પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી 29મી એપ્રિલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરશે
Posted On:
28 APR 2022 6:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29મી એપ્રિલ, 2022ના રોજ બપોરે 12 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરદારધામ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS)નું ઉદ્ઘાટન કરશે.
પાટીદાર સમુદાયના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવા માટે સરદારધામ 'મિશન 2026' હેઠળ GPBSનું આયોજન કરી રહ્યું છે. દર બે વર્ષે સમિટનું આયોજન કરવામાં આવે છે. પ્રથમ બે સમિટ 2018 અને 2020માં ગાંધીનગરમાં યોજાઈ હતી અને વર્તમાન સમિટ હવે સુરતમાં યોજાઈ રહી છે. GPBS 2022ની મુખ્ય થીમ છે “આત્મનિર્ભર કોમ્યુનિટી ટુ આત્મનિર્ભર ગુજરાત અને ભારત”. સમિટનો હેતુ સમુદાયમાં નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને એકસાથે લાવવાનો છે; નવા ઉદ્યોગસાહસિકોનો વિકાસ અને તેમને સમર્થન આપવું અને શિક્ષિત યુવાનોને તાલીમ અને રોજગાર સહાય પૂરી પાડવાનો છે. 29મી એપ્રિલથી 1લી મે દરમિયાન આયોજિત થનારી ત્રિદિવસીય સમિટમાં સરકારની ઔદ્યોગિક નીતિ, MSME, સ્ટાર્ટ-અપ્સ, ઈનોવેશન વગેરેના વિવિધ પાસાઓ આવરી લેવામાં આવ્યા છે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1821053)
Visitor Counter : 299
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam