પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બાલયોગી ઓડિટોરિયમમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના વિદાય સમારંભમાં હાજરી આપી


"વેંકૈયાજીમાં હંમેશા સક્રિય અને વ્યસ્ત રહેવાની ગુણવત્તા તેમને આવનારા લાંબા સમય સુધી જાહેર જીવન સાથે જોડાયેલા રાખશે"

"આપણે હંમેશાં તમામ સાંસદો પાસેથી તેમની જે અપેક્ષાઓ છે એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ"

"’ભાષિની' જેવી પહેલ અને સંસદીય ચર્ચાઓમાંથી ઉદ્ભવતા નવા શબ્દોનો વાર્ષિક સંગ્રહ વેંકૈયાજીના માતૃભાષા પ્રત્યેના પ્રેમના વારસાને આગળ ધપાવશે”

Posted On: 08 AUG 2022 8:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના વિદાય સમારંભમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ શ્રી વેંકૈયા નાયડુની હંમેશા સક્રિય અને વ્યસ્ત રહેવાની ગુણવત્તા તરફ ધ્યાન દોર્યું હતું, જે તેમને જાહેર જીવનની પ્રવૃત્તિઓ સાથે હંમેશા જોડાયેલા રાખશે. શ્રી મોદીએ શ્રી વેંકૈયા નાયડુ સાથેનાં પોતાનાં લાંબા જોડાણને યાદ કર્યું હતું અને જ્યારે શ્રી નાયડુને વાજપેયી સરકારમાં મંત્રી તરીકે પસંદ કરવાના હતા, ત્યારે તેમણે ગ્રામીણ વિકાસને ખાતાના રૂપમાં કરેલી પસંદગીને યાદ કરી હતી. એ ખાતું જેમાં તેમણે વિશિષ્ટતા સાથે સેવા આપી હતી. પ્રધાનમંત્રીએ એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે, શ્રી નાયડુએ ગ્રામીણ વિકાસ અને શહેરી વિકાસ એમ બંને વિભાગોની દેખરેખ રાખી છે. પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિની વિરલ વિશિષ્ટતાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે રાજ્યસભાના પ્રથમ સભ્ય હશે, જે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ હશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ અને સંસદીય બાબતોના મંત્રીના અનુભવથી તેમને ગૃહને ખૂબ સરસ પ્રભુત્વ અને સરળતા સાથે ચલાવવામાં મદદ મળી છે.

પ્રધાનમંત્રીએ ગૃહ, સભ્યો અને સમિતિઓની ક્ષમતાઓને સશક્ત બનાવવા અને વધારવાની શ્રી નાયડુની કોશિશની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તે મહત્વનું છે કે આપણે હંમેશાં તમામ સાંસદો પાસેથી તેમની જે અપેક્ષાઓ છે એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

પ્રધાનમંત્રીએ શ્રી નાયડુના સમય પ્રબંધનનાં શિસ્તની પ્રશંસા કરીને એ પણ યાદ કર્યું હતું કે, કોરોના નિયંત્રણોનાં સમયમાં ઉપરાષ્ટ્રપતિએ 'ટેલિ-યાત્રાઓ' કેવી રીતે કરી હતી, જેમાં તેમણે તેમનાં લાંબાં જાહેર જીવનમાં સંપર્કમાં આવેલા લોકો સાથે સંપર્ક કર્યો હતો અને એ મુશ્કેલ સમયમાં આશ્વાસન અને પ્રોત્સાહન આપ્યું હતું. તેવી જ રીતે તેઓ મહામારી દરમિયાન તમામ સાંસદો સાથે સંપર્કમાં રહ્યા હતા. પ્રધાનમંત્રીએ એ ઘટનાને પણ યાદ કરી હતી, જ્યારે બિહારની મુલાકાત દરમિયાન શ્રી નાયડુનું હૅલિકોપ્ટર બળજબરીપૂર્વક ઉતરાણ કરવું પડ્યું હતું અને એક ખેડૂતે તેમને મદદ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્રી નાયડુએ આજ સુધી એ ખેડૂત અને તેમના પરિવાર સાથેનો સંપર્ક જાળવી રાખ્યો છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, તેઓ આવનારા લાંબા સમય સુધી આ જ સમર્પણ અને જ્ઞાન સાથે જાહેર જીવનમાં લોકોને માર્ગદર્શન આપતા રહેશે.

શ્રી નાયડુના માતૃભાષા પ્રત્યેના આદરને સ્વીકારતા પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય ઉભરતી ટેકનોલોજીની શક્તિનો ઉપયોગ કરીને નાગરિકો માટે સેવાઓ અને ઉત્પાદનો વિકસાવવા ભાષાઓ માટે નેશનલ પબ્લિક ડિજિટલ પ્લેટફોર્મ ભાષિનીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બંને ગૃહના સભ્યોને એક નજર નાખવા કહ્યું હતું. તેમણે સ્પીકર અને રાજ્ય સભાના ઉપાધ્યક્ષને માતૃભાષામાં ચર્ચાને કારણે ઉભરી આવેલા સારા નવા શબ્દો એકત્રિત કરવા અને દેશની ભાષાઓને સમૃદ્ધ બનાવવા માટે ઉમેરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સારા શબ્દોનો સંગ્રહ બહાર પાડવાની વાર્ષિક પરંપરા શરૂ કરીને, આપણે વેંકૈયાજીના માતૃભાષા પ્રત્યેના પ્રેમના વારસાને આગળ ધપાવીશું.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1850089) Visitor Counter : 212