યવસ્થા ઊભી કરવાની છે અને આ વ્યવસ્થાન અભિલાષાને પૂર્ણ કરીને જ રહીશું તે મારો વિશ્વાસ છે. આપણા ગિરના સિંહની ગર્જના સાંભળવાનું સમગ્ર દુનિયાના મનમાં હોય છે અને ગિરના સિંહની જ્યારે ગર્જના સાંભળીએ છીએ તો ગુજરાતની ગર્જના તેના કાનમાં પડે છે.
આજે દુનિયા ગર્વથી નિહાળી રહી છે કે આજે 20 વર્ષમાં આ મારા ગિરના સિંહની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેની આટલી સારી રીતે સંભાળ, દેખરેખ રાખવાની ચિંતા કરી કે કોઇ પણ હિન્દુસ્તાની ગર્વ લઈ શકે, ભાઈઓ અને બહેનો. આપણા કેશોદ એરપોર્ટનો જો વિકાસ થયો તો આપણા આ તમામ વિકાસ નવી ઉંચાઈએ પહોંચનારા છે. રોજગારી માટે નવી તકો પેદા થનારી છે. અહીં હોટેલ, રેસ્ટોન્ટ, ટેક્સી, ઓટો ના જાણે કેટલા વિકાસની સંભાવનાઓ બનશે ભાઈઓ અને બહેનો. ગુજરાત આપણું સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠીયાવાડ આ ધરતી દેશભક્તોની ધરતી રહી છે. રાષ્ટ્ર પ્રથમને સર્વોચ્ચ પ્રાથમિકતા આપનારી આ ધરતી છે. આ માટે ભાઈ એક ગંભીર વાત કરવાનું મારું મન થઈ રહ્યું છે. આ ધરતીની તાકાત છે જેના માટે મને ગૌરવ છે. અહીંનો જે વીર સિંહની ગર્જના સાંભળીને મોટો થયો છે તેની સામનો કરવાની તાકાત પણ ઘણી વધારે હોય છે અને જેની સામનો કરવાની તાકાત વધુ હોય ને તેની સામે મન મૂકીને બોલવાની પણ મજા આવે છે.
ભાઈઓ અને બહેનો,
આપ પણ જરા વિચારજો કે અંતરિક્ષમાં અંદર કોઈ મંગળયાન, ચંદ્રયાન આપણે છોડીએ અને સફળતા મળે તો આ વૈજ્ઞાનિકોની સફળતાનો આનંદ થશે કે નહીં, જરા જોરથી બોલો આનંદ છે કે નહીં, ગર્વ હોય કે ના હોય, આપ ઘણી વાર તેમાં તો કોઈ ગુજરાતી વૈજ્ઞાનિક હતો જ નહીં, તેમાં તો તે સાઉથ વાળા હતા, તામિલનાડુ વાળા હતા, તે કેરળ વાળા હતા, બેંગલોર વાળા હતા ટૂંકમાં તમારું ગર્વ ઘટી જશે. કોઈ પણ કામ હોય હિન્દુસ્તાનની કોઇ પણ જગ્યાના માનવીએ દેશ માટે કર્યું હોય તો ગર્વ થાય કે ના થાય, ગર્વ હોવું જોઇએ કે નહીં. આપ વિચારો કે ઓલિમ્પિક્સની રેસ યોજાઈ રહી હોય અને હરિયાણાનો યુવાન જઇને તિરંગો ધ્વજ લહેરાવી રહ્યો હોય અને ગોલ્ડ મેડલ લઈને આવી રહ્યો હોય તો તે હરિયાણાનો છોકરો કે છોકરી હોય આપને આનંદ થશે કે નહીં. ભારતનું માન વધ્યું કે નહીં, ગર્વ થશે કે નહીં.
ભાઈઓ,
કાશીમાં કોઈ સંગીતની સાધના કરે અને દુનિયામાં સંગીતનો જયજયકાર હોય, કરનારો માનવી કાશીનો છે, તપ તેણે કર્યું હોય, દુનિયામાં નામ તેનું ગૂંજતુ હોય પરંતુ ખબર પડે કે તે ભારતનો છે તો આપણને ગર્વ થશે કે નહીં, આપણા પશ્ચિમ બંગાળની અંદર મહાન વિદ્વાનોની ભૂમિ, સાહિત્યની શ્રેષ્ઠ રચનાઓ, ક્રાંતિવીરોની ભૂમિ તેમના દ્વારા કોઈ ઉત્તમ કામ થાય તો આપણને આનંદ થશે કે નહીં. અરે આપણા દક્ષિણની ફિલ્મો આજે દુનિયામાં ડંકો વગાડી રહી છે, દક્ષિણ ભારતની ભલે ભાષા જાણતા ન હો તેમ છતાં દક્ષિણ ભારતમાં ફિલ્મ બનાવનારો દુનિયામાં ડંકો વગાડે, કરોડ રૂપિયાનો નફો કરે, ગર્વ થશે કે નહીં. સમગ્ર હિન્દુસ્તાન નાચી ઉઠશે કે નહીં. તે ફિલ્મ ના જોઇ શકતો હોય, સમજી શકતો હોય તેમ છતાં આનંદ થશે કે નહીં. હિન્દુસ્તાનની કોઇ પણ જગ્યાએથી કોઇ પણ માનવી, કોઇ પણ જાતિનો હોય, કોઈ પણ ભાષાનો હોય, કોઇ પણ પ્રદેશનો હોય તે સારું કામ કરે અને આ દેશના તમામ લોકોને ગર્વ થશે અને થાય જ છે. તેમ છતાં વિકૃત્તિ જૂઓ, છેલ્લા બે દાયકાથી, વિકૃત માનસિકતા ધરાવતા લોકો એક અલગ પ્રકારના વિચારો લઈને આવ્યા છે. ગુજરાતનું કાંઇક સારું થાય, ગુજરાતનું કોઈ નામ કમાય, ગુજરાતનો માનવી કોઈ પ્રગતિ કરે, ગુજરાત કોઈ પ્રગતિ કરે તો તેમના પેટમાં દુઃખાવો થાય છે ભાઈઓ. ગુજરાતને અપમાનિત કરવાનું, ખરાબ ભાષામાં બોલવાનું કેટલા રાજકીય પક્ષોને જાણે ગુજરાતને ગાળ આપ્યા વિના ગુજરાતીઓને ગાળો આપ્યા વિના તેમની રાજકીય વિચારધારા અધૂરી રહે છે ભાઈઓ અને બહેનો. તેમની સામે ગુજરાતે આંખ લાલ કરવાની જરૂર છે કે નહીં. મહેનત ગુજરાતી કરે, તપ ગુજરાતી કરે, દેશભરના લોકોને રોજી રોટી આપવાનું કામ કરે એ ગુજરાતીને આ રીતે બદનામ કરવામાં આવે. ભાઈ આપણે આ સહન કરવાનું છે? હું આ જોશીલા વીરોની ભૂમિ પર આહવાન કરું છું, હવે ગુજરાતીઓનું અપમાન, ગુજરાતનું અપમાન, ગુજરાતની ધરા સહન કરશે નહીં, આ દેશમાં કોઇનું અપમાન થવું જોઇએ નહીં બંગાળીનું પણ અપમાન થવું જોઇએ નહીં. તમિલનું પણ અપમાન થવું જોઇએ નહીં. કેરળના ભાઇનં પણ અપમાન થવું જોઇએ નહીં, દેશના દરેક નાગરિક, તેમનો પુરુષાર્થ, તેમના પરાક્રમો, તેમની સિદ્ધિ આપણા સૌ માટે ગર્વની બાબત હોવી જોઇએ. તેને રાજકારણમાં બાંધવાની પ્રવૃત્તિ બંધ થવી જોઇએ. એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને ચકનાચૂર થવા દઇશું નહીં, સરદાર સાહેબ જેવા લોકોએ જ મહેનત કરી છે તેને વ્યર્થ જવા દેવાશે નહીં. નિરાશા ફેલાવનારા લોકો પોતાની નિરાશાને ગુજરાતના માનસ પર થોપનારા, જુઠ્ઠાણા ફેલાવનારા લોકોથી ગુજરાતે ચેતવાની જરૂર છે. ભાઈઓ અને બહેનો. ગુજરાતની એકતા ગુજરાતની તાકાત છે. ગુજરાત એક બનીને નેક બનીને દેશના સારા માટે ક્યારેય પાછળ હટ્યું નથી.
આવા ગુજરાતને હું નમન કરું છું, એવા ગુજરાતીઓને હું નમન કરું છું, આપ આ એકતા જાળવી રાખો, વિકાસની વાત વઘારતા રહો, વિકાસ કરતા રહો અને આજે જો આ વિકાસના અનેક અવસર આપના ઘર સુધી આવ્યો છે, તેની આપ સૌને અનેક અનેક શુભેચ્છાઓની સાથે દિવાળીનો પ્રસંગ આવી રહ્યો છે. આપને દિવાળીને ખૂબ ખૂબ શુભકામનાઓ. નવા વર્ષનો સમય આવી રહ્યો છે, નવા સંકલ્પની સાથે ફરી એક વાર આપ સૌને શુભકામનાઓ.
ભારત માતા કી જય, ભારત માતા કી જય,
ભારત માતા કી જય,
ખૂબ ખૂબ ધન્યવાદ, ભાઈઓ અને બહેનો.
નોંધઃ પ્રધાનમંત્રીનું મૂળ ભાષણ ગુજરાતી ભાષામાં છે જેનો અહીં ભાવાનુવાદ કરવામાં આવ્યો છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1869855)
Visitor Counter : 319
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam