પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જાપાનમાં ભારતીય સમુદાય સાથે વાર્તાલાપ કર્યો

Posted On: 23 MAY 2022 6:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 મે 2022ના રોજ જાપાનમાં ભારતીય ડાયસ્પોરાના 700થી વધુ સભ્યો સાથે સંબોધન કર્યું અને વાર્તાલાપ કર્યો.

આ કાર્યક્રમ પહેલા, પ્રધાનમંત્રીએ જાપાની ઈન્ડોલોજિસ્ટ્સ, ખેલાડીઓ અને સાંસ્કૃતિક કલાકારો સાથે મુલાકાત કરી જેઓ ભારત અને જાપાન વચ્ચે સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે યોગદાન આપી રહ્યા છે. પ્રધાનમંત્રી જાપાનમાં પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર વિજેતાઓને પણ મળ્યા હતા. જાપાનમાં ભારતીય ડાયસ્પોરા 40,000થી વધુ છે.

પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયના સભ્યોની તેમની કુશળતા, પ્રતિભા અને ઉદ્યોગસાહસિકતા અને માતૃભૂમિ સાથેના તેમના જોડાણ માટે પ્રશંસા કરી હતી. સ્વામી વિવેકાનંદ અને રવીન્દ્ર નાથ ટાગોરનું આહ્વાન કરીને, પ્રધાનમંત્રીએ ભારત અને જાપાન વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધોને રેખાંકિત કર્યા હતા. તેમણે તાજેતરના વર્ષોમાં ભારતમાં થયેલા વિવિધ સામાજિક-આર્થિક વિકાસ અને સુધારાની પહેલનો પણ ઉલ્લેખ કર્યો, ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્નન્સ, ગ્રીન ગ્રોથ, ડિજિટલ ક્રાંતિના ક્ષેત્રોમાં. તેમણે ભારતીય સમુદાયને ‘ભારત ચલો, ભારત સે જુડો’ના અભિયાનમાં જોડાવા અને આગળ વધારવા આમંત્રણ આપ્યું હતું.

SD/GP/JD



(Release ID: 1827712) Visitor Counter : 176