પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ખેડૂતોની આવક વધારવા માટે સરકારના પ્રયાસો પર એક લેખ શેર કર્યો


અન્નદાતાઓના કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા પર MyGovએ ટ્વીટ થ્રેડ પણ શેર કર્યુ

Posted On: 03 JUN 2022 5:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ narendramodi.in વેબસાઈટનો એક લેખ શેર કર્યો છે જેમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકારના પ્રયાસોની માહિતી છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

"પશુપાલનથી માંડીને મત્સ્યોદ્યોગ, વનસંવર્ધનથી લઈને મધુર ક્રાંતિ સુધી, અમારી સરકારે સંલગ્ન પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે અસંખ્ય પ્રયાસો કર્યા છે. #8yearsOfKisanKalyan"


પ્રધાનમંત્રીએ અન્નદાતાઓના કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરતી MyGov ટ્વીટ થ્રેડ પણ શેર કરી.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વિટ કર્યું;
“દેશના અન્નદાતાઓના સશક્તીકરણથી ન્યૂ ઈન્ડિયાને મજબૂત આધાર મળી રહ્યો છે. બીજથી બજાર સુધી દરેક ક્ષેત્રમાં તેમના ચોતરફ વિકાસ પરત્વે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. આ આપણા ખેડૂત ભાઈ-બહેનોની જ સંકલ્પ-શક્તિનું જ પરિણામ છે કે ભારત કૃષિ ક્ષેત્રમાં એક નવું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે.
#8YearsOfKisanKalyan"


 

પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે ખેડૂત ભાઈઓ અને બહેનોને અનેક યોજનાઓનો 100% લાભ આપવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું;


“ખેડૂત ભાઈ-બહેનો સુધી યોજનાઓનો 100 ટકા લાભ પહોંચાડવા માટે અમારી સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. પીએમ-કિસાન યોજનાથી લઈને રેકોર્ડ બજેટ ફાળવણી હોય કે ઉત્પાદન ખર્ચની દોઢ ગણી એમએસપી, સોઈલ હેલ્થ કાર્ડથી લઈને ઈ-નામ સુધઈ એવી અનેક યોજનાઓ છે, જેનાથી અન્નદાતાઓને નવી તાકાત મળી છે.”

SD/GP/JD

(Release ID: 1830931) Visitor Counter : 144