પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ વિશ્વ હાથી દિવસ પર હાથી સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી
છેલ્લા 8 વર્ષમાં હાથી અનામતની સંખ્યામાં વધારો થવા પર પીએમ ખુશ
Posted On:
12 AUG 2022 11:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ હાથી દિવસના અવસરે હાથી સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ છેલ્લા 8 વર્ષમાં હાથીઓના અનામતની સંખ્યામાં વધારો થવા પર પણ ખુશી વ્યક્ત કરી હતી.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“#WorldElephantDay પર, હાથીનું રક્ષણ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. તમને એ જાણીને આનંદ થશે કે એશિયાના તમામ હાથીઓમાંથી લગભગ 60% ભારતમાં રહે છે. છેલ્લા 8 વર્ષમાં હાથી અનામતની સંખ્યામાં વધારો થયો છે. હું હાથીઓના રક્ષણમાં સામેલ તમામ લોકોને પણ બિરદાવું છું."
"હાથી સંરક્ષણમાં મળેલી સફળતાઓને માનવ-પ્રાણી સંઘર્ષને ઘટાડવા અને પર્યાવરણીય ચેતનાને આગળ વધારવામાં સ્થાનિક સમુદાયો અને તેમના પરંપરાગત શાણપણને એકીકૃત કરવા ભારતમાં ચાલી રહેલા મોટા પ્રયાસોના સંદર્ભમાં જોવી જોઈએ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1851144)
Visitor Counter : 241
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam