નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

CBIC દ્વારા આવતીકાલે આઝાદી કા અમૃત આઇકોનિક વીકના ભાગરૂપે ડ્રગ ડિસ્ટ્રક્શન ડેનું આયોજન કરવામાં આવશે


દેશભરમાં 14 સ્થળોએ આશરે 42000 કિલો નાર્કોટિક્સનો નાશ કરવામાં આવશે

प्रविष्टि तिथि: 07 JUN 2022 7:11AM by PIB Ahmedabad

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) આવતીકાલે (08.06.2022) નાણાં મંત્રાલયના ભારતીય સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણીના આઇકોનિક સપ્તાહના ભાગરૂપે ડ્રગ ડિસ્ટ્રક્શન ડેનું આયોજન કરશે.  દેશભરમાં 14 સ્થળોએ કુલ 42000 કિલો નાર્કોટિક્સનો નાશ કરવામાં આવશે.

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ ગુવાહાટી, લખનૌ, મુંબઈ, મુંદ્રા/કંડલા, પટના અને સિલીગુડી ખાતે આયોજિત વિનાશ પ્રક્રિયાના વર્ચ્યુઅલ રીતે સાક્ષી બનશે અને અધિકારીઓને સંબોધિત કરશે.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1831705) आगंतुक पटल : 400
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada